Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રકાશ પર્વની સાચી વ્યાખ્યા માત્ર એટલી જ હકારાત્મકતા અકબંધ રાખો

પ્રકાશ પર્વની સાચી વ્યાખ્યા માત્ર એટલી જ હકારાત્મકતા અકબંધ રાખો

06 April, 2020 04:21 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

પ્રકાશ પર્વની સાચી વ્યાખ્યા માત્ર એટલી જ હકારાત્મકતા અકબંધ રાખો

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


નક્ષત્ર, રાહુ અને મંગળ, ઉજાશ તરફની ગતિ અને હવનની એક આડકતરી રીતે તૈયારીઓ. આ અને આ પ્રકારની કંઈકેટલીય વાતો છેલ્લા ત્રણ દિવસમાં આપણે બધાએ વાંચી લીધી. કેટલાક ત્રિકાળજ્ઞાનીઓ એવા પણ નીકળ્યા જેનો વિચાર પણ કોઈ કરી શકે એમ ન હોય એવી વાતો તેમણે બધાની સમક્ષ મૂકી. હશે, રાજી રહેતા હોય તો એનો પણ વિરોધ નથી.

આપણે વાત કરીએ છીએ, ગઈ કાલે રાતે કરેલા દીવાઓની. દિવાળીએ દીવા થતા જોયા છે અને આપણે મૂક્યા પણ છે, પરંતુ ગઈ કાલે એક નવી દિવાળી દેશમાં ઊજવાઈ અને આ ઉજવણી હકારાત્મકતાની હતી, આઓ ફિર સે દિયા જલાયે...



અટલ બિહારી વાજપેયીની આ પંક્તિનો અર્થ, એનો ભાવાર્થ અને એની ભાવના ખૂબ ઉમદા છે. ઑનલાઇન આ આખી કવિતા મળશે. વાંચજો એક વાર.


હમ પડાવ સમઝે મંઝિલ,

લક્ષ્ય હુઆ આંખોં સે ઓઝલ


વર્તમાન કે મોહજાલ મેં,

આનેવાલા કલ ન ભુલાએં

કોરોના અત્યારે આ જ સમજાવી રહ્યો છે. વર્તમાનના મોહજાળમાં એવી તે દોટ મૂકી દીધી હતી કે આવતી કાલને આપણે સૌ ભૂલી ગયા હતા. આવતી કાલને પણ અને આવતી કાલે જેના સહારે શ્વસનપ્રક્રિયા ચાલવાની હતી એ સ્વજનોને પણ. લક્ષને આંખ સામે રાખીને ચાલવા જતાં ધ્યેય કોરણે મુકાયું અને હવે જ્યારે ધ્યેય સમજાઈ રહ્યું છે ત્યારે દરવાજા બંધ થઈ ગયા છે. આ બંધ થઈ ગયેલા દરવાજાને આંખ સામે રાખીને મનમાં કોઈ નકારાત્મકતા લાવવાની નથી. આવી કલ્પના કોઈએ કરી નહોતી કે જગતઆખું આ રીતે લૉકડાઉન પર મુકાઈ જશે. કોઈએ વિચાર્યું સુધ્ધાં નહોતું કે લોકલ ટ્રેન બંધ થઈ જશે અને કોઈએ એવું પણ નહોતું વિચાર્યું કે મુંબઈની સડક આ રીતે સાવ સૂમસામ થઈ જશે. અત્યારે જે અવસ્થા છે એ અવસ્થાની કોઈ કલ્પના કરનારું પણ નહોતું નીકળ્યું. એક પણ જ્યોતિષી એવો નહોતો નીકળ્યો જેણે આ ઘટના આ જ રીતે, આ જ પ્રકારની વાસ્તવિકતા સાથે સૌકોઈની સામે મૂકી હોય. મૂકી હોય તો મારા ધ્યાનમાં નથી આવી, પણ નહોતી મૂકી એવું તો ધ્યાનમાં છે અને એટલે જ કહું છું કે હકારાત્મકતા મનમાં અકબંધ રાખવાની છે. મનમાં અકબંધ રહેલી આ હકારાત્મકતા જ સાથે રહેવાની છે અને એ જ આજની આ નકારાત્મકતાને દૂર રાખવાનું કામ કરશે. ગઈ કાલે રાતે દીવા કર્યા હોય તો સારું અને ન કર્યા હોય તો પણ કોઈ વાંધો નહીં. બસ, એક કામ કરજો. અંદરની હકારાત્મકતાની જ્યોત અકબંધ રાખજો. એ જ્યોત અકબંધ રહેશે તો જ આ કટોકટીને પાર પાડી શકીશું અને તો જ આ સમયને પણ હસતા મોઢે પસાર કરી શકીશું. જે છે એ ઉત્તમ છે એ વાત મનમાં રાખજો. જરા જુઓ તો ખરા, તમે તમારી ફૅમિલી સાથે કેવી શાંતિથી રહી રહ્યા છો. તમે, તમારી ફૅમિલી અને એ સિવાય કોઈ નહીં. આનાથી ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે, આનાથી શ્રેષ્ઠ સમય બીજો ક્યારે મળી શકે?

આઓ ફિર સે દિયા જલાયે,

રિશ્તેદારી કો એક ઔર નયા મુકામ દે...

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 04:21 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK