Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > India China Tension: USAએ ચીનને સખણા રહેવા કહ્યું

India China Tension: USAએ ચીનને સખણા રહેવા કહ્યું

02 September, 2020 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India China Tension: USAએ ચીનને સખણા રહેવા કહ્યું

ભારતીય જવાનોએ તે વખતે ચીનના સૈનિકોને ખદેડી દીધા હતા.

ભારતીય જવાનોએ તે વખતે ચીનના સૈનિકોને ખદેડી દીધા હતા.


ગલવાન બાદ પેંગોગ લેક નજીક લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પાસે ચીને ભારતીય સરહદમાં ઘુસણખોરીના પ્રયાસો વધાર્યા અને ભારતીય લશ્કરે સમયસર પગલાં લઇને ચીનને માત આપી અને તેમની ચાલ ધૂળ ભેગી કરી દીધી.છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત ચીને ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતનું વલણ મક્કમ છે જેને પગલે ચીનના સૈનિકોને પાછી પાની કરવી પડી છે. LAC પર સંજોગો તાણ ભર્યાં છે અને આ સંજોગોમાં અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપી છે.

અમેરિકાના વિદેશ મંત્રીલાયે જણાવ્યું કે તેઓ આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છે અને શાંતિપૂર્ણ સમાધાનની અપેક્ષા રાખી  રહ્યા છે. આ પહેલાં પણ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ઘણી વાર કહ્યું છે કે બેઈજિંગ પોતાના પાડોશીઓ અને અન્ય દેશો સાથે ઘણું આક્રમક બનીને ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે.



અમેરિકાના વિદેશ મંત્રાલયના મતે તાઈવાન સ્ટ્રેઈટથી શિનજિયાંત, દક્ષિણ ચીન સમુદ્રથી હિમાલય સુધી સાયબર સ્પેકને લઈને ઈન્ટલ ઓર્ગેનાઈઝેશન સુધી, તેઓ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કામ કરી રહ્યા છીએ. ચીન પોતાના જ લોકોને દબાવી રહ્યું છે અને તેના પાડોશીઓને ધમકાવવા માંગે છે. આ તમામ ઉશ્કેરણીઓનો એક જ રસ્તો હોઈ શકે, બેઈજિંગ સામે મક્કમ રીતે ઉભા રહેવુ.


29 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ચીને ત્રણ વખત એલએસીમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. પ્રથમ વખત ચીને 29-30 ઓગસ્ટની રાત્રે પેંગોગ વિસ્તારમાં ઘુસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ તે વખતે ચીનના સૈનિકોને ખદેડી દીધા હતા. 31 ઓગસ્ટના રોજ પણ ચીનના સૈનિકોએ હેલ્મેટ ટોપ પર ફરી દુઃસાહસ કર્યું અને ત્યારે પણ ભારતીય લશ્કરના જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.

1લી સપ્ટેમ્બરના ચીનની સેનાના જવાનો પોતાના ચેપુજી કેમ્પથી આગળ વધવા માંગતા હતા. ભારતીય લશ્કરને આ વાતનો અંદાજ આવી ગયો હતો. ભારતીય સેનાની તૈયારીને જોતા ચીનને પણ પાછી પાની કરવી પડી હતી.લશ્કરની બહાદુરી અને સતત ચાંપતી નજરને પગલે ચીનના સૈનિકો તેમના કેમ્પમાં પરત ફર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2020 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK