લોન રિકવરી માટે મસલમૅનનો ઉપયોગ ન કરવા સામે બૅન્કોને ચેતવણી

Published: 7th December, 2012 07:23 IST

કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગઈ કાલે ચેતવણી આપતાં કહ્યું હતું કે જે બૅન્કો લોનની રિકવરી માટે મસલમૅન કે અનિચ્છનીય તત્વોનો ઉપયોગ કરશે એની સામે કડક પગલાં ભરવામાં આવશે.


રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન બોલતાં ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે ‘જે બૅન્ક લોનની રિકવરી માટે મસલમૅન કે અનિચ્છનીય તત્વોનો ઉપયોગ કરતી હોય તો મહેરબાની કરીને મને એની જાણ કરવી. આ બૅન્ક સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.’

ચિદમ્બરમે કહ્યું હતું કે ‘મેં સરકારી માલિકીની બૅન્કોના વડાઓને કહી દીધું છે કે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)નું પ્રમાણ નીચે આવે કે ઉપર જાય પણ લોનની રિકવરી સન્માનનીય રીતે થવી જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK