PM મોદી સાથે જુઓ ચંદ્રની સપાટી પર Chandrayaan 2નું લેન્ડિંગ
ભારતના ચંદ્રયાન 2 મિશનને લઈ દેશ આખો ઉત્સાહિત છે. ચંદ્રયાન 2 એ અત્યાર સુધીના પોતાના બધા જ તબક્કા સફળતાપૂર્વક પાર કરી લીધા છે. અને હવે ચંદ્રયાન 2 થોડાક જ દિવસમાં ચંદ્ર પર લેન્ડ કરશે. ત્યારે તમે પણ પીએમ મોદીની સાથે બેસીને ચંદ્રયાનને ચંદ્રની સપાટી પર લેન્ડ થતું જોઈ શકો છો. આ માટે એક ઓનલાઈન ક્વિઝ શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન ક્વિઝનના આધારે દરેક રાજ્યના બે વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે બેસીને આ ઈવેન્ડ જોવા માટે સિલેક્ટ કરાઈ રહ્યા છે.
ચંદ્રયાન 2 સ્પેસક્રાફ્ટે સફળતાપૂર્વક 20 ઓગસ્ટના રોજ લ્યૂનાર ઓર્બિટમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતનું બીજું મોટું મૂન મિશન ચંદ્રયાન 2 હવે 1 સપ્ટેમ્બરે બીજી લ્યૂનાર ઓર્બિટમાં પ્રવેશ કરશે. બાદમાં રવિવારે સ્પેસક્રાફ્ટ ફાઈનલ ઓર્બિટમાં પ્રવેશ કરશે. તે ચંદ્રની સપાટી પરના લ્યૂનાર પોલ પરના 100 કિલોમીટર દૂરથી પસાર થશે. ઈસરોએ કહ્યું છે કે લેન્ડર 2 સપ્ટેમ્બરે ઓર્બિટરમાંથી નીકળીને ચંદ્રની આસપાસ 100 કિમી * 30 કિમીમાં પ્રવેશ કરશે. બાદમાં 7 સપ્ટેમ્બર 2019ના રોજ તે ચંદ્રના સાઉથ પોલાર રિજન પર સોફ્ટ લેન્ડ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ
ઈસરોના ચેરમેને કહ્યું કે ચંદ્રયાન 2 સ્પેસક્રાફ્ટનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ખૂબ મહત્વની પળ છે. ઈસરોએ પહેલા ક્યારેય આવું નથી કર્યું. સ્પેસ ક્રાફ્ટની સ્થિતિને સતત મોનિટર કરાઈ રહી છે. ચંદ્રયાન 2 ઉપગ્રહે 14 ઓગસ્ટે પોતાની મુસાફરી શરૂ કરી હતી. ઈસરોના કહેવા પ્રમાણે ચંદ્રયાન 2ની સાથે ભારતનું મુખ્ય મિશન ટેક્નોલોજી નિર્મામ કરવાનું અને શોધવાનું છે. તેમાં સોફ્ટ લેન્ડિંગ અને લ્યૂનાર સરફેસ પર ચક્કર મારવા પણ સામેલ છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો આ મિશનનું લક્ષ્ય ચંદ્ર વિશે વધુ માહિતી ભેગી કરવાનું છે. તેના દ્વારા સ્થળની માહિતી, ખનીજ વિજ્ઞાન, સપાટી પરની રાસાયણીક રચના, થર્મો-બૌતિક વિશેષતા અને વાતાવરણ વિશે ગાઢ અભ્યાસ કરાશે. તેનાથી ચંદ્રના મૂળ અને વિકાસને સારી રીતે સમજી શકાશે.


