Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સજાને બિલાડીએ બનાવી દીધી મજા, લાખો લોકોએ જોયો વીડિયો

સજાને બિલાડીએ બનાવી દીધી મજા, લાખો લોકોએ જોયો વીડિયો

06 October, 2019 03:13 PM IST | મુંબઈ

સજાને બિલાડીએ બનાવી દીધી મજા, લાખો લોકોએ જોયો વીડિયો

મળો આ સ્માર્ટ બિલાડીને...

મળો આ સ્માર્ટ બિલાડીને...


ટ્વિટર પર આજકાલ એક બિલાડીનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે શેર કરવામાં આવેલા આ વીડિયોને બે દિવસમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. અને તેને હજારો રીટ્વીટ અને લાઈક્સ મળી ચુક્યા છે. 12 સેકન્ડનો આ વીડિયો તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે, અને બિલાડીની અકડ જોઈને તમે તેના ફેન થઈ જશો.

જુઓ શું કર્યું બિલાડીએ...
પાળીતી બિલાડીઓને અનુશાસન શીખવવા માટે અથવા તો તાલિમ આપવા માટે પાણીના સ્પ્રેયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સામાન્ય રીત છે કે આંખો પર પાણી છાંટવાથી તે નિયંત્રણમાં રહે છે. જો કે આ બિલાડીએ તેની ઐસી કી તૈસી કરી નાખી. અને તેનાથી બિલાડીના માલિકે એવું પણ લખવું પડ્યું કે- આ સજા કામ નથી કરી રહી.




આ બિલાડી સ્માર્ટ નીકળી અને તે આંખમાં સ્પ્રે મારવામાં આવ્યો તો મોઢું ખોલીને પાણી પી રહી છે. વીડિયો જોઈને એ કહેવું પડે કે બિલાડી જીનીયસ છે.

અન્ય યૂઝર્સે શેર કર્યો પોતાનો અનુભવ
આ વીડિયો ટ્વિટર પર આવતા જ વાયરલ થઈ રહ્યો છે. માત્ર 15 કલાકમાં તેને લાખો વ્યૂઝ મળ્યા હતા. અને લોકો પણ તેમની બિલાડી સાથેની ઘટનાનો વીડિયો શેર કરી રહ્યા છે. બાકીના લોકો બિલાડીના વખાણ કરી રહ્યા છે.



Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 03:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK