Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇલેક્શનના સમયગાળામાં દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત

ઇલેક્શનના સમયગાળામાં દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત

27 March, 2019 08:40 AM IST |

ઇલેક્શનના સમયગાળામાં દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત

દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત

દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત


લોકસભા ઇલેક્શનના સમયગાળામાં ચૂંટણી આચારસંહિતાનું કડકાઈથી પાલન થવું ખૂબ જરૂરી હોય છે ત્યારે વિવિધ એજન્સીઓની કામગીરી ચાકચૌંધ ફરી વળતી જોવા મળી રહી છે. આજે જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ ખબર મળી રહ્યા છે કે દેશભરમાં લગભગ રૂ. 540 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી પણ લગભગ રૂ. ૬ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દેશભરમાં વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા ૨૫ માર્ચ, ૨૦૧૯ સુધીમાં વિવિધ સ્વરૂપે લગભગ રૂ. 540 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં આશરે રૂ. ૬ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૌથી વધુ સંપત્તિ તામિલનાડુ (૧૦૭.૨૪ કરોડ), ઉત્તર પ્રદેશ (૧૦૪.૫૩ કરોડ) અને આંધ્ર પ્રદેશ (૧૦૩.૪ કરોડ)માંથી જપ્ત કરવામાં આવી છે.



આ પણ વાંચો : જયા પ્રદાનો BJPમાં પ્રવેશ: ઉત્તર પ્રદેશના રામપુરમાંથી લડશે ચૂંટણી


ગુજરાતમાં જપ્ત થયેલી ૬ કરોડની સંપત્તિમાં ઉલ્લેખનીય છે કે ૧.૭૪ લાખ લિટર દારૂની જપ્તી મુખ્ય છે, જેની કિંમત ૪.૭૭ કરોડ જેટલી છે. દારૂબંધી ધરાવતા રાજ્યમાં નશાખોરીની બેહાલી શી છે એ આ આંકડા પ્રતિબિંબિત કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 08:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK