આ ભાઈ પાસે છે દુનિયાનું સૌથી મોટું મોતી, વજન ૨૭.૬૫ કિલો, કિંમત ૭ કરોડ

Published: May 11, 2019, 11:33 IST | કેનેડા

કૅનેડામાં રહેતા ૩૪ વર્ષના અબ્રાહમ રેયસ નામના ભાઈને વારસામાં તેમનાં કાકી પાસેથી એક જાયન્ટ સાઇઝનું મોતી મળ્યું હતું. આ મોતીનું વજન ૨૭.૬૫ કિલો જેટલું છે.

કૅનેડામાં રહેતા ૩૪ વર્ષના અબ્રાહમ રેયસ નામના ભાઈને વારસામાં તેમનાં કાકી પાસેથી એક જાયન્ટ સાઇઝનું મોતી મળ્યું હતું. આ મોતીનું વજન ૨૭.૬૫ કિલો જેટલું છે. આ મોતી હાલના સૌથી મોટા લાઓત્સે મોતી કરતાં ચારગણું વધારે છે. આ મોતીની સાઇઝ લિટરલી એક બાળક જેટલી મોટી છે. વ્હાઇટ અને ક્રીમ કલરનું આ મોતી અંદાજે ૧૦૦૦ વર્ષ જૂનું હોવાની સંભાવના છે. ૧૯૫૯માં અબ્રાહમ રેયસના દાદાએ ફિલિપીન્સના એક માછીમાર પાસેથી ખરીદેલું અને અબ્રાહમની કાકીને ગિફ્ટ કરી દીધું હતું. એ દેખાવમાં જરાય પર્લ જેવું લાગતું ન હોવાથી તેના પરિવારજનોને અંદાજ જ નહોતો કે તેમના ઘરમાં અતિકીમતી મોતી છે. જિયોલૉજિકલ નિષ્ણાતોના મતે આ મોતી લગભગ ૭ કરોડ રૂપિયા કે એથી વધુની કિંમતનું છે.

આ પણ વાંચોઃ સોશ્યલ મીડિયા પર છવાઈ સેલ્ફી વિથ કૉક્રૉચ ચૅલેન્જ

જ્યારથી આ વાતની ખબર પડી છે એ પછી અબ્રાહમે આ મોતી ૨૨ કૅરેટના પાનમાં જડીને સાચવ્યું છે. અબ્રાહમને આ મોતી વેચીને રોકડી કરી લેવાની કોઈ ઉતાવળ નથી. એને બદલે તે એને જુદા-જુદા મ્યુઝિયમમાં મૂકીને લોકોને આ મોતી બતાવવા માગે છે. તેનું કહેવું છે કે દુનિયાને પણ ખબર હોવી જોઈએ કે આવડું મોટું મોતી પણ અસ્તિત્વમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK