નરીમાન પૉઇન્ટ સાથે બોરીવલીને જોડતા વૉટર પ્રોજેક્ટનો માર્ગ મોકળો

Published: 1st December, 2012 07:52 IST

નરીમાન પૉઇન્ટ તથા બોરીવલીને જોડતા ઇનલૅન્ડ વૉટર ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ ર્બોડ (એમપીસીબી) તથા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા આયોજિત કરવામાં આવેલી પબ્લિક હિયરિંગ કોઈ પણ જાતના વધુ પડતા વિરોધ વિના પાર પડી હતી.


આગામી ત્રણથી ચાર મહિનામાં આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી જશે. આ સુનાવણી વખતે ફિશરમૅન કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા જેમણે હોવરક્રાફ્ટની સતત અવરજવરને કારણે ઑઇલ ઢોળાવાને લીધે થનારા વૉટર પોલ્યુશન વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. એથી પર્યાવરણને લગતી તમામ બાબતોને ધ્યાનમાં લીધા બાદ જ પ્રોજેક્ટના અમલીકરણની વિનંતી તેમણે કરી હતી.

સબબ્ર્સના રહેવાસીઓ માટે બાંદરામાં આવેલી સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા, તો પરેલના સોશ્યલ સર્વિસ લીગ હૉલમાં સેન્ટ્રલ તથા સાઉથ મુંબઈના રહેવાસીઓ માટે સુનાવણી રાખવામાં આવી હતી. મુંબઈ (શહેર)ના કલેક્ટર ચંદ્રશેખર ઓક તથા એમએસઆરડીસીના અધિકારી બિપિન શ્રીમાળી પણ હાજર રહ્યા હતા. આ પબ્લિક હિયરિંગનો રર્પિોટ એમપીસીબી મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ઍન્ડ ફૉરેસ્ટ (એમઓએફએફ)ને અંતિમ મંજૂરી માટે મોકલાવવામાં આવશે. આગામી ત્રણથી ચાર મહિનામાં ઇનલૅન્ડ વૉટર ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટને મંજૂરી મળી જશે એમ એમએસઆરડીસીનાં સૂત્રોએ જણાવ્યું છે.

મુંબઈ મરીન ટાઇમ ર્બોડના માર્ગદર્શન મુજબ રૂટની યોજના બનાવવામાં આવી છે.  વળી પૅસેન્જર ટર્મિનસ માટે પુલ બનાવવામાં આવશે એથી જમીનના પુરાણની પણ આવશ્યકતા નહીં રહે. નેવિગેશન ચૅનલ તેમ જ હોવરક્રાફ્ટને કારણે જો ફિશરમૅનની જાળીને નુકસાન થાય તો એની તમામ ભરપાઈ પણ કરી આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK