સરકારે વિદેશમાં કાળાં નાણાં ધરવાતા 627 લોકોની યાદી સુપ્રીમ કોર્ટને સોંપી

Published: 29th October, 2014 06:20 IST

કેન્દ્ર સરકારે આખરે સ્વિસ બેંકોમાં કાળા નાણાં ધરાવતા બેંક એકઉન્ટ ધરાવનારા તમામ 627 ભારતીયોના નામ સુપ્રીમ કોર્ટને સુપરત કર્યા હતાં. સરકારે 2006 સુધીના નામોની યાદી અને આ લોકો વિરૂદ્ધ અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહીનો સ્ટેટસ રિપોર્ટ પણ અદાલતને સોંપ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે સીલબંધ ખોલવાનો ઈનકાર કર્યો હતો અને SIT પાસેથી નવેમ્બરના અંત સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો.


black moneyનવી દિલ્હી : તા. 29 ઓક્ટોબર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે યાદીમાં એસએસબીસી બેંકની બિનીવા બ્રાંચમાં ખાતા ધરાવનારા ભારતીયોના જામ સામેલ છે, ફ્રાંસની સરકાર તફથી ભારત સરકારને આપવામાં આવ્યા હતાં.

ગઈ કાલે સરકારે વિદેશોમાં કાળા નાણાં ધરાવતા 8 લોકોના નામ જાહેર કર્યા હતા. નારાજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લેતા બુધવાર સુધીમાં તમામ નામોની યાદી સોંપવાનો સખ્તાઈપૂર્વક આદેશ કર્યા બાદ સરકાર યાદી સોંપવા મજબુર બની હતી. રામ જેઠમલાણી જેવા દેશના વરિષ્ઠ ધારાસાસ્ત્રી અને રાજકીય પક્ષોએ પણ કેન્દ્રની મોદી સરકારની ટીકા કરતા માત્ર 8 નહીં પણ તમામ નામ જાહેર કરવા દબાણ કર્યું હતું. અંતે અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે તમામ ખાતાધારકોના નામ 27 જૂનના રોજ SITને આપી દેવામાં આવ્યા હતાં, જેને 29 ઓક્ટોબર બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

સરકારે આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં ત્રણ સીલબંધ કવર સોંપ્યા હતાં. જેમાંથી પહેલા કવરમાં કાળા નાણાંની માહિતી અંગે અન્ય દેશો સાથે થયેલી સંધીના દસ્તાવેજો હતાં. બીજા કવરમાં વિદેશમાં કાળા નાણાં ધરાવતા ખાતેદારોના નામ હતાં. અને છેલ્લા અને ત્રીજા કવરમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીનો સ્ટેટસ રિપોર્ટ હતો.

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આજે કુલ 627 ભારતીયોના નામની યાદી સોંપવામાં આવી હતી જેઓ વિદેશી બેંકોમાં કાળાં નાણાં ધરાવે છે. આ યાદીમાં દેશના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગગૃહો, રાજકારણીઓ સહિતના અનેક મોટા માથા સામેલ હોવાનું કહેવાય છે. જોકે સુપ્રીમ કોર્ટે હાલ આ સીલબંધ કવર ખોલવાનો સ્પષ્ટ ઈનકાર કર્તો હતો અને આ મામલે તપાસ કરી રહેલી SITને નવેબર મહિનાના અંત સુધીમાં રિપોર્ટ સોંપવાનો હુકમ ફરમાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કવરમાં વર્ષ 2006 સુધીની યાદી છે. જેના કારણે સ્વિસ અધિકારીઓએ આ બાબતે જાણકારી આપવાનો એમ કહેતા ઈનકાર કરી દીધો હતો કે આ ઈનપુટ્સ ચોરીની જાણકારીના આધારે મેળવવામાં આવેલા છે. ઉલ્લેખનીય છે કે એસએસબીસી બેંકમાંથી આ યાદી તેના કોઈ ભૂતપૂર્વ કર્મચારીએ વર્ષ 2006માં ચોરી લીધી હતી. જે ફાંન્સે વર્ષ 2011માં ભારતને સોંપી હતી.

એસએસબીસી બેંકની આ યાદીમાં ચાર પ્રકારની સૂચનાઓ છે. જેમાં નામ, સરનામાં, એકઉન્ટ નંબર અને ખાતામાં રહેલી જમા રકમનો સમાવેશ થાય છે. શરૂઆતમાં નામ અને સરનામાં મળ્યા બાદ 136 લોકો અને પ્રતિષ્ઠાનોના એકાઉન્ટ હોવાની વાતનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK