Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગોવાના જંગલોમાં દેખાયા આવા અનોખા મશરૂમ, રાતે આના પ્રકાશથી ચમકે છે પહાડ

ગોવાના જંગલોમાં દેખાયા આવા અનોખા મશરૂમ, રાતે આના પ્રકાશથી ચમકે છે પહાડ

14 September, 2020 04:12 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ગોવાના જંગલોમાં દેખાયા આવા અનોખા મશરૂમ, રાતે આના પ્રકાશથી ચમકે છે પહાડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમે અનેક પ્રકાર મશરૂમ જોયા હશે અને ખાધા પણ હશે. પણ શું તમે ક્યારે પ્રકાશ આપતાં મશરૂમ વિશે સાંભળ્યું છે? તમને થોડુંક અજીબ લાગશે, પણ આ વાત હકીકત છે કે મશરૂમની એક એવી પણ પ્રજાતિ છે જે પ્રકાશ આપે છે. આ મશરૂમને બાયો લ્યૂમિનિસેન્ટ કહેવાય છે. પ્રકાશ આપતાં આ દુર્લભ મશરૂમ ગોવાના જંગલોમાં જોવા મળ્યા છે.

ગોવાના મ્હાડેઈ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં પ્રકાશ આપતાં આ દુર્લભ પ્રજાતિના મશરૂમ મળ્યા છે. રાતના અંધારામાં આ મશરીમ સામાન્ય લીલાં, રિંગણ કલરમાં ચમકે છે. આ મશરૂમની સૌથી ખાસ વાત એ છે કે દિવસમાં આ સામાન્ય મશરૂમ જેવા દેખાય છે, પણ રાત થતાં જ આમાંથી પ્રકાશ નીકળવા લાગે છે.વન્ય જીવ વિશેષજ્ઞોની આ પ્રજાતિને માઇસેના જીનસ કહે છે.



ગોવાના મ્હોડેઇ વાઇલ્ડલાઇફ સેંચુરીમાં આ મશરૂમ મોટા ભાગમાં છે. આમ તો આવા અનોખા મશરૂમને શોધવ વધારે મુશ્કેલ કામ નથી, પણ જંગલમાં રાતના સમયે ફરવાનું હોય.. જંગલમાં આ મશરૂમને મોટા થવા માટે પર્યાપ્ત ભેજની જરૂર છે. આની સાથે જ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવા જોઇએ.


ગોવામાં બિચોલિમ તાલુકાના મેનકુરેમ વિસ્તારના સંસ્કૃતિ નાયક જંગલોમાં ફરવા ગઈ હતી, જ્યાં તેમણે સૌથી પહેલા આ ચમકતાં મશરૂમ જોયા. આ વાતની માહિતી તેમણે વન વિભાગને આપી. ત્યાર પછી વૈજ્ઞાનિકોએ તસવીરો લીધી અને રિસર્ચ કર્યું.

સંસ્કૃતિએ જણાવ્યું કે તેમણે એવા મશરૂમ વિશે પહેલાથી કોઇ જ માહિતી નહોતી. તેમણે કહ્યું કે જ્યારે મેં પહેલી વાર રાતે ચળકતાં મશરૂમ જોયા તો ચોંકી ગઇ. આમાં લીલા કલરનો પ્રકાશ આવી રહ્યો હતો, તે મારાથી રહેવાયું નહીં અને નજીક જઇને જોયું. ત્યાં તે સામાન્ય-લીલા કલરનો પ્રકાશ આવતો હતો. જ્યારે દિવસમાં કોઇ જ પ્રકાશ દેખાતો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 04:12 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK