યુવતીને બાઇક પર લિફ્ટ ઑફર કરીને તેનો હાથ જ પકડી લીધો

Published: 20th December, 2012 02:52 IST

કેઈએમ હૉસ્પિટલ પાસેના છેડતીના બનાવમાં આરોપીની ધરપકડમહિલાઓ સામે કરવામાં આવતા ગુના વિરુદ્ધ એક તરફ આખા દેશમાં રોષની લાગણી પ્રસરી છે ત્યારે ભીડવાળા પરેલમાં કેઈએમ હૉસ્પિટલના રસ્તા પર બે યુવાનોએ બાવીસ વર્ષની એક યુવતીની જાતીય સતામણી કરી હતી. એમાંથી એક યુવાનની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બીજો ભાગી ગયો હતો. પરેલમાં રહેતી આ યુવતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે સાડાનવ વાગ્યે હું ઑફિસ જવા બસસ્ટૉપ તરફ જઈ રહી હતી ત્યારે હૉસ્પિટલની સામે એક યુવાને પોતાની બાઇક પાર્ક કરી અને બીજો યુવાન પાછળ ઊભો રહ્યો હતો. હું ત્યાંથી પસાર થઈ ત્યારે બાઇકવાળાની બાજુમાં ઊભેલા માણસે મારો હાથ પકડીને કહ્યું કે આ, ગાડી પર બૈઠ, તુઝે છોડ દેતા હૂં. આ બનાવથી હું ખૂબ ગભરાઈ ગઈ અને તેને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગઈ. મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓને કારણે હું બહુ ડરી ગઈ એટલે મેં મદદ માટે મારા ભાઈને બોલાવ્યો હતો.’

પોતાના મિત્રો સાથે ભાઈએ તરત ઘટનાસ્થળ પર પહોંચીને એક આરોપીને પકડી પાડ્યો હતો, જ્યારે બીજો ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો. નજીક ઊભેલો કૉન્સ્ટેબલ યુવતી તથા તેના ભાઈને પાસેના ભોઈવાડા પોલીસ-સ્ટેશનમાં લઈ ગયો હતો. પોલીસે આ કેસમાં ૨૬ વર્ષના ઇમરાન શેખની ધરપકડ કરી હતી. યુવતીએ કહ્યું હતું કે આ બનાવથી હું બહુ ગભરાઈ ગઈ છું એટલે હવેથી મારો ભાઈ મને બસસ્ટૉપ સુધી મૂકવા આવશે. આરોપી વિરુદ્ધ મહિલાના વિનયભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. તેને આજે ર્કોટમાં રજૂ કરવામાં આવશે.

કેઈએમ = કિંગ એડ્વર્ડ મેમોરિયલ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK