હવે બેસ્ટની બસનો સમય જાણો એસએમએસથી

Published: 14th October, 2011 20:28 IST

હવે માત્ર એક એસએમએસ (શૉર્ટ મૅરેજ સર્વિસ)થી તમે તમારી બેસ્ટ (બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) અન્ડરટેકિંગની બસનો આવવા-જવાનો ચોક્કસ સમય જાણી શકો એવી અત્યાધુનિક જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) બેસ્ટ લાવી રહી છે.

 

બેસ્ટના જનરલ મૅનેજર પ્રકાશ ગુપ્તાએ કહ્યું હતું કે જે રીતે મુસાફરો ૧૩૯ નંબર પર એસએમએસ કરીને ટ્રેનના સમયની જાણકારી મેળવે છે એવી જ રીતે તેઓ બેસ્ટની બસના સમયની જાણકારી પણ મેળવી શકશે.

જીપીએસ પ્રોજેક્ટના પ્રથમ ચરણમાં બસની અંદર જ એવાં સાધનો ફિટ કરવામાં આવશે જે બસ અત્યારે કયા સ્થળે છે એની જાણકારી સૅટેલાઇટથી ત્યાર બાદના સ્ટેશન પર પહોંચાડશે. બીજા ચરણમાં આ સમગ્ર જાણકારી સેન્ટ્રલ બસસ્ટૅન્ડને મોકલશે. જો કોઈ મુસાફર તેની બસના આવવા-જવાના સમયની જાણકારી એસએમએસથી માગશે તો સેન્ટ્રલ બસસ્ટૅન્ડ અત્યારે બસ ચોક્કસ ક્યાં સુધી પહોંચી છે અને આગામી કેટલી મિનિટમાં ચોક્કસ બસસ્ટૅન્ડ પર પહોંચશે એની માહિતી આપી શકશે. અત્યાર સુધી ૧૪૦ નૉન-એસી બસ પર એની ટ્રાયલ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આગામી જૂન સુધી બેસ્ટ એના આ પ્રોજેક્ટના પ્રથમ ચરણની અમલબજાવણી કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK