વિશ્વ આરોગ્ય સંગઠને (World Health Organization) કહ્યું છે કે કોરોના જેવી ખતરનાક તો નહીં પરંતુ તેના જેવી એક અન્ય વિકટ સમસ્યાના કગાર પણ આપણે ઊભા છીએ. WHO તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો આપણે નહીં સંભાળીએ તો મેડિકલ ક્ષેત્રની એક સદીની મહેનત બરબાદ થઈ જશે. WHOને વધી રહેલા એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ (Antimicrobial Resistance) અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ એવી સ્થિતિ છે જ્યારે કોઈ સંક્રમણ કે ઘાવ માટે બનાવવામાં આવેલી દવાની અસર ઓછી થઈ જાય છે. આનો સીધો મતલબ એવો થાય કે સંક્રમણ કે ઘાવ માટે જવાબદાર વિષાણુ તેના ખાત્મા માટે બનેલી દવાથી ઇમ્યુન થઈ રહ્યા છે. એટલે કે તેમના પર આ દવાની અસર નથી થઈ રહી. દવા સામે વિષાણુ પોતાને મજબૂત બનાવી લે છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ અને રોગોથી લડવાની ક્ષમતાને ખતરામાં નાખી રહી છે.
Antimicrobial resistance (AMR) is a global health crisis.
— WHO African Region (@WHOAFRO) November 21, 2020
It occurs when we misuse, overuse or abuse medicines like antibiotics.
We need you to Resist the Resistance – and that means looking after your health. #ResistAMR #WAAW2020
Find out how here ▶️ https://t.co/iS0xAb5ZmA pic.twitter.com/R1Js7MnCFO
WHOના મતેએન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ વધવું એક કોવિડ-19ની જેમ જ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી કહેવામાં આવ્યું કે આનાથી આરોગ્ય ક્ષેત્રે એક સદીની મહેનત બેકાર થઈ શકે છે.
WHOના ડિરેક્ટર જનરલ ટ્રેડોસ અધાનોમ ધેબ્રેસસે (Tedros Adhanom Ghebreyesus) આને આપણા સમયના સૌથી મોટા સ્વાસ્થ્ય ખતરામાંનું એક ગણાવ્યું હતું. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ત્યારે થાય છે જ્યારે બીમારી ફેલાવતા વિષાણુ વર્તમાન દવા સામે ઇમ્યુન થઈ જાય છે, જેમાં એન્ટિબાયોટિક, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ સારવાર સામેલ છે. જે સામાન્ય ઈજા અને સામાન્ય સંક્રમણને પણ ઘાતક રૂપમાં બદલી શકે છે.
તેમણે ઉમેર્યું કે, મનુષ્યો અને કૃષિ કામ સાથે જોડાયેલા પશુઓમાં પણ આવી દવાઓના વધારે ઉપયોગને કારણે તાજેતરના વર્ષોમાં રેજિસ્ટન્સ વધ્યું છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ભલે એક મહામારી ન લાગે પરંતુ તે એટલી જ ખતરનાક છે. આ મેડિકલ પ્રગતિની એક સદીની મહેનતને ખતમ કરી નાખશે. અનેક સંક્રમણની સારવાર શક્ય નહીં બને, જે આજકાલ સરળતાથી થઈ રહી છે.
ચીનમાં તો સસલાં અને ઉંદરોએ ફેલાવ્યો કોરોના
20th February, 2021 11:59 ISTવિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતો કોરોનાનું મૂળ શોધવા સીધા ચીનના વુહાનમાં પહોંચશે
13th January, 2021 09:09 ISTફાઇઝરની રસીને ઇમર્જન્સી યુઝ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી મંજૂરી
2nd January, 2021 09:20 ISTવિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીઃ કોરોના એ છેલ્લી મહામારી નહીં
28th December, 2020 13:50 IST