સ્માર્ટ ફોન-ટૅબ્લેટના જમાનામાં અલાર્મ ક્લૉક સૌથી ટકાઉ ચીજ

Published: 9th November, 2012 05:09 IST

મોટા ભાગના લોકો રોજબરોજના જીવનમાં અલાર્મ ક્લૉકને આઇફોન અને ફ્લૅટ ટીવી સ્ક્રીન કરતાં પણ સૌથી ટકાઉ ચીજ માને છે. બ્રિટનમાં હમણાં જ થયેલા સર્વેમાં આ રસપ્રદ હકીકત બહાર આવી હતી. આધુનિક જમાનામાં કઈ ચીજવસ્તુઓ અને ગૅજેટ્સ વિના ચાલી શકે નહીં એ જાણવા માટે કરવામાં આવેલા સર્વેમાં ડિજિટલ અલાર્મને સૌથી જરૂરી ગૅજેટ્સ માનવામાં આવ્યું હતું. સરેરાશ ઘરોમાં જે ૧૦ ઉપકરણો સૌથી લાંબા સમય સુધી ટકે છે, તેમાં અલાર્મ ક્લૉક ઉપરાંત ટોસ્ટેડ સૅન્ડવિચ મેકર, કૅલક્યુલેટર, ઇલેક્ટ્રિક નાઇફનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, હજી પણ એવા લાખો પરિવારો છે, જ્યાં જૂના વખતની વિડિયો કૅસેટ પ્લેયરનો રેગ્યુલર ઉપયોગ થાય છે. બ્રિટનવાસીઓ જે ટૉપ-૧૦ ગૅજેટ્સને અનિવાર્ય માને છે અને જેના વિના ચાલી શકતું નથી, તેમાં સ્માર્ટ ફોન, બ્રૉડબૅન્ડ, ટીવી અને લૅપટૉપ ટૉપ પર છે. ડીવીડી = ડિજિટલ વિડિયો ડિસ્ક

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK