Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Air Indiaની મહિલા પાઇલટની ટીમે કોઇપણ પુરુષ વગર ભરી ઉડાણ, રચ્યો ઇતિહાસ

Air Indiaની મહિલા પાઇલટની ટીમે કોઇપણ પુરુષ વગર ભરી ઉડાણ, રચ્યો ઇતિહાસ

10 January, 2021 01:59 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Air Indiaની મહિલા પાઇલટની ટીમે કોઇપણ પુરુષ વગર ભરી ઉડાણ, રચ્યો ઇતિહાસ

Air Indiaની મહિલા પાઇલટની ટીમે કોઇપણ પુરુષ વગર ભરી ઉડાણ, રચ્યો ઇતિહાસ (તસવીર સૌજન્ય ANI)

Air Indiaની મહિલા પાઇલટની ટીમે કોઇપણ પુરુષ વગર ભરી ઉડાણ, રચ્યો ઇતિહાસ (તસવીર સૌજન્ય ANI)


વિશ્વના સૌથી લાંબા હવાઇ માર્ગ પર કોઇપણ પુરુષ પાઇલટ વગર મહિલા પાઇલટની ટીમ ઉડાણ ભરવા માટે તૈયાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ફ્લાઇટમાં ફક્ત મહિલા પાઇલટની ટીમ શનિવારે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો શહેરથી બૅંગ્લુરૂ માટે ઉડાણ ભરશે. ઍરલાઇન માટે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઍર ઇન્ડિયાની ઉડાઉ ઉત્તરી ધ્રુવ પર શનિવારના ઉડાન ભરશે, એટલાંટિક માર્ગ લેતા બૅગ્લુરૂ સુધી આવશે.

પુરીએ ટ્વિટર પર જણાવ્યું કે બધી મહિલા પાઇલટમાં કૅપ્ટન ઝોયા અગ્રવાલ, કૅપ્ટન થનમાઇ પપાગરી, કૅપ્ટન આકાંક્ષા સોનાવને અને કૅપ્ટન શિવાની મનહસ સામેલ છે. જણાવવાનું કે સેન ફ્રાન્સિસ્કો અને બૅંગ્લુરૂ વચ્ચે હવાઇ અંતર વિશ્વમાં સૌથી વધુ છે.




પુરીએ કહ્યું કે ઍર ઇન્ડિયાની મહિલા શક્તિ વિશ્વભરમાં ઉંચી ઉડાણ ભરવા માટે તૈયાર છે. જણાવવાનું કે ઉડાણ AI176 સંયુક્ત રાજ્ય અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કોથી શનિવારે 8.30 વાગ્યે (સ્થાનિક સમય) પર રવાના થશે અને આ સોમવારે સ્થાનિક સમયાનુસાર સવારે 3.45 (સ્થાનનિક સમય) કૅમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર ઉતરશે.


ઍર ઇન્ડિયાનાં મહિલા પાયલટોની ટીમ આ સૌથી લાંબા માર્ગથી ઉડાન ભરવા જઈ રહી છે. ઍર ઇન્ડિયાની આ ટીમ સૈન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરી અને લગભગ 16 હજાર કિલોમિટરની સફર કાપીને નવ જાન્યુઆરીના રોજ બેંગલુરુ પહોંચશે.

ઍર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરી ધ્રુવની ઉપરથી ઉડાન ભરવું બહુ મુશ્કેલ છે અને ઍરલાઇન કંપનીઓ આ માર્ગ પર પોતાના સર્વશ્રેષ્ઠ અને અનુભવી પાયલટોને મોકલે છે. ઍર ઇન્ડિયાએ આ કામ માટે જે ટીમ બનાવી છે તેમાં માત્ર મહિલાઓ છે. કૅપ્ટન ઝોયા અગ્રવાલ આ ઉડાનના કમાંડિંગ અધિકારી છે. કૅપ્ટન અગ્રવાલ અને તેમની ટીમનાં સાથી ઇતિહાસ રચવા માટે ઉત્સાહિત હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 01:59 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK