આકાશમાં જામશે મોદી vs રાહુલનો જંગ, પતંગોમાં છવાયો રાજકીય રંગ

Jan 08, 2019, 20:29 IST

ઉત્તરાયણના હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને લોકો પતંગ અને માંજાની ખરીદીમાં લાગ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીનો જંગ આકાશમાં પણ જોવા મળશે. મોદી અને રાહુલના પતંગો બજારમાં ધૂમ મચાવી રહી છે.

આકાશમાં જામશે મોદી vs રાહુલનો જંગ, પતંગોમાં છવાયો રાજકીય રંગ
આકાશમાં જામશે રાજકીય દાવપેચ

ઉત્તરાયણને થોડા દિવસો બાકી છે અને લોકો પતંગ અને માંજાની ખરીદીમાં લાગ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના પતંગો પણ માર્કેટમાં આવ્યા છે. પતંગોને જોતા લાગે છે કે આકાશમાં પણ રાજકીય દાવપેચ જામશે.

આ વર્ષે માર્કેટમાં નવા-નવા પતંગ માર્કેટમાં આવ્યા છે. આ વર્ષે આકર્ષણમાં જોવા જઈ તો પતંગમાં વિવિધ પિક્ચર કે, ફોટા વાળી પતંગોએ ખાસ આકર્ષણ જમાવી રહ્યાં છે. મોટુ-પતલુ, ડોરેમોન, છોટા ભીમ સહિતના કાર્ટૂન કેરેકટરના પતંગ માર્કેટમાં આવ્યા છે. સાથે લોકસભા ચૂંટણીની અસર પતંગ બજારમાં પણ જોવા મળી રહી છે. પતંગો ઉપર ખાસ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ફોટો સાથેના પતંગોએ આકર્ષણ જગાવ્યું છે. આવી પતંગો ઉપર મોદી vs રાહુલ સહિતની પતંગો આકર્ષણ જમાવી રહી છે, આમ ઉત્તરાયણના દિવસે આકાશમાં નરેન્દ્ર મોદીનો પતંગ અને રાહુલ ગાંધીના પતંગ વચ્ચે પેચ લડતો દેખાશે. ઉપરાંત આ સાથે પતંગ ઉપર બેટી બચાવો બેટી બઢાઓ સહીતના પતંગો પણ જોવા મળી રહેલ છે.

આ પણ વાંચોઃ ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર-અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીથી અકસ્માતની શકયતાઓ વધારે રહેતી હોવાથી આ વર્ષે પણ ચાઈનીઝ દોરી અને ટુક્કલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે તો પણ કેટલાક વેપારીઓ હાનિકારક દોરી અને ટુક્કલ વેચી રહ્યાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK