Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામપાલ પછી ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ સિંહનો વારો?

રામપાલ પછી ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ સિંહનો વારો?

24 November, 2014 06:06 AM IST |

રામપાલ પછી ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ સિંહનો વારો?

રામપાલ પછી ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ સિંહનો વારો?



ram rahim



મોદી સરકાર દેશમાં અચ્છે દિન લાવે કે ન લાવે, પરંતુ કોર્ટની સક્રિયતાથી ભગવાન બની બેઠેલા બાબાલોગના બુરા દિન શરૂ થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. તાજેતરમાં હરિયાણાના વિવાદાસ્પદ સ્વયંભૂ ગૉડ બાબા રામપાલ સામે કાનૂની કાર્યવાહી કર્યા બાદ હવે હરિયાણામાં જ માનવધરમની ધજા ફરકાવી રહ્યાનો દાવો કરતા ડેરા સચ્ચા સૌદાના વિવાદાસ્પદ ચીફ ગુરમીત રામ રહીમ સિંહ સામે પંચકુલાની CBI કોર્ટે રેપ અને મર્ડરના કેસમાં ઝડપી કાર્યવાહી કરવાના સંકેતો આપ્યા છે.

૧૫ નવેમ્બરે કોર્ટે આદેશ કર્યો હતો કે બાબા રામ રહીમ વિરુદ્ધ ડેરાનિવાસી યુવતી પર રેપના કેસની હવે પછીની સુનાવણી ૨૯ નવેમ્બરે અને બે મર્ડરના કેસની સુનાવણી ૬ ડિસેમ્બરે થશે. બાબા રામ રહીમ સામેના આ કેસો જૂના છે. ૧૫ નવેમ્બરની સુનાવણીમાં કોર્ટના આદેશથી બાબાએ વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં હાજરી પુરાવી હતી.

૧૪ નવેમ્બરે રામ રહીમ સામેની નવી અરજીની સુનાવણીમાં જજે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘કોર્ટ બાબાઓના આદેશોથી નથી ચાલતી. બની બેઠેલા બાબાલોગ પોતાની જાતને શું સમજે છે? અદાલતો ન્યાયાધીશો અને કાયદાથી ચાલે છે, કોઈ બાબાથી નહીં.’

તાજેતરમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં આ બાબાએ BJPને ટેકો આપવાનું જાહેર કર્યું હતું તેથી વિરોધી પાર્ટીઓ હવે સરકારની પણ ટીકા કરી રહી છે.  

સતલોક આશ્રમનાં લૉકરો ખાલીખમ

સતલોક આશ્રમમાંથી હરિયાણા પોલીસે ૫૦,૦૦૦ લાકડીઓ અને ૯ રાઇફલો જપ્ત કરી હતી. રામપાલના સતલોક આશ્રમના અનેક દરવાજા ઇલેક્ટ્રૉનિક હતા અને ખાસ પાસવર્ડથી ખૂલતા હતા અને લૉકરો પણ પાસવર્ડથી ખૂલ્યાં હતાં. જોકે લૉકરો ખાલી હતાં. પોલીસે રામપાલની બુલેટપ્રૂફ જૅકેટ, લક્ઝરી બસ સહિત ૮૮ વાહનો જપ્ત કર્યા છે અને એક ટૅન્કરમાંથી ૧૨૦૦ લિટર કેરોસીન મળ્યું છે. કમાન્ડોનાં ૪૦૦ યુનિફૉર્મ અને આઠ હાર્ડ ડિસ્ક પણ મળી છે. આશરે સાડાત્રણ લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2014 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK