Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આ હસ્તીઓનું ભાવિ આજે વોટિંગ મશીનમાં લૉક થશે

આ હસ્તીઓનું ભાવિ આજે વોટિંગ મશીનમાં લૉક થશે

13 December, 2012 03:26 AM IST |

આ હસ્તીઓનું ભાવિ આજે વોટિંગ મશીનમાં લૉક થશે

આ હસ્તીઓનું ભાવિ આજે વોટિંગ મશીનમાં લૉક થશે


કેશુભાઈ પટેલ જીપીપીના પ્રમુખ ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી પહેલી વખત સક્રિય રાજકારણમાં આવનારા ગુજરાતના આ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ઇલેક્શન લડે છે. આ અગાઉ તે ૧૯૯૫ અને ૧૯૯૮માં આ બેઠક પરથી જીતી ચૂક્યા છે. ડૉ. કનુભાઈ કળસરિયા ગુજરાત પરિવર્તન મંચના પ્રમુખ નરેન્દ્ર મોદીના ઔદ્યોગિક વિચારોને બ્રેક મારવાનું કામ કરીને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા જમીન સંપાદને સુપ્રીમ કોર્ટમાં પડકારી, નિરમાના સિમેન્ટ પ્લાન્ટને ભાવનગરમાં આવતો અટકાવનારા ડૉ. કનુભાઈ કળસરિયા આ વખતે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાંથી ઇલેક્શન લડી રહ્યા છે. નવા સીમાંકન મુજબ ડૉ. કનુભાઈ કળસરિયા સામે ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે ઇલેક્શન લડવું પડે એવા સંજોગો હતા, પણ કનુભાઈની લોકપ્રિયતા જોઈને સૌરભ પટેલે પોતાનો મતવિસ્તાર બદલાવવો પડ્યો છે. દિલીપ સંઘાણી કૃષિપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત બનવાની દિશામાં ધીમે પણ મક્કમ ડગલે આગળ વધી રહેલા ગુજરાત સરકારના કૃષિપ્રધાન દિલીપ સંઘાણી સામે ૪૯૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. સંઘાણીની ઇચ્છા મતવિસ્તાર બદલાવવાની હતી, પણ નરેન્દ્ર મોદીએ તેમને પરવાનગી નહીં આપતાં હવે તે પોતાના ઑરિજિનલ મતવિસ્તાર અમરેલીમાંથી ઇલેક્શન લડી રહ્યા છે. દિલીપ સંઘાણી સામે કૉન્ગ્રેસના પરેશ ધાનાણી ઇલેક્શન લડી રહ્યા છે. મહેન્દ્ર મશરૂ જૂનાગઢના બીજેપી ધારાસભ્ય કળયુગના નરસિંહ મહેતા ગણાતા જૂનાગઢ જિલ્લાના મહેન્દ્ર મશરૂ આ અગાઉ પાંચ વખત વિધાનસભા ઇલેક્શન જીતી ચૂક્યા છે. પોતાની આ પાંચ ટર્મ દરમ્યાન તેમણે વિધાનસભ્ય તરીકેનો કોઈ પગાર લીધો નથી કે એક પણ પ્રકારનાં ભથ્થાં સ્વીકાર્યા નથી. મહેન્દ્ર મશરૂ છઠ્ઠી વખત વિધાનસભા જીતશે એવું માનનારો બહોળો વર્ગ છે. શક્તિસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા ભાવનગર (ગ્રામ્ય) બેઠક પરથી ઇલેક્શન લડી રહેલા શક્તિસિંહ ગોહિલે માત્ર સરકાર બને એ માટે નહીં, પણ જો બીજેપીની સરકાર બને તો પોતાનું વિરોધ પક્ષના નેતાનું પદ જળવાયેલું રહે એ માટે પણ આ બેઠક પરથી જીતવાનું છે. આ બેઠક પર તેમની સામે કોળીનેતા અને ગુજરાતના ફિશરીઝ ડિપાર્ટમેન્ટના પ્રધાન પરસોતમ સોલંકી લડી રહ્યા છે. પરસોતમ સોલંકી મત્સ્યપ્રધાન ૪૦૦ કરોડનું માછીમારી ક્ષેત્રનું કૌભાંડ અને નવું સીમાંકન ગુજરાતના આ કોળી આગેવાનને નડી શકે છે. અધૂરામાં પૂરું, સામે પોતાના અંગત મિત્ર એવા શક્તિસિંહ ગોહિલ જેવા સ્ટ્રૉન્ગ કૅન્ડિડેટ પણ છે. પરસોતમ સોલંકીની ઇચ્છા ભાવનગર (ગ્રામ્ય) બેઠક પરથી ઇલેક્શન લડવાની નહોતી પણ નરેન્દ્ર મોદીના આગ્રહને કારણે તેમણે અહીંથી ઇલેક્શનમાં ઝુકાવવું પડ્યું છે. વજુભાઈ વાળા નાણાપ્રધાન સતત છ વખત રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી જીતનારા વજુભાઈ વાળા બીજેપીના પાયાના સિદ્ધાંતોને અને પાર્ટીલાઇનને હંમેશાં વફાદાર રહ્યા છે. વજુભાઈ છેલ્લાં સાડાદસ વર્ષથી નાણાપ્રધાનપદ પર સ્થિર છે. જો વજુભાઈ આ વખતે જીતશે તો તેમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ મળી શકે એવી શક્યતા છે, પણ આ બેઠક પર ટક્કર આપવા માટે હવે જીપીપી પણ છે. ગોરધન ઝડફિયા જીપીપીના મહામંત્રી કેશુભાઈ પટેલને બહાર લાવી મોદી સામે બળવો પોકારાવવાનું કામ કરવામાં જેમનો સૌથી મોટો ફાળો છે એ ગોરધન ઝડફિયા ૨૦૦૨ પછી પહેલી વાર વિધાનસભાનું ઇલેક્શન લડી રહ્યા છે. રખિયાલના વિધાનસભ્ય રહી ચૂકેલા ગોરધનભાઈ આ વખતે ગોંડલમાંથી ઇલેક્શન લડી રહ્યા છે. ગોંડલમાં તેમને બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજા અને એનસીપીના કરન્ટ વિધાનસભ્ય ચંદુભાઈ વઘાસિયાનો સામનો કરવાનો છે. વિઠ્ઠલ રાદડિયા કૉન્ગ્રેસના સંસદસભ્ય માથાભારે લેઉવા પટેલ તરીકે પ્રસ્થાપિત થયેલા વિઠ્ઠલ રાદડિયા મૂળ ધોરાજીના છે અને એટલે જ સંસદસભ્ય હોવા છતાં આ વખતે તે ધોરાજી બેઠક પરથી વિધાનસભાનું ઇલેક્શન લડી રહ્યા છે. તેમની સામે મૂળ ધોરાજીના અને બીજેપીના પોરબંદરના ભૂતપૂર્વ સંસદસભ્ય હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અજુર્ન મોઢવાડિયા કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ જેમ શક્તિસિંહ માટે અસ્તિત્વનો પ્રશ્ન છે એમ જ અજુર્ન મોઢવાડિયા માટે પણ આ જીત અસ્તિત્વની લડાઈ સમી છે. અજુર્ન મોઢવાડિયા સામે બીજેપીએ પોતાના ૨૦૦૨ના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબુભાઈ બોખિરિયાને ટિકિટ આપી છે. બાબુભાઈ મેર કૉમ્યુનિટીમાં સારું વર્ચસ્વ ધરાવે છે એટલે અજુર્નભાઈને આ વખતે ખરી ટક્કર મળી રહી છે. અજુર્નભાઈ હારશે તો તેમણે ગુજરાત કૉન્ગસેનું પ્રમુખપદ ગુમાવવું પડશે એ નક્કી છે. કાંધલ જાડેજા એનસીપી ઉમેદવાર પોતાના ક્રાઇમ કેસને કારણે સતત ન્યુઝપેપરમાં ચમકતા રહેલા કાંધલ જાડેજાને આ વખતે એનસીપીએ કુતિયાણા બેઠક પરથી ટિકિટ આપી છે. કાંધલની સામે બીજેપીએ છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવતા કરસન ઓડેદરાને ટિકિટ આપી છે. આ ઇલેક્શનમાં કાંધલ જીતશે તો તેની એક નવી કરીઅર શરૂ થશે, જેની માટે કાંધલ તનતોડ મહેનત કરી રહ્યો છે. અલબત્ત, કાંધલને અટકાવવા માટે કરસન ઓડેદરાએ પણ આકરી મહેનત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2012 03:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK