Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહેલા જ દિવસે 82 ફ્લાઇટ્સ રદ, સાવચેતી સાથે ઘરેલુ વિમાન સેવા શરૂ

પહેલા જ દિવસે 82 ફ્લાઇટ્સ રદ, સાવચેતી સાથે ઘરેલુ વિમાન સેવા શરૂ

25 May, 2020 01:36 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પહેલા જ દિવસે 82 ફ્લાઇટ્સ રદ, સાવચેતી સાથે ઘરેલુ વિમાન સેવા શરૂ

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ


બે મહિનાના લાંબા લૉકડાઉન બાદ સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સેવા શરૂ થઈ ગઈ છે. ઇન્દિરા ગાંદી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી આજે કુલ 243 ફ્લાઇટ્સનું સંચાલન થવાનું છે. જેમાં 118 ફ્લાઇટ્સ આવનારી છે તો 125 અહીંથી જનારી ફ્લાઇટ્સ છે.આ ફ્લાઇટ્સમાં મુંબઇ અને કોલકાતા વગેરેની કુલ 82 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જણાવીએ કે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (Airports Authority of India)એ પહેલા જ બધાં ઍરપોર્ટ માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉટોકૉલ (SOP) જાહેર કરી દીધું હતું જેથી કેટલીક સાવચેતીઓ અને નિયમોનું કડકાઇથી પાલન થઈ શકે.

82 ફ્લાઇટ્સ રદ
પહેલા જ દિવસે રાષ્ટ્રીય રાજધાનીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ પરથી આજે રવાના થનારી કુલ 243 ફ્લાઇટ્સમાંથી 82 રદ કરી દેવામાં આવી છે. આ બાબતે પ્રવાસીઓમાં ખૂબ જ ગુસ્સો છે. તેમણે ફરિયાદ કરી છે કે તેમને કોઇપણ પ્રકારની પૂર્વસૂચના આપવામાં આવી નહોતી અને ઍરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરી દીધી.



તૈયાર થયું હિંડન ઍરપોર્ટ
હિંડન ઍરપોર્ટ પરથી પણ સોમવારે સાંજે ઍર ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે. સાંજે 4.45 વાગ્યે હિંડનથી 17 પ્રવાસીઓને લઈને વિમાન હુબલી માટે ઉડાન ભરશે. હિંડન સિવિલ ટર્મિનલથી ઍરફ્લાઇટ્સ શરૂ કરવાને લઈને સોમવાર સવારથી તૈયારીઓ થઈ રહી છે. આખા પરિસરને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે નિયમ બનાવવામાં આવ્યા છે. પરિસરમાં બધાંની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. સામાન્ય સ્વાસ્થ્ય તપાસ પછી જ હવાઇ સફરની પરવાનગી આપવામાં આવશે. તો, ગંતવ્ય પર પહોંચ્યા પછી બધાં જ પ્રવાસીઓને 14 દિવસ માટે ક્વૉરંટાઇન કરી દેવામાં આવશે.


ઍરપોર્ટ પર આવાગમન
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટના ટર્મિનલ 3થી દેશના વિભિન્ન સ્થળો માટે જુદી ઍરલાઇન્સ માટે જુદાં જુદાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. સાથે જ પ્રવાસીઓ માટે ફૂડ સ્ટૉલ પણ ખોલી દીધા છે. નક્કી કરવામાં આવેલી ફ્લાઇટ્સ આજે સવારે 4.45 વાગ્યે દિલ્હીથી મહારાષ્ટ્રમાં પુણે માટે પહેલી ફ્લાઇટ દ્વારા રવાના થઈ તો સવારે ગુજરાતના અમદાવાદ એરપોક્ટ પર દિલ્હીથી રવાના થયેલી ફ્લાઇટ લેન્ડિંગ કરાવવામાં આવી. જણાવીએ કે સવારે દ વાગ્યા સુધી અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઇ, મુંબઇથી સાત વિમાનોની લેન્ડિંગ દિલ્હી ઍરપોર્ટ પર થઈ.

સતર્કતા સાથે પ્રવાસ
સંપૂર્ણ સતર્કતા અને સાવચેતી સાથે ઘણાં સમય પછી ડોમેસ્ટિંક ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. દિલ્હી-ભુવનેશ્વર વિસ્ચાર ફ્લાઇટમાં જતા પ્રવાસીઓએ પોતાની સુરક્ષા માટે ફેસ શીલ્ડનો ઉપયોગ કર્યો. ફ્લાઇટમાં જતાં BJD સાંસદ અનુભવ મોહંતીએ કહ્યું કે, "બજેટ સત્રના સમયથી દિલ્હીમાં હતો. હવે હું મારા પોતાના રાજ્ય ઓરિસ્સા જઈ રહ્યો છું."


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2020 01:36 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK