પૉન્ડિચેરી પોલીસે ૪૩ વર્ષના એક શખ્સની ધરપકડ કરી છે. તેના પર ફેસબુક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો સંદેશો મૂકવાનો આરોપ છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો મને કોઈ પાંચ કરોડ રૂપિયા આપે તો હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છું.’
સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકવાના મામલે પોલીસે આર્યનકુપ્પમ ગામના એક વ્યક્તિને ગુરુવારે પકડી પાડ્યો હતો. હાલમાં તેને જેલભેગો કરી દેવાયો છે. પૉન્ડિચેરી પોલીસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું નામ સત્યાનંદમ છે અને તે રિયલ એસ્ટેટનું કામ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં તેના પર ઇપીકોની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. ગુરુવારે એક કારચાલકે આ સંદેશો જોયો હતો એથી તેણે તુરત જ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.
મેટ્રો મૅન હશે કેરલાના બીજેપીના મુખ્ય પ્રધાનના ઉમેદવાર?
5th March, 2021 11:55 IST2020-21માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર 8.5 ટકા વ્યાજ
5th March, 2021 10:47 ISTદેશમાં લોકોને રસી નથી મળતી અને વિદેશમાં સરકાર એનું દાન કરે છે : કોર્ટ
5th March, 2021 10:47 ISTકેટલાંક OTT પ્લૅટફૉર્મ્સ પર દર્શાવાતી પૉર્નોગ્રાફિક સામગ્રી મામલે સુપ્રીમ ચિંતિત
5th March, 2021 10:47 IST