ખતરોં કા ખિલાડી

Published: 28th October, 2014 05:24 IST

એક વાર વાઘ સાથે બાથંબાથી કરતી વખતે ખભો ખસી ગયો હોવા છતાં અને બ્લૅક લેપર્ડે નાક પર બચકું ભરી લીધું હોવા છતાં આ ભાઈ જંગલી પ્રાણીઓને ઘરમાં રાખે છે
અમેરિકાના ફ્લૉરિડામાં કાર્લ બોવાર્ડ નામનો જાંબાઝ જંગલની વચાળે આવેલા તેના ઘરમાં ૧૪ બિગ કૅટ્સ એટલે કે સિંહ, વાઘ, દીપડા, જંગલી બિલાડીઓ સાથે રહે છે. તેના કરતાં ઊંચા વાઘ સાથે તે બાથંબાથી કરે છે અને નાના વાઘ તેના પર ચડીને તેનું માથું પણ ચાટે છે. પાળેલા ડૉગી સાથે રમતો-ફરતો હોય એટલી સહજતાથી આ જંગલી પ્રાણીઓ સાથે તે રહે છે. આ પ્રાણીઓ તેના સ્પોર્ટ્સ-રૂમમાં, કિચનમાં અને બેડરૂમમાં પણ આવીને અડ્ડો જમાવે છે. એવું નથી કે આ બધાં જ પ્રાણીઓ બહુ ડાહ્યાંડમરાં છે. એક વાર એશિયન બ્લૅક લેપર્ડે તેના નાક પર બચકું ભરી લીધું હતું અને જાયન્ટ ટાઇગર સાથે રેસલિંગ કરતી વખતે તેનો ખભો ખસી ગયેલો. કાર્લ પ્રાણીઓના વેલ્ફેર માટેની સંસ્થા ચલાવે છે અને જે પ્રાણીઓ પર સિતમ થતો હોય એમને છોડાવીને તેના ઘરની આસપાસ બનાવેલા અભયારણ્યમાં રાખે છે. આશ્ચર્યની વાત એ છે કે કાર્લ પોતે આંશિક રીતે દૃષ્ટિ ગુમાવી રહ્યો છે. એમ છતાં તે જંગલી પ્રાણીઓને પોતાના હાથે ખવડાવવાનું અને એમની સાથે રમવાનું સાહસ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK