સરકાર સહયોગી પક્ષોને કરપ્શન માટે બલિનો બકરો બનાવી રહી છે

Published: 31st October, 2011 01:48 IST

તિરુવનંતપુરમ : બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગઈ કાલે યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કરપ્શન માટે આખી સરકાર જવાબદાર છે તો પણ એ ફક્ત સહયોગી પક્ષોને બલિનો બકરો બનાવી રહી છે.

મોંઘવારી અને ફુગાવા માટે વડા પ્રધાન મનમોહન સિંહની આલોચના કરતાં અડવાણીએ કહ્યું હતું કે દેશનું સુકાન આર્થિક બાબતોના એક્સપર્ટ સંભાળે છે અને આમ છતાં ફુગાવા અને ભાવવધારો અવિરતપણે વધી રહ્યો છે.
અડવાણીએ કહ્યું હતું કે ‘શરમજનક રીતે કૅશ ફૉર વોટ સ્કૅમના વ્હિસલ બ્લોઅર્સને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને જેમને લાભ થયો છે એ લોકોની તપાસ સુપ્રીમ ર્કોટના ઠપકા છતાં નથી થઈ. ખરા ગુનેગારો મુક્તપણે ફરી રહ્યા છે. આ જ પ્રૂવ કરે છે કે યુપીએ સરકાર આઝાદી પછીની સૌથી કરપ્ટ સરકાર છે.’


યુપીમાં કોઈ યુતિ નહીં


બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અમે એકલા હાથે ચૂંટણી લડીશું અને કોઈ પણ પક્ષ સાથે યુતિ નહીં કરીએ.

પોલીસનો આભાર

મદુરાઈની નજીક શક્તિશાળી પાઇપબૉમ્બ મળતાં અડવાણીએ પોતાની યાત્રાનો રૂટ બદલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બૉમ્બ શોધી કાઢવા માટે તામિલનાડુ પોલીસને અભિનંદન આપવાં જોઈએ, પરંતુ પોલીસે આ કૃત્ય કરનારાઓને શોધી કાઢવા જોઈએ. તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ તામિલનાડુ પોલીસને બૉમ્બકેસમાં સત્વર તપાસ કરીને ગુનેગારોને પકડવાનો આદેશ આપ્યો હતો.

 

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK