૧૦ વર્ષના છોકરા પર ૧૩ વર્ષની છોકરીને સગર્ભા બનાવવાનો આરોપ

Updated: Jan 26, 2020, 12:02 IST | Mumbai Desk

રોસિયા વન-ચૅનલ પરથી પ્રસારિત કરવામાં આવતા લાઇવ ટીવી શોના ઍન્કર આન્દ્રે માલખોવે બન્ને ઈવાન અને દાર્યા તથા તબીબી નિષ્ણાતો સાથે વાતો કરી હતી.

રશિયાના શેલેઝનોગોર્સ્ક શહેરમાં ૧૦ વર્ષના એક છોકરા ઈવાન પર ૧૩ વર્ષની છોકરી દાર્યાને સગર્ભા બનાવવાનો આરોપ મુકાતાં સનસનાટી મચી ગઈ છે. જોકે યુરોલૉજી અને એન્ડ્રોલૉજીના નિષ્ણાત ડૉક્ટર યેવજેની ગ્રેકોવના કહેવા મુજબ ઈવાનના જનનાંગોમાં શુક્રાણુ પેદા કરવાની ક્ષમતા નથી. દાર્યાએ તેનો બીજો કોઈ પણ સેક્સ્યુઅલ પાર્ટનર નહીં હોવાનું ભારપૂર્વક કહ્યું અને દાર્યાની એ વાતને મૉસ્કોના એક્સપર્ટ સાઇકોલૉજિકલ પ્રોફાઇલર સાચી ગણાવે છે. આ બધી સ્પષ્ટતા રશિયાના પૉપ્યુલર ટેલિવિઝન શોમાં કરવામાં આવી હતી. રોસિયા વન-ચૅનલ પરથી પ્રસારિત કરવામાં આવતા લાઇવ ટીવી શોના ઍન્કર આન્દ્રે માલખોવે બન્ને ઈવાન અને દાર્યા તથા તબીબી નિષ્ણાતો સાથે વાતો કરી હતી. ટીવી-શો માટે ઈવાનનું મેડિકલ એક્ઝામિનેશન કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે ઈવાનનું શરીર શુક્રાણુ પેદા કરી શકે એમ નથી.

તેના પરિવાર, પાડોશીઓ તથા તબીબી નિષ્ણાતોએ ટીવી-શોમાં સહેજ આશ્ચર્યજનક લાગે એવી ચર્ચા પણ કરી હતી. ઈવાનના ૪૦ વર્ષના પાડોશીએ કહ્યું હતું કે ૧૦ વર્ષના છોકરામાં શુક્રાણુ પેદા કરવાની ક્ષમતા ન હોય એ સ્વાભાવિક છે. એવા સંજોગોમાં દાર્યાના વધારે ઉંમરના અન્ય સેક્સ્યુઅલ પાર્ટનરે તેને સગર્ભા બનાવી હશે, પરંતુ એ લોકો દોષનો ટોપલો ઈવાન પર ઢોળવાનો પ્રયત્ન કરતા હશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK