પ્રિયંકા ચોપરા જોનાસે શનિવારે સવારે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે તેના નવા વર્ષની ઉજવણીની તસવીરો અને વીડિયોઝ શેર કર્યાં હતાં.
04 January, 2025 04:31 IST |Read More
નવા વર્ષની ઉજવણીને શુભ બનાવવા માટે દુનિયાભરમાં અલગ-અલગ પ્રકારની પરંપરા અપનાવવામાં આવે છે અને એમાંથી કેટલીક પરંપરાઓ ખરેખર આપણા દિમાગને ચકરાવે ચડાવી દે એવી હોય છે. આજે એવી પરંપરાઓની અહીં વાત કરી છે.
02 January, 2025 02:25 IST |Read More
નવા વર્ષના પ્રથમ દિને મોટાભાગે લોકો ધાર્મિક સ્થળે જઈને દર્શન કરતાં હોય છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે પણ ગુજરાત સહિત સમગ્ર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં માનવમહેરામણ ઊમટ્યું હતું. અહીં આ તસવીરોમાં ભક્તોની આસ્થાનાં દર્શન કરી શકાય છે.
02 January, 2025 11:12 IST |Read More
નવા વર્ષ 2025નો આજે પહેલો દિવસ છે. આ પ્રથમ દિવસે જ દેશભરના અનેક મંદિર, ચર્ચ અને પવિત્ર ધાર્મિક સ્થળોએ ભક્તોની ભાડે ભીડ પ્રાર્થના કરવા માટે ઉમટી પડી હતી. અહીં લોકોએ અનેક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને નવા વર્ષની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ ઉત્સવો સાથે કરી. (તસવીરો: મિડ-ડે)
01 January, 2025 04:18 IST |Read More
થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન એટલે ડ્રિન્ક્સ ખાણી-પીણી અને ડાન્સ. જોકે વર્ષની છેલ્લી ઘડીઓમાં દારૂ પીને ટલ્લી થઈ જવું અને નવા વર્ષનો સૂર્યોદય એ હૅન્ગઓવર ઉતારવામાં કાઢવો એ ભારતીય સંસ્કૃતિને છાજે એવું જરાય નથી. જૂના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનને કંઈક અર્થપૂર્ણ રીતે મનાવવા માટે કોઈક સામાજિક કે ધાર્મિક સદ્પ્રવૃત્તિ કરે છે તો કોઈક કુદરતમાં ઓતપ્રોત થઈને અંતરમનમાં ઝાંકવાની કોશિશ કરે છે. રાજુલ ભાનુશાલી, દર્શિની વશી અને જિગીષા જૈન શોધી લાવ્યાં છે એવા લોકોને જેઓ આ ન્યુ યર સેલિબ્રેશન દરમ્યાન પણ ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરે એવી ઉજવણીઓ કરે છે.
31 December, 2024 03:34 IST |Read More
નવા વર્ષના સ્વાગતમાં બધે જ દીવા, કંદીલ અને લાઇટિંગનો પ્રકાશ તો કૉમન છે જ; પણ આપણે ત્યાં નૂતન વર્ષને આવકારવા માટે અનેક પરંપરાઓ પણ સંકળાયેલી છે. દરેક સમાજ અને પરિવારની વર્ષોથી ચાલી આવતી જુદી-જુદી પ્રથાઓ હોય અને એની જુદી ખાસિયત હોય. ભલે એવું લાગતું હોય કે હવે પરંપરાઓ કોણ પાળતું હશે? પણ ના, હજીયે કેટલાક પરિવારો ખૂબ પ્રેમથી આ પૌરાણિક ચલણને આગળ ધપાવે છે. જાણીએ કેટલાક પરિવારોની નોખી-અનોખી પરંપરાઓ વિશે બેસતા વર્ષે અમે તાજાં ફૂલોની રંગોળી કરીએ : આરતી અંત્રોલિયાબોરીવલીમાં રહેતાં આરતી અંત્રોલિયાના ઘરે પણ બેસતા વર્ષના દિવસે કઠોળના ચોળાનું શાક બને. પોતાના ઘરની પરંપરા વિશે વાત કરતાં આરતીબહેન કહે છે, ‘દર વર્ષે બેસતા વર્ષના દિવસે અમે તાજાં ફૂલોની રંગોળી કરીએ. ફૂલ એટલે શુભ. તાજાં ફૂલો સાથે નવા વર્ષની શરૂઆત થાય એટલે આખું વર્ષ એવું જ તાજું અને સુગંધિત વીતે એવો એની પાછળનો આશય. દિવાળીના પાંચ દિવસ અમારા ઘરે પૂરી બને. પાંચ દિવસ અમે રોટલીનો તવો ન મૂકીએ. બેસતા વર્ષના દિવસે કઠોળના ચોળાનું શાક રસાવાળું શાક બને, ગોળ અને કોકમ નાખીને. ધનતેરસના દિવસે તો તેલનો તાવડો પણ ન મુકાય એટલે ઘીમાં ઘઉંની ગળી સેવ બને અને સાથે તીખા પૂડલા બને. મારાં સાસુ કાયમ કહેતાં કે સારા દિવસો હોય ત્યારે રોટલી કે ખીચડી નહીં બનાવવાની. ભાઈબીજ પછીની ત્રીજના દિવસે મારા સસરાનો જન્મદિવસ આવતો એટલે અમારા માટે દિવાળી છ દિવસની રહેતી. એ દિવસે પણ રોટલી કે ખીચડી ન બનતાં. ધનતેરસના લાપસી, કાળીચૌદશના વડાં બને. જોકે હવે હું કંકાસ નથી કાઢતી પરંતુ વડાં તો બનાવવાનાં જ. દિવાળીના દિવસે અમે બાટ બનાવીએ. એ ઘઉંના ફાડા જેવી જ વાનગી છે.’
02 November, 2024 05:15 IST |Read More
દિવાળી અને નવા વર્ષની ઉજવણી મોટા ભાગે પરિવાર સાથે જ થતી હોય. સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ પરસ્પર આપવાના આ પર્વમાં જો બીજાના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો એનો સંતોષ અતિશય મજાનો હોય છે. વારંવાર આવા સૅટિસ્ફૅક્શનનો સ્વાદ માણતા એવા લોકોને મળીએ જેમને દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં દિવ્યાંગો અને જરૂરિયાતમંદોની સાથે સુખની વહેંચણી કરવામાં મજા આવે છે દિવાળી આવે એટલે ઘર લાઇટિંગથી ઝગમગી ઊઠે, પરિજનો એકબીજા સાથે સમય વિતાવે અને આ પ્રકાશપર્વને સેલિબ્રેટ કરે. જોકે સમાજમાં એવા પણ લોકો છે જેમના માટે બે ટંકનો રોટલો રળવો મુશ્કેલ છે તો દિવાળીની ઉજવણી તો દૂરની વાત થઈ. આવા લોકો સાથે દિવાળીનું સેલિબ્રેશન કરીને તેમના જીવનને પ્રકાશિત કરવાનું કામ ઘણા લોકો કરે છે. જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ અને ફટાકડાની સાથે જરૂરી ચીજવસ્તુઓની લહાણી કરીને યુનિક રીતે દિવાળીનું સેલિબ્રેશન કરતા લોકોને મળીએ.- કાજલ રામપરિયા, સમીરા દેખૈયા પત્રાવાલા
02 November, 2024 04:56 IST |Read More
આજે દિવાળી બાદ નૂતન વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે BAPS સંસ્થાના તમામ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ થયો. આજે શાહીબાગ ખાતે પણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1100થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કર્યો હતો. આવો આ અન્નકૂટ ઉત્સવના દર્શન કરીએ
02 November, 2024 04:14 IST |Read More
New Year 2024 : સોશ્યલ મીડિયા સેન્સેશન ઓરી (Orry) સતત ચર્ચામાં હોય જ છે. ઓરીએ પોતાની આગવી સ્ટાઇલમાં નવા વર્ષ ૨૦૨૪નું સ્વાગત કર્યું હતું. ઓરીએ આર્યન ખાન (Aryan Khan), તાનિયા શ્રોફ (Aryan Khan), દિશા પટણી (Disha Patani) સહિતના સેલેબ્ઝ સાથે ન્યૂ યર ઉજવ્યું હતું. ઓરી તેની સિગ્નેચર સ્ટાઇલમાં પોઝ પણ આપ્યો હતો. જોઈએ તસવીરોમાં… (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
02 January, 2024 12:00 IST |Read More
મુંબઈ પોલીસે નવા વર્ષની રાત્રીએ સુરક્ષાના વિસ્તૃત પગલાંનું આયોજન કર્યું હતું. પોલીસે મુંબઈમાં તેમની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપરાંત 11,500 જેટલા પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા હતાં. તસવીરો/શાદાબ ખાન અને અનુરાગ આહિરે
01 January, 2024 09:25 IST |Read More
નવા વર્ષ 2024ને આવકારવા માટે રવિવારે સાંજે મરીન ડ્રાઈવ ખાતે વિશાળ ભીડ એકઠી થઈ હતી. દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે પણ લોકો 2023ના છેલ્લા સૂર્યાસ્તના સાક્ષી બન્યા હતા.
31 December, 2023 09:42 IST |Read More
પોતાની કેટલીક પરંપરાઓને લઈને ભારતને અંધવિશ્વાસનો દેશ માનવામાં આવે છે, પણ નવા વર્ષની ઉજવણીને લઈને દુનિયાભરના અલગ-અલગ ખૂણે ઘણી અંધવિશ્વાસુ પ્રથા જોવા મળે છે. એ અલગ વાત છે કે ત્યાંની પ્રજા માટે એ વિશ્વાસની વાત છે. આ વાંચવામાં તમને કદાચ સાવ વિચિત્ર લાગશે.
31 December, 2023 10:00 IST |Read More
મુંબઈ પોલીસે નવા વર્ષની પૂર્વસંધ્યા 2024 માટે વિસ્તૃત સુરક્ષા પગલાંનું આયોજન કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે તે મુંબઈમાં તેમની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપરાંત 11,500 જેટલા પોલીસ અધિકારીઓને તહેનાત કરશે.
30 December, 2023 09:49 IST |Read More
ગુડી પડવા (Gudi Padwa 2023)નિમિત્તે મુંબઈવાસીઓ પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરે છે. પરંપરાગત નવા વર્ષની શરૂઆત તરીકે મહારાષ્ટ્ર (Maharashtra)ના લોકો દ્વારા ગુડી પડવા ઉજવવામાં આવે છે. આ તહેવારનું નામ બે શબ્દો `ગુડી` પરથી પડ્યું છે જે ભગવાન બ્રહ્માનો ધ્વજ છે અને `પડવો` જે ચંદ્રના તબક્કાના પ્રથમ દિવસને દર્શાવે છે. ગિરગામ, દાદર, થાણે અને મુંબઈના અન્ય ભાગોમાં સમગ્ર શહેરમાં મહારાષ્ટ્રીયનો, પરંપરાગત પોશાક પહેરીને હિંદુ નવા વર્ષની ઉજવણી કરતી શોભાયાત્રામાં જોવા મળ્યા. (તસવીર/મિડ-ડે ફોટો ટીમ)
22 March, 2023 11:48 IST |Read More
બૉલિવૂડ સેલિબ્રિટીઓએ નવા વર્ષનું જોરદાર ધામધૂમથી સ્વાગત કર્યું હતું. કેટલાકે તેમના લવ વન સાથે નવા વર્ષની ઉજવણી કરી તો કેટલાકે તેમના પરિવાર સાથે નવું વર્ષ ઉજવ્યું. બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમના નવા વર્ષની ઉજવણી ખાસ રીતે કરી છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ માટે શેર કરી છે. ચાહકો આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટમાં તેમને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
01 January, 2023 09:22 IST |Read More
સુહાના ખાને તેની મમ્મી ગૌરી ખાન અને ફ્રેન્ડ્સ સાથે ન્યુ યરનું સ્વાગત કર્યું હતું. સુહાનાએ ગ્રે ડ્રેસ અને ગૌરીએ બ્લ્યુ શૉર્ટ્સ પહેર્યાં હતાં.
01 January, 2023 02:17 IST |Read More
સમગ્ર દેશમાં લોકોએ ધામધુમથી ઉજવણી કરી નવા વર્ષને આવકાર્યુ. કોઈએ મંદિર જઈ વંદન કરી નવા વર્ષની શરૂઆત કરી તો કોઈએ બિચ પર બિયર પીને તો કોઈ હાઉસ પાર્ટી કરી ધમાલ મચાવી. મુંબઈમાં શનિવારે રાત્રે શહેરના વિવિધ અગ્રણી સ્થળોએ નવા વર્ષને આવકારવા મુંબઈવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શહેરમાં બે વર્ષ પછી કોવિડ -19 પ્રતિબંધો વિના નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી કારણ કે મુંબઈ પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા વધારી હતી. તસવીર/મિડ-ડે ફોટો ટીમ
01 January, 2023 01:54 IST |Read More
ભલભલી મોટી ઇવેન્ટને ઝાંખી પાડે એવી ભભકાદાર અને તમામ સગવડો સાથેની લૅવિશ પાર્ટીથી લઈને બાળકોને જલસો પડે એવી સિમ્પલ ન્યુ યર પાર્ટીઓનું આયોજન મુંબઈની ગલી-ગલીમાં સોસાયટીઓ દ્વારા થાય છે. આજે તેમની પાર્ટી વિશે વિગતવાર જાણ્યા પછી બની શકે કે તમે પણ ન્યુ યર ઈવ માટે કોઈ રિસૉર્ટમાં જવાનું ભૂલીને ઘર આંગણે જ સેલિબ્રેશન કરતા થઈ જાઓ આજે ન્યુ યર ઇવ છે. ૨૦૨૨નો છેલ્લો દિવસ અને આજે સાંજે દરેક નાનામાં નાના રેસ્ટોરાંથી લઈને મોટી-મોટી ક્લબ સુધી બધું જ હાઉસ પૅક હશે. ડિસ્કો થૅક છોડો, મોટા-મોટા થીમ પાર્ક અને જુદી-જુદી ઇવેન્ટમાં ડીજેના તાલે લોકો થીરકશે. દારૂનો સમુંદર છલકાશે. રોડ ચક્કા જૅમ થઈ જશે. જે લોકો ગેટ-વે પર વર્ષોથી ન્યુ યર મનાવે છે તેમને તો ખબર છે કે ન્યુ યર ભલે ૧૨ વાગ્યે ઊજવવામાં આવે, પણ જો ખરેખર ગેટ-વે પહોંચીને જગ્યા સિક્યૉર કરી લેવી હોય તો ૨ કલાક ત્યાં વહેલું પહોંચાય એવો ટાર્ગેટ લઈને ઘરેથી નીકળવું પડે છે. જો ભૂલથી પણ સાંજે ૮-૯ વાગ્યે નીકળ્યા એમ વિચારીને કે ૨ કલાકમાં તો પહોંચી જ જઈશું તો એવા અડધાથી ઉપર લોકો તો ટ્રાફિકમાં ફસાઈને રોડ પર જ ન્યુ યર મનાવશે. નરીમાન પૉઇન્ટ અને ક્વીન્સ નેકલેસ પર તો ગાડી એવી તો ઠુકુક-ઠુકુક ચાલતી હોય છે કે લાગે કે આના કરતાં તો ચાલીને જલદી પહોંચી જઈશું. કાશ, એવો કોઈ ઑપ્શન હોત કે જે આ ટ્રાફિક પ્રૉબ્લેમથી બચાવી શકે ન્યુ યર માટે બેસ્ટ પાર્ટી ત્યારે કહી શકાય જ્યાં બાળકો માટે પ્લે-સ્ટેશન કે ફન-ફેર હોય, વૃદ્ધો માટે જુદી-જુદી રમતો હોય, યુવાનો માટે ડીજે હોય, ઍડલ્ટ્સ માટે ડ્રિન્ક કરી શકે એવી અલગથી જગ્યા હોય, ફૂડીઝ માટે ખાવાના બેસ્ટ ઑપ્શન હોય અને આ બધું જ પાછું એવી જગ્યાએ હોય જ્યાં જવામાં કે ત્યાંથી પાછા આવવામાં કોઈ તકલીફ ન થાય. આ બધી જ બાબતોનું ધ્યાન ત્યારે રાખી શકાય જ્યારે પાર્ટી આપણે જ્યાં રહીએ છીએ એ જ બિલ્ડિંગની અંદર હોય. સોસાયટીમાં જ પાર્ટી રાખી હોય તો ૩૧ તારીખની જેટલી તકલીફો છે એ બધી સૉલ્વ થઈ શકે છે. આવું માનીને મુંબઈની ઘણી સોસાયટી પોતાના બિલ્ડિંગમાં ન્યુ યર પાર્ટી રાખી રહી છે. પહેલો સગો તે પાડોશી અને સોસાયટીમાં રહેનારા બની જાય છે એક પરિવાર. ખુદના પરિવાર સાથે અને સોસાયટીના પરિવાર સાથે મળીને જો ન્યુ યર ઊજવવા મળે તો એ બેસ્ટ ઑપ્શન જ માની શકાય. આજે મળીએ કેટલીક એવી સોસાયટીઓને જે આ રીતે આજે ન્યુ યર ઊજવવાની છે.
31 December, 2022 02:09 IST |Read More
વર્ષ ૨૦૨૨ની વિદાયમાં માત્ર ગણતરીના કલાકો બાકી છે. ૨૦૨૨નું વર્ષ દરેકના જીવનમાં ઉતાર-ચડાવ, કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતઓથી ભરપૂર રહ્યું છે.. આપણા ઢોલિવૂડ સેલેબ્ઝના જીવનમાં પણ વર્ષ ૨૦૨૨માં અનેક યાદગાર પળ આવી. ૨૦૨૨ની યાદગાર પઠોને સમેટીને ૨૦૨૩ને વધાવવા તૈયાર છે આ સેલેબ્ઝ. ૨૦૨૨ કેવું રહ્યું અને શું છે નયૂ યર સેલિબ્રેશનના પ્લાન્સ તે જણાવે છે આપણા ઢોલિવૂડ સેલેબ્ઝ. મલ્હાર ઠાકર, પૂજા જોશી, ભૌમિક સંપટ, જીનલ બેલાણી, વિરલ શાહ અને તર્જની ભાડલા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરે છે ૨૦૨૨ની તેમની યાદગાર પળ અને ન્યૂ યર સેલિબ્રેશનના તેમના પ્લાન્સ. (તસવીરો : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
31 December, 2022 01:00 IST |Read More
કોરોનાની મહામારીને લીધે આખા સ્પોર્ટ્સ વિશ્વએ પણ કોઈ ને કોઈ રીતે લૉકડાઉનનો સામનો કરવો પડ્યો અને એ બે વર્ષના કપરા કાળ બાદ બધાએ અગાઉનાં વર્ષોની જેમ પરિવાર સાથે ભરપૂર આનંદથી દિવાળી ઊજવી અને સોશ્યલ મીડિયા પર કરોડો ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી. (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
26 October, 2022 12:58 IST |Read More
કોવિડ (હાલપૂરતો તો) ગયો, માસ્કે ગયા…રહી ગયો મિજાજ સેલિબ્રેશનનો. ઉત્સવપ્રિય માણસ એકેય તક છોડે ઉજવણીની? જોઈ લો ગઈ કાલે ગૂડી પડવાના તહેવાર નિમિત્તે મુંબઈ હોય કે થાણે કે પછી હોય નવી મુંબઈ બધે જ લોકોએ સરઘસો કાઢ્યાં અને એમાંય મરાઠી મુલગીઓ નવ વારીમાં બુલેટ પર તૈયાર થઈને નીકળી તો રીતસરનો છાકો પડી ગયો. (તસવીરો : શાદાબ ખાન, પી.ટી.આઇ.)
03 April, 2022 09:54 IST |Read More
ADVERTISEMENT