Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


નવરાત્રિ ઉત્સવ

મુંબઈના શ્રી કપોળ મહિલા મંડળનો આ વર્ષનો નવરાત્રિ ઉત્સવ પણ શાનદાર રહ્યો

મુંબઈની સંસ્થા શ્રી કપોળ મહિલા મંડળ દરવર્ષે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરે છે. આ વર્ષે પણ આ ઉત્સવે રંગ રાખ્યો. ચાલો જોઈએ લઇએ તસવીરી ઝલક

09 October, 2025 01:13 IST |

Read More

સોસાયટી નવરાત્રિ

મુંબઈની સોસાયટીઓમાં કેવી ઉજવણી થાય છે નવરાત્રિની?

મુંબઈની આ સોસાયટીઓમાં નવરાત્રિની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે. ગરબા, આરતીથી આગળ જઈને આધુનિક ટચ આપી ભક્તિ કરાય છે.

02 October, 2025 11:17 IST |

Read More

દુર્ગાષ્ટમીની ઉજવણી

પૂર્વનાં રાજ્યોમાં ઠેર-ઠેર મચી છે દુર્ગાષ્ટમીની ધૂમ

નવરાત્રિનો પર્વ હવે જ્યારે અંતિમ તબક્કામાં છે ત્યારે ગઈકાલે અષ્ટમી નિમિત્તે પૂર્વ રાજ્યોમાં દુર્ગાષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જુઓ તસવીરો

01 October, 2025 10:16 IST |

Read More

ધારા લહેરીએ આરતીની થાળી પર મહેંદી દ્વારા બનાવેલી ડિઝાઈન્સ

Navratri 2025: ભક્તિને મહેંદીથી આરતીની થાળી પર ઉતારે છે આ આર્ટિસ્ટ

નવરાત્રી, માતાજી શક્તિ અને તેમના સ્વરૂપની આરાધના કરવા માટેનો તહેવાર છે. માતાજીની આરાધના લોકો ઉપવાસ કરીને તો ગરબા કરીને અથવા તેમની પૂજા કરીને, એમ અનેક રીતે કરતાં હોય છે, ત્યારે દહીસરમાં રહેતા ધારા લહેરી પોતે મહેંદી આર્ટિસ્ટ છે, આ સિવાય તેઓ ડેકોરેશનનું પણ કામ કરે છે, તેમણે માતાજીના સ્વરૂપની પૂજા તેમની આરતીની થાળીને મહેંદીથી ડેકોરેટ કરીને કરે છે, તો જાણો તેમના વિશે વધુ...

29 September, 2025 08:52 IST |

Read More

પંચપરમેશ્વર મંદિરમાં ગરબાની ઝલક દર્શાવતી તસવીરો

60 વર્ષ જૂના પંચપરમેશ્વર મંદિરમાં ગરબા થાય છે ફક્ત મહિલાઓ માટે

થાણેના કિસન નગરમાં 60 વર્ષ જૂના પંચપરમેશ્વર મંદિરના પ્રાંગણમાં ખુલ્લી જગ્યા છે ત્યાં નવરાત્રી દરમિયાન અને દશેરાએ ફક્ત મહિલાઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. જાણો આ મંડળ વિશે વધુ...

29 September, 2025 04:21 IST |

Read More

નૃત્યશ્રી કથક એકેડેમીની બહેનો

મુંબઈ: નૃત્યશ્રી કથક એકેડેમીએ શાસ્ત્રીય નૃત્ય દ્વારા માતાજીની આરાધના કરી

મુંબઈમાં નવરાત્રિનો રંગ જામ્યો છે ત્યારે જીએસબી સેવા મંડળની શક્તિસ્વરૂપા માતાજીની આરાધના કરવાની રીત કંઈક નોખી છે. દહીંસરના જીએસબી સેવા મંડળ દ્વારા નવરાત્રિ દરમિયાન `દહીંસર દશેરા`ની ઉજવણી કરાય છે. આ વર્ષે પણ અહીં માતાજીની સ્થાપના કરાઈ છે અને આરાધના ચાલી રહી છે.

29 September, 2025 11:23 IST |

Read More

ગાંધીનગર કલ્ચરલ ફોરમે પાડી છે ગરબામાં અનોખી ભાત : દર વર્ષે નવરાત્રિની આઠમે મહાઆરતીમાં કરવામાં આવે છે આધ્યાત્મિક ફૉર્મેશન જેમાં હજારો ખેલૈયાઓ અને માઈભક્તો દીવડાથી આરતી ઉતારે છે ત્યારે રચાય છે અનોખી આકૃતિ

દીવડાઓની ઝળહળતી જ્યોતથી જ્યાં રચાય છે આદ્યશક્તિની અલૌકિક આકૃતિઓ

છેલ્લાં કેટલાંક વર્ષોથી નવરાત્રિમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધાર્મિકજનો આદ્યશક્તિની આઠમની રાહ જોતા હોય છે. લોકોના મનમાં એક પ્રકારે કુતૂહલ હોય છે કે આ વખતે કઈ આકૃતિ રચાશે અને કેવી દિવ્યતાનાં દર્શનનો લહાવો મળશે. આ કુતૂહલ થવું એટલા માટે હવે સ્વાભાવિક થઈ ગયું છે કેમ કે ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રિના ગરબામાં અનોખી ભાત પાડી છે. આઠમની રાતે  હજારો ખેલૈયાઓ તેમ જ માઈભક્તો હાથમાં કોડિયાં રાખીને એમાં દીવો પ્રગટાવે છે અને એકસાથે હજારો દીવડાઓની ઝળહળતી જ્યોતથી આદ્યશક્તિનું અલૌકિક ફૉર્મેશન રચાય છે જેના પગલે વાતાવરણમાં પવિત્રતાની સાથે જાણે માતાજીનાં સ્પંદનોની અનુભૂતિ થતી હોય એવો અહેસાસ તેમ જ દિવ્યતાનાં દર્શન થાય છે.

28 September, 2025 11:18 IST |

Read More

કોલકતામાં પૂજાતાં દુર્ગાસ્વરૂપની ઝલક

મા કલકત્તાથી આવ્યાં મુંબઈ..... ઘાટકોપરના શાહ પરિવારનું યુનિક ડેકોરેશન!

સમગ્ર દેશમાં શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. મુંબઈમાં પણ વિવિધ પંડાલોમાં દુર્ગાદેવીની પધરામણી થઇ છે. ઘાટકોપરમાં એક શાહ પરિવાર છે જે છેલ્લાં સાત વરસથી ઘરે ગરબાની સ્થાપના માટે યુનિક સજાવટ કરે છે. આ વર્ષે તેઓએ કોલકતામાં પૂજાતાં દુર્ગાસ્વરૂપની ઝલક બતાવી છે.

25 September, 2025 12:37 IST |

Read More

નીતા અંબાણીએ આ વર્ષે પણ ભારતીય કારીગરી અને સંસ્કૃતિની ભવ્યતાને દર્શાવતું લહેરિયું સાથે બનારસી લહેંગા પહેરવાનું પસંદ કર્યું હતું. (તસવીરો: ઇન્સ્ટાગ્રામ)

નીતા અંબાણીના લેહેરિયામાં નવદુર્ગાના નવ રંગો, અસ્સલ ગુજરાતી લુકમાં જાજરમાન અંદાજ

નવરાત્રીની ઉજવણીમાં ભક્તિ અને ગરબા સાથે હવે ફૅશનની પણ જોરદાર ચર્ચા થાય છે. તેમાં પણ જો અંબાણી પરિવારની વાત આવે તો તેમાં પારંપારિક પદ્ધતિ સાથે ફૅશનનું કૉમ્બિનેશન જોવા મળે. નવરાત્રીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દરમિયાન નીતા અંબાણીનો નવરાત્રી 2025 ના લુકની તસવીરો સામે આવી છે, જેણે દરેકને મોહિત કરી દીધા છે. (તસવીરો: ઇન્સ્ટાગ્રામ)

24 September, 2025 06:06 IST |

Read More

આજનાં વન્ડર વુમન છે રાજવી શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમનઃ રાજવી શાહની આ સિરામિક જ્વેલરી, તમારા દરેક આઉટફિટને આપશે એક અનોખો ટચ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બબૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજના આપણાં વન્ડર વુમન છે, સિરામિક આર્ટિસ્ટ રાજવી શાહ. જેઓ સિરામિક જ્વેલરી અને આર્ટ પીસ બનાવે છે.

24 September, 2025 03:30 IST |

Read More

ફાલ્ગુની પાઠક

ગરબા ક્વિન ફાલ્ગુની પાઠકે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગરબારસિકોને મોજ કરાવી

મુંબઈગરા માટે આ વર્ષની નવરાત્રિની ધમાકેદાર શરુઆત થઇ ગઈ છે. ગરબારસિકોને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠકે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મોજ કરાવી હતી.

24 September, 2025 12:09 IST |

Read More

નવરાત્રીને ધૂમ મચાવનારા ગુજરાતી લોકગીતોના રિમેક (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

નવરાત્રી 2025 ગરબા પ્લેલિસ્ટ: નવરાત્રીમાં ધૂમ મચાવનારા ગુજરાતી લોકગીતોના રિમેક

નવરાત્રી એટલે માત્ર ઉપાસના કે નૃત્ય નહીં, પરંતુ ગુજરાતના લોકસંગીતની આત્માને અનુભવાની અનોખી ક્ષણ. નવરાત્રી એટલે લોકસંગીતનો જીવંત મેળો. ગુજરાતના દરેક ખૂણે ગવાતા ગરબા અને લોકગીત પેઢી-દર-પેઢી આગળ વધેલી પરંપરા છે, જેને આજની યુવા પેઢી ડીજે બીટ્સ, સોશિયલ મીડિયા રીલ્સ અને બૉલિવૂડના મંચ પર નવા રંગે માણે છે. જૂના ગુજરાતી લોકગીતો આજકાલ નવી પેકેજિંગ, ફિલ્મી ધૂન કે ડીજે મિક્સ સાથે ફરીથી લોકપ્રિય બન્યા છે. ગુજરાતી લોકગીતોની વિશેષતા એ છે કે તે સમય સાથે જૂનાં નથી થતા, પણ નવા સંગીતકારો અને ફિલ્મો તેમને નવી રીતે રજૂ કરે છે. આ રીમેક ગીતો પરંપરાનો સ્વાદ જાળવી રાખીને આધુનિક તાલ સાથે લોકોને ઝૂમવા મજબૂર કરે છે. ગુજરાતના ખૂણે-ખૂણે ગવાતા લોકગીતો, ભજન અને ગરબા માત્ર પ્રાદેશિક નહીં, પરંતુ હવે નેશનલ પૉપ-કલ્ચરના ભાગ બની ગયા છે. બૉલિવૂડે પણ આ પરંપરાને આત્મસાત કરી અનેક ગીતોમાં ગુજરાતી સ્વાદ ભરી દીધો છે. પરિણામે, આજે નવરાત્રીમાં સાંભળાતા મોટા ભાગના ગરબા ગીતોમાં કે તો સીધો લોકગીતનો પ્રભાવ જોવા મળે છે અથવા તો તેનો રીમેક. ચાલો જાણીએ એવા કેટલાક ગીતો વિશે, જે આ નવરાત્રીમાં તમને ઝૂમવા મજબૂર કરી દેશે.

23 September, 2025 09:57 IST |

Read More

સાંજની કેટલીક ખાસ ક્ષણોમાંથી એક હતી અરુણ ગવળીની પત્ની આશા ગવળીનું ઉત્સવના આનંદમાં સામેલ થવું. (તસવીરો/ આશીષ રાજે)

નવરાત્રી 2025: અરુણ ગવળીની પત્નીએ વાજતે ગાજતે કર્યું અંબેમાતાનું સ્વાગત

રવિવારે રાતે, બકરી અડ્ડા નજીક રસ્તા પર વાજતે ગાજતે, જ્યારે અંબેમાતાની ભવ્ય યાત્રા દગડી ચૉલમાંથી નીકળી ત્યારે લોકોમાં હર્ષોલ્લાસનો માહોલ હતો. (તસવીરો/આશીષ રાજે)

22 September, 2025 05:14 IST |

Read More

ચાલો મળીએ આ ગરબા ગુરુઓને

વર્કિંગ લાઇફને બૅલૅન્સ કરીને આ ગરબાઘેલા લોકો નવરાત્રિ માટે બની જાય છે ગરબા ગુરુ

નવરાત્રિમાં ગરબાપ્રેમીઓને જ્યારે પૂછો હાઉ ઇઝ ધ જોશ તો નોકરી કરીને થાકેલા-પાકેલા હશે  અને જોશ હાઈ નહીં હોય તો પણ ગરબાનું નામ સાંભળતાં જ થઈ જશે. મુંબઈમાં એવા કેટલાક ગરબાઘેલા પ્રોફેશનલ્સ છે જેમના ગરબાનું નામ પડતાં જ પગ થિરકવા લાગે છે અને ગરબાના ગ્રાઉન્ડમાં જવા નોકરી અને પ્રોફેશનલ લાઇફને મૅનેજ કરવાની સાથે ગરબા શીખવતા પણ હોય છે. કામ કરીને આવ્યા બાદ ગરબા શીખવે અને નવરાત્રિના નવેનવ દિવસ રમવા પણ જાય એવા ખેલૈયાઓને મળીએ અને કેવી રીતે ઇમ્પૉસિબલ દેખાતી સ્થિતિને પૉસિબલ કરીને પૅશન અને પ્રોફેશનને બૅલૅન્સ કરે છે એ જાણીએ...

22 September, 2025 12:01 IST |

Read More

તસવીરો- પીટીઆઈ

આવ્યાં દીવડીયે ઝગમગતાં માનાં નોરતાં રે.... તસવીરો પર કરો નજર

આજે ૨૨ સપ્ટેમ્બરથી જ્યારે જગતજનનીનું પર્વ શરુ થઇ રહ્યું છે ત્યારે દેશભરમાં ભક્તિ અને ઉત્સવની ભાવના જોવા મળી રહ્યી છે. આજથી નવ દિવસીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. દેશભરની બજારોમાં ગરબા,ચૂંદડી સહીતની સામગ્રી લેવા અને દુર્ગામંદિરોમાં દર્શન માટે ભીડ જોવા મળી રહી છે. (તસવીરો- પીટીઆઈ)

22 September, 2025 11:54 IST |

Read More

સ્નીકર્સ

કલરફુલ અને વાઇબ્રન્ટ સ્નીકર્સ તમારા નવરાત્રિ લુકને કરશે કમ્પ્લીટ

નવરાત્રિ આવે એટલે ચણિયાચોળી સાથે મૅચ થતી ઍક્સેસરીઝની ડિમાન્ડ વધે છે. ફુટવેઅરમાં આ વખતે હાથથી ડિઝાઇન કરેલાં ટ્રેડિશનલ અને આધુનિક ડિઝાઇનનાં ફ્યુઝનવાળાં સ્નીકર્સ ટ્રેન્ડમાં છે. ગરબા રમતી વખતે પગને ઈજા ન પહોંચે અને રમ્યા પછી પગ ન દુખે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડિઝાઇનર સૅન્ડલ્સ કે મોજડી પહેરવા કરતાં પગને કમ્ફર્ટ આપતાં સ્નીકર્સ સૌથી સેફ અને બેસ્ટ ઑપ્શન છે. માર્કેટની સાથે ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર કચ્છી એમ્બ્રૉઇડરી વર્ક, આભલા વર્ક, પૉમપૉમ્સ અને ઝરદોશી વર્કના પૅચવાળાં સ્નીકર્સ આ તહેવાર દરમિયાન ટ્રેન્ડમાં રહે છે ત્યારે આ વખતે શું નવું છે એ જાણી લો.

19 September, 2025 12:28 IST |

Read More

કીર્તિ સાગઠિયા

મલાડમાં ધૂમ મચાવશે કીર્તી સાગઠિયા, પારંપરિક ગરબાને આપશે આધુનિક ટચ

બોલિવૂડ હિટ અને લોક વારસા માટે જાણીતા પાવરહાઉસ કલાકાર કીર્તિ સાગઠિયા (Keerthi Sagathia)ના નેતૃત્વમાં મલાડના ઇનઓર્બિટ મોલ ખાતે નવરાત્રિ ૨૦૨૫ (Navratri 2025) દરમિયાન દિવ્ય રાસ ૨૦૨૫ (Divya Raas 2025)નું ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ભવ્ય આયોજન કરવામાં આવશે. સાગર શાહ (ઇવેન્ટ્રી) અને સાગર ભાટિયા (રુદ્ર-અક્ષર) દ્વારા સંકલ્પિત, હાર્ડીબોય્ઝના ભાગીદારો વરુણ બારોટ અને રૂતિકા માલવિયા સાથે આ ઉજવણી વાઇબ્રન્ટ પર્ફોમન્સ, ઉચ્ચ-સ્તરીય સલામતી અને અવિસ્મરણીય અનુભવો સુનિશ્ચિત કરે છે. ગરબા, રાસ અને ભાવનાત્મક લોક ધૂનો સાથે, દિવ્ય રાસ મુંબઈમાં નવરાત્રી ઉત્સવને એક નવો અનુભવ બનાવવા તૈયાર છે.

17 September, 2025 01:45 IST |

Read More

અહીં શાકાહારી બિરીયાનની વેરાયટીઝ ઘણી છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ રસોઈનો શોખથી બ્રાન્ડ બિલ્ડિંગ સુધી, જાણો વડોદરાની મીલૂ કી બિરીયાની વિશે

જ્યારે ચટાકેદાર ઝાયકા અને શાહી વાનગીઓની ચર્ચા થાય છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાની સ્વાદ દુનિયાને અવગણવી શક્ય નથી. આ શહેર જ્વલંત સાંસ્કૃતિક વારસાની સાથે સાથે તેની ખાણી-પિણીની વિવિધતા માટે પણ પ્રસિદ્ધ છે, જ્યાં જગદીશ ફરસાણનો લીલો ચેવડો તો ક્યારેય ના ભૂલાય અને પાતળા રસાવાળું સેવઉસળ તો વડોદરાવસીઓનો મુખ્ય નાસ્તો છે. તદપરાંત દુલીરામ પેંડા થી લઇ દયાલની પેટીસ, સંગમ હોટેલની દાળમખણિ, પ્યારેલાલની કચોરી, લાલાજીના ભજીયા, અલ્લારખાંના સેવ-મમરા, મનમોહનના સમોસા, રાજસ્થાનની કુલ્ફી, કેનેરા કોફી હાઉસ, વિષ્ણુની ચા જેવા ઝાયકા લોકોના મનમાં વસેલા છે. આવી સમૃદ્ધિ વચ્ચે શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી ‘Miloo Ki Biryani’એ એવી એક અનોખી શાકાહારી રેસ્ટોરન્ટ છે, જ્યાં બિરયાનીના પદ પર એક નવો અધ્યાય લખાયો છે અને રસોઈની દુનિયામાં એક અનોખું નામ બનીને ઊભરી છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

11 July, 2025 04:01 IST |

Read More

દેશભરમાં રામ નવમી અને નવરાત્રિ વિધિઓ પણ કરવામાં આવી (તસવીરો: મિડ-ડે)

સંપૂર્ણ ભારતમાં રામ નવમી 2025ની ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી, જુઓ તસવીરો

ભારતના વિવિધ રાજ્યોમાં રામ નવમી 2025 ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી. ભગવાન રામના જન્મની ઉજવણી કરતો આ પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ પણ છે. મંદિરોમાં દર્શન કરવાથી લઈને કન્યા પૂજન જેવી ધાર્મિક વિધિઓ કરવા સુધી, દેશભરથી ઉજવણીની ઝલક સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

07 April, 2025 07:02 IST |

Read More

માનસી પારેખ

નેશનલ એવૉર્ડ્ સેરેમની હોય કે નવરાત્રિ માનસી પારેખના લૂક્સ કરે છે ઇમ્પ્રેસ

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) પર ચોતરફથી અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે. કારણકે અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express) માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવૉર્ડ (Best Actress National Award) મેળવ્યો છે. નેશનલ એવૉર્ડ લેવા જતી વખતે અભિનેત્રી ચોધાર આંસુએ રડી પડી હતી એ બાબતે સહુનું ધ્યાન ખેચ્યું હતું. સાથે જ હજી એક બાબતને કારણે માનસી પારેખ સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી, તે છે તેનું આઉટફિટ. અભિનેત્રીએ એવૉર્ડ સેરેમનીમાં પહેરેલી બાંધણીની ડિઝાઇનર સાડીએ સહુનું મન મોહી લીધું હતું. ફક્ત નેશનલ એવૉર્ડ્ સેરેમનીમાં જ નહીં પણ તાજેતરમાં નવરાત્રિ દરમિયાન પણ માનસી પારેખના લૂક્સે સહુને ઇમ્પ્રેસ કર્યા હતા. ચાલો કરીએ તેના પર એક નજર…

14 October, 2024 02:51 IST |

Read More

માટુંગાની આર. એ. પોદાર કૉલેજમાં `રંગીલો નવરાત્ર`નું સેલિબ્રેશન

માટુંગાની કૉલેજના `રંગીલો નવરાત્ર` ઉત્સવમાં જોડાઈ ગુજરાતી અભિનેત્રી રીવા રાચ્છ

નવરાત્રિનો રંગ મુંબઈમાં તો એકદમ અનોખો જ હોય છે. મુંબઈમાં દરેક વયના લોકો એકસાથે નવરાત્રિના દરેક દિવસે મળીને જોરદાર ઉજવણી કરે છે અને ગરબામાં તો કશું પણ કહેવું ન પડે તેવા મોર્ડન અને ટ્રેડિશનલ સ્ટાઈલ સાથે ગરબાની ઉજવણીથી મુંબઈની શેરીઓ ઝગમગી ઊઠે છે. મુંબઈમાં શાળા અને કૉલેજથી લઈને દરેક ઠેકાણે ધામધૂમથી નોરતાની ઉજવણી અને ગરબાની રમઝટ જામે છે. હાલમાં મુંબઈના માટુંગાની આર. એ. પોદાર કૉલેજમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

12 October, 2024 09:26 IST |

Read More

કાંદિવલીની ઓર્કિડ સબર્બિયા સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન મહા આરતી (ડાબે) અને રાસ-ગરબાની રમઝટ

કાંદિવલીની આ સોસાયટીની નવરાત્રિ જોઈને તમે પણ કહેશો, ‘ક્યા બાત હૈ!’

લોકો એવી વાતો કરે છે કે મુંબઈની નવરાત્રી (Navratri) તો હવે મોર્ડન થઈ ગઈ છે. પણ આ બાબતમાં જરાય સચ્ચાઈ નથી. મુંબઈમાં આજે પણ એવી અનેક સોસાયટીઓ છે જ્યાં પારંપારિક રીતે નવરાત્રી થાય છે અને સાથે જ મોર્ડન વેમાં પણ સેલિબ્રેશન કરવામાં આવે છે. આજે આપણે કાંદિવલી (Kandivali)ની એવી સોસાયટીની વાત કરવાના છીએ જેની તસવીરો જોઈને અને ખાસિયત જાણીને તમને પણ ગરબા (Navratri 2024) કરવાનું મન થશે. કાંદિવલીની ઓર્કિડ સબર્બિયા (Orchid Suburbia) સોસાયટીમાં દરરોજ ૭૦૦ પરિવારો સાથે ગરબા કરે છે અને રોજ કંઈક નોખું કરે છે.

12 October, 2024 05:15 IST |

Read More

પાર્થ ઓઝા, ઐશ્વર્યા મઝમુદાર અને કિંજલ દવે (ડાબેથી જમણે)

પોતાના સૂરથી ખેલૈયાઓને થનગનાવનાર આ સિંગર્સના લૂક્સ હજી ચર્ચામાં, આઓ, ચલો દેખેં

નવરાત્રિના નવેનવ દિવસ ક્યાં આવ્યાં ને પૂરાં પણ થઈ ગયા, એની ખબર પણ ન પડી. આ નવેનવ દિવસ ગરબારસિકો માટે અફલાતૂન રહ્યા. અનેક જાણીતાં સિંગર્સે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા.  કિંજલ દવે, ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી અને ઐશ્વર્યા મજમુદારથી લઈ પાર્થ ઓઝા, આદિત્ય ગઢવી સુધીના તમામ કલાકારો મનમૂકીને વરસ્યાં હતાં. વળી આ નોરતાના દિવસોમાં સિંગર્સના લૂક્સે પણ ખેલૈયાઓ અને તેમનાં ચાહકોના દિલ જીતી લીધા હતા. આજે આપણે એ તમામ જાણીતાં સિંગર્સના નવરાત્રિ સ્પેશિયલ લૂક વિશે જોઈશું (તમામ તસવીરો સૌજન્ય- કલાકારોના ઓફિશિયલ અકાઉન્ટ)

12 October, 2024 03:42 IST |

Read More

સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

નવરાત્રિ ૨૦૨૪: આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

11 October, 2024 09:36 IST |

Read More

સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

નવરાત્રિ ૨૦૨૪: આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

10 October, 2024 06:24 IST |

Read More

સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

09 October, 2024 03:33 IST |

Read More

સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

નવરાત્રિ ૨૦૨૪ સ્પેશિયલ : વિવિધ થીમ્સ પર નવરાત્રિની ઊજવણી કરે છે આ સોસાયટીઓ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

06 October, 2024 12:27 IST |

Read More

નવરાત્રિની ઉજવણીમાં પહોંચ્યા બૉલિવૂડ સેલેબ્સ (તસવીર: મિડ-ડે)

Photos નવરાત્રિના રંગમાં રંગાયા બૉલિવૂડ સેલેબ્સ, ટ્રેડિશનલ ડ્રેસ પહેરી કરી ઉજવણી

નવરાત્રિના તહેવારની ઉજવણી કરવા માટે બૉલિવૂડના સેલેબ્સ ટ્રેડિશનલ લૂકમાં સામેલ થયા હતા. આ એક્ટર્સમાં કેટરિના કૈફ, મલાઈકા અરોરા, નાગ ચૈતન્ય અને બીજી ઘણી સેલિબ્રિટીઓ તેમના પરંપરાગત પોશાકમાં અદભૂત દેખાવ સાથે ઉજવણી માટે ભેગા થયા હતા. (તસવીર: મિડ-ડે)

05 October, 2024 04:19 IST |

Read More

સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

નવરાત્રિ ૨૦૨૪: આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

05 October, 2024 10:48 IST |

Read More

તસવીરો : અતુલ કાંબળે

Navratri 2024: મિડ-ડેની ઑફિસમાં જામી ગરબાની રમઝટ, જુઓ તસવીરોમાં

મુંબઈમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે ગઈ કાલે ‘મિડ-ડે’ની ઑફિસમાં પણ ગરબા-ફીવર છવાયો હતો. થાણે રાસ રંગની હનીફ-અસલમની ટીમના સથવારે મિડ-ડેની ઑફિસમાં જામી હતી ગરબાની રમઝટ. આવો આપડે જોઈએ ઝલક ‘રંગરાત્રી – એક અનોખા ત્યોહાર વિથ મિડ-ડે પરિવાર ૨૦૨૪’ની એક ઝલક તસવીરોમાં. (તસવીરો : અતુલ કાંબળે)

05 October, 2024 10:00 IST |

Read More

આ છે માતાજીનાં પરમભક્તો

આજે નોરતાના પહેલા દિવસે મળીએ એવા ભક્તોને જેમના રોમેરોમમાં માતાજીનો વાસ છે

નવરાત્રિ એટલે માત્ર ગરબા ગાવા એ જ નહીં, પરંતુ માતાજીની અસીમ ભક્તિ કરવાનો અમૂલ્ય અવસર પણ છે એ સાબિત કરે છે આ ભક્તો. ભૂખ્યા પેટે ભજન ન થાય એવી આપણામાં કહેવત છે પણ આજે આપણે માતાજીના એવા ભક્તોની વાત કરવાના છીએ જેઓ નવરાત્રિ દરમિયાન ભૂખ્યા પેટે તો રહે જ છે સાથે ભક્તિ પણ ભરપૂર કરે છે એટલું જ નહીં, સાથે કડક નિયમો પણ લીધા છે. આજના સમયમાં અને એમાં પણ મુંબઈ જેવા શહેરમાં જ્યાં માણસોને પોતાના માટે પણ સમય નથી મળતો ત્યાં આ ભક્તોની માતાજી પ્રત્યેનાં ભક્તિ અને સમર્પણ શાબાશી માગી લે એવાં છે. દર્શિની વશી, કાજલ રામપરિયાના શબ્દોમાં આજે માનાં પરમભક્તોની કહાની માણીએ.  

03 October, 2024 11:34 IST |

Read More

નવરાત્રિ

આ જ્વેલરી તમારા નવરાત્રિના લુકને ચાર ચાંદ લગાવી દેશે

ચણિયાચોળી હોય કે પછી ઇન્ડોવેસ્ટર્ન કૉસ્ચ્યુમ, એની સાથે મૅચ થાય એવી વાઇબ્રન્ટ જ્વેલરી વિના નવરાત્રિ ફિક્કી લાગે. આ વર્ષે માર્કેટમાં નવરાત્રિની જ્વેલરી અને ઍક્સેસરીઝમાં શું ખાસ મળી રહ્યું છે એ માટે ‘મિડ-ડે’ની ટીમે મુંબઈનાં ત્રણ હૉટ લોકેશનમાં ફરીને મેળવેલી માહિતી પ્રસ્તુત છેચણિયાચોળી હોય કે પછી ઇન્ડોવેસ્ટર્ન કૉસ્ચ્યુમ, એની સાથે મૅચ થાય એવી વાઇબ્રન્ટ જ્વેલરી વિના નવરાત્રિ ફિક્કી લાગે. આ વર્ષે માર્કેટમાં નવરાત્રિની જ્વેલરી અને ઍક્સેસરીઝમાં શું ખાસ મળી રહ્યું છે એ માટે ‘મિડ-ડે’ની ટીમે મુંબઈનાં ત્રણ હૉટ લોકેશનમાં ફરીને મેળવેલી માહિતી પ્રસ્તુત છે. દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું  શોપિંગ?

01 October, 2024 06:09 IST |

Read More

નવરાત્રિ

નવરાત્રિનું શૉપિંગ બાકી છે? ડોન્ટ વરી, આ રહ્યા ઑપ્શન્સ

નવરાત્રિમાં બે-ચાર જૂની ચણિયાચોળીથી કામ ચાલી જાય, પણ બાકીના દિવસો માટે વર્ષે કંઈક નવું લેવાનું તો ઊભું જ હોય. નવેનવ દિવસ કંઈક નવું પહેરવું હોય તો આજે મિડ-ડેની ટીમ મુંબઈનાં ત્રણ પ્રાઇમ લોકેશન્સમાં સર્વે કરીને ખાસ શું ટ્રેન્ડમાં છે એ જાણી લાવી છે. પ્રસ્તુત છે એની તસવીરી ઝલક નવરાત્રિ શરૂ થવાને હવે માંડ થોડા દિવસ જ બાકી રહ્યા છે પણ એનું શૉપિંગ મહિનાઓ પૂર્વેથી જ થવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને કપડાંનું. દર વખતની જેમ આ વખતે પણ ખૈલેયાઓનાં કપડાંઓથી બજારો ઊભરાઈ રહી છે. એટએટલી વરાઇટી, જાતજાતનાં કલર- કૉમ્બિનેશન, નિતનવી પૅટર્ન, ભાતભાતના કામ સાથેનાં કપડાં જોઈને એક મિનિટ માટે મગજ કામ કરતું બંધ થઈ જાય છે કે શું લેવું અને શું ન લેવું. એમાં પણ જો તમે એવી માર્કેટમાં ઘૂસી જાઓ જ્યાં આવાં કપડાંનો ખજાનો હોય તો પછી પૂછવું જ શું. અહીં અમે આપેલી પ્રાઇસ ફેરિયાવાળાભાઈએ કહેલી પ્રાઇસ છે. એમાં બાર્ગેન કરવાની તમારી કળા પર નિર્ભર કરે છે કે આ વસ્તુઓ તમને કયા રેટમાં મળશે. દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું  શોપિંગ?

30 September, 2024 05:07 IST |

Read More

ઢોલ અને નગાડાની ગૂંજ અને ભક્તોના ઉત્સાહથી વાતાવરણ વધુ પવિત્ર અને આનંદમય થઈ ગયું હતું (તસવીરો-શાદાબ ખાન)

મુંબઈમાં ભક્તો દ્વારા નવરાત્રિ પહેલા દેવી દુર્ગાનું ધામધૂમથી સ્વાગત, જુઓ તસવીરો

નવરાત્રિ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જેની દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને મુંબઈ જેવા મોટા શહેરોમાં આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. નવરાત્રિની રમઝટની તૈયારી વચ્ચે મુંબઈના પરેલ વર્કશોપમાં દેવી દુર્ગાની મૂર્તિને પંડાલમાં લઈ જવા માટે ભક્તોની ભીડ વિસ્તારમાં જમા થઈ હતી. (તસવીરો- શાદાબ ખાન)

29 September, 2024 07:26 IST |

Read More

તસવીરો: સ્મિતા જૈન

Photos: મહાવીરનગરની આ સોસાયટીમાં ગુજરાતી બહેનોએ ઊજવી ચૈત્ર નવરાત્રી

તાજેતરમાં જ ચૈત્રી નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે. માતાજીના આ તહેવારની ઉજવણી લોકો વિવિધ રીતે કરે છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું ખૂબ મહત્ત્વ છે, ત્યારે કાંદિવલીમાં મહાવીરનગર સ્થિત એક સોસાયટીએ અનોખા અંદાજમાં નવરાત્રીની ઉજવણી કરી છે.

26 April, 2024 01:24 IST |

Read More

કાંદિવલીની વીણા સિતાર સોસાયટીમાં ૧૦૮ કુમારિકાઓનું પૂજન

કાંદિવલીની સોસાયટીએ અનોખી રીતે કરી માતાજીની ભક્તિ, ૧૦૮ કુમારિકાઓનું કર્યું પૂજન

હમણાં જ ચૈત્રી નવરાત્રીનો તહેવાર પુર્ણ થયો. માતાજીના તહેવારની ઉજવણી લોકો વિવિધ રીતે કરે છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું મહત્વ ખુબ હોય છે. ત્યારે કાંદિવલીની એક સોસાયટીએ અનોખા અંદાજમાં નવરાત્રીની ઉજવણી કરી છે. કાંદિવલી પશ્ચિમમાં આવેલી વીણા સિતાર સોસાયટીની બહેનોએ ૧૦૮ કુમારિકાઓનું પૂજન કરીને માતાજીની ભક્તિ કરી હતી.

20 April, 2024 06:01 IST |

Read More

અંકુર દવે

જો ગરબાના મોટા આયોજનો બંધ થઈ જાય તો? સુરેન્દ્રનગરના સિંગર અંકુર દવેનો અનુભવ જાણો

જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીનો આરંભ થયો હતો એનાથી બમણાં આનંદ સાથે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી થઈ. દેશના ખૂણે ખૂણે માતાજીની આરાધના થઈ. ખાસ કરીને ગુજરાત અને મુંબઈમાં ગુજરાતીઓએ માતાજીના ગરબા ગાયાં અને મન મૂકીને ગરબે ઝૂમ્યાં. કલાકારોના સૂર પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી ગરબા રમવાનો ભરપુર આનંદ માણ્યો. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઝાલાવાડ સુરેન્દ્રનગરના લોકપ્રિય ગાયક કલાકાર અંકુર દવે સાથે ખાસ વાતચીત કરી હતી. અંકુર દવે છેલ્લા 20 વર્ષથી ઝાલાવડમાં સંગીત ક્ષેત્રે કાર્યરત છે. તેમના પત્ની ગાયત્રી અંકુર દવે પણ સંગીતના ઉપાસક છે. 

29 October, 2023 03:35 IST |

Read More

મનીષ જોશી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: દુબઈની અને મુંબઈની નવરાત્રીમાં આ મોટો તફાવત છે

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

28 October, 2023 01:25 IST |

Read More

રુચિ ભાનુશાલી

રમઝટની રાતના સુપરસ્ટાર:મુંબઈ, ગુજરાત કે વિદેશ, માતાજીની આરાધનાનો અવસર એકસરખો

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

27 October, 2023 11:41 IST |

Read More

નીલમ પંચાલ દીકરી નિહિરા સાથે.

Navratri 2023 કેમ નીલમ પંચાલ માટે રહી ખાસ?

Navratri 2023: હેલ્લારોમાં જે જોશ અને ઉત્સાહમાં નીલમ પંચાલ ગરબા કરતાં જોવા મળે છે તેવા જ જોશ અને ઉત્સાહમાં તેઓ આ નવરાત્રી દરમિયાન પણ જોવા મળ્યાં છે. નવરાત્રીના નવ દિવસની ગરબા રીલ્સ તો તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકી જ છે પણ આની સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે તેમણે ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે, તો જાણો તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શું કરી ખાસ વાતચીત...

27 October, 2023 09:45 IST |

Read More

અકિંંતા બ્રાહ્મે

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ગરબા અને ગુજરાતીઓનાં મજબૂત બંધન સામે બધા ફિક્કાં

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

26 October, 2023 05:48 IST |

Read More

દક્ષિણ મુંબઈના નવરાત્રી ઉત્સવમાં પરંપરાગત વેશમાં આવેલા ખેલૈયા

Navratri 2023: દક્ષિણ મુંબઈમાં પ્રથમવાર ઉજવાયેલા ભવ્ય નવરાત્રી મહોત્સવનું સમાપન

Navratri 2023: દક્ષિણ મુંબઈમાં પ્રથમવાર ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાણી ડેકોરેટર્સ, ડ્રીમ્ઝ ઈવેન્ટ્સ એન આઈડિયાઝ તેમ જ બાય ધ બે દ્વારા આયોજિત આ ગ્રાન્ડ નવરાત્રી ઉત્સવના આયોજનનું સમાપન પણ ભવ્ય રીતે થયું હતું. અનેક ઇનામો, મહાયજ્ઞ, મહા આરતી તેમ જ ખેલૈયાઓનો પરંપરાગત વેશ આ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર હતું.

25 October, 2023 06:14 IST |

Read More

અલિકાનગર સોસાયટીમાં આયોજિત નવરાત્રીની તસવીરો

Navratri 2023: લોખંડવાલાની અલિકાનગર સોસાયટીમાં જામી ગરબાની રમઝટ, જુઓ તસવીરો

આ વર્ષે મુંબઈમાં નવરાત્રી (Navratri 2023)નું ઠેરઠેર સુંદર આયોજન થયું હતું, જયાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝૂમ્યાં હતાં. આ વર્ષે લોકલાડિલા કલાકારોની મુંબઈમાં સંખ્યાબંધ નવરાત્રીઓ યોજાઈ હતી, પરંતુ નવરાત્રીનો નવરંગો અને પ્રકાશ તો મુંબઈની સોસાયટીમાં પણ મોટા પાયે જોવા મળો હતો. આવું જ કંઈક લોખંડવાલાની અલિકાનગર સોસાયટીમાં જોવા મળું હતું.

25 October, 2023 06:08 IST |

Read More

ઉર્વશી પટેલ

રમઝટની રાતનાં સુપરસ્ટાર:  `રંગલો...` ગરબો વિના નવરાત્રી અધૂરી લાગે છે આ સિંગરને

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

25 October, 2023 12:33 IST |

Read More

પંચશીલ ગાર્ડનમાં આયોજિત ગરબા પ્રોગ્રામની તસવીરો

કાંદિવલીના પંચશીલ ગાર્ડન ખાતે નવરાત્રીના છેલ્લા દિવસે લોકોએ બોલાવી રમઝટ

મુંબઈમાં નવરાત્રી(Navratri 2023)નું ઠેર ઠેર આયોજન થયું, જયાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝૂમ્યાં. ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી, ઓસમાણ મીર, કિંજલ દવે અને ગીતા રબારી સહિતના કલાકારોના ઈવેન્ટમાં જ માત્ર ધુમ મચી હોય એવું નથી. મુંબઈની સોસાયટીમાં પણ મોટા પાયે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંદિવલી, મહાવીરનગરમાં આવેલી પંચશીલ ગાર્ડન ખાતે આનંદ અને ઉલ્લાસ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. 

24 October, 2023 03:11 IST |

Read More

કીર્થિ સાગઠીયા

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ગુજરાતમાં પણ દરેક શહેરની પોતાની આગવી શૈલી છે-કીર્થિ

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ..

24 October, 2023 12:18 IST |

Read More

નયન સોલંકીના ઘરે થયું કન્યાભોજનું આયોજન

નવદુર્ગાના રૂપ સમી નિયાણીઓને જમાડીને જ ઉપવાસ ખોલે છે આ ગુજરાતી ગાયક

નવરાત્રીમાં ગરબા ગાવા, રમવા અને સાથે ઉપવાસ કરવાનું પણ એટલું જ મહત્વ હોય છે. ત્યારે ઢોલકિંગ નૈતિક નાગડાના બેન્ડમાં જે લીડ સિંગર છે એ નયન સોલંકી કઈ રીતે આ નવ દિવસ દરમિયાન ઉપવાસ કરીને પણ આટલી શક્તિ ધરાવે છે તેનું રહસ્ય તેમણે ગુજરાતી મિડ-ડે સામે ખોલ્યું છે તો જાણો આ વિશે વધુ...

23 October, 2023 09:08 IST |

Read More

તસવીર સૌજન્ય : રીટા રામેકર

Photos: મુંબાદેવી પ્રાથમિક શાળાના આંગણે 100 કન્યાઓ દ્વારા આરતી સાથે ગરબાની રમઝટ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૯ ઑક્ટોબરના રોજ મુંબાદેવીના આંગણે ગરબાની રમઝટ જામી હતી. આ વર્ષની ઉજવણી કંઈક વિશેષ બની ગઈ હતી, કારણ કે શાળાના શતાબ્દી વર્ષમાં 100 કન્યાઓએ એક સાથે માતાજીની ભાવભરી આરતી કરી હતી અને અદ્ભુત દૈદિપ્યમાન વાતાવરણ સર્જાયું હતું.

23 October, 2023 08:04 IST |

Read More

તસવીરો: કરણ નેગાંધી

Navratri 2023: મહાવીર નગરની આ સોસાયટી પૂરું પાડે છે ‘સંપ ત્યાં જંપ’નું ઉદાહરણ

મહાવીર નગરની વીણા સિતાર સોસાયટીમાં નવરાત્રીનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ સોસાયટી સાચા અર્થમાં ‘સહકારી’ શબ્દને સાર્થક કરે છે. અહીંનું યુનાઈટેડ ગ્રુપ ખૂબ સર્જનાત્મક અને અવનવા વિચારો સાથે તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.

23 October, 2023 05:04 IST |

Read More

પાર્થ ઓઝા

રમઝટની રાતનાં સુપરસ્ટાર:માતાજીના ગરબા ગાવા મમ્મીની આ વસ્તુ શક્તિ આપે છે પાર્થને

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

23 October, 2023 02:14 IST |

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK