Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > માર્ગદર્શન > CBSE બૉર્ડ પરીક્ષા 2023 અંગે મોટી અપડેટ, ધોરણ 12 પરીક્ષાની ડેટશીટમાં ફેરફાર

CBSE બૉર્ડ પરીક્ષા 2023 અંગે મોટી અપડેટ, ધોરણ 12 પરીક્ષાની ડેટશીટમાં ફેરફાર

03 January, 2023 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સીબીએસઈ બૉર્ડ (CBSE Board)માંથી ધોરણ 10મું ભણનાર વિદ્યાર્થીઓ એ વાતનું ધ્યાન રાખે કે 10મા ધોરણની બૉર્ડની પરીક્ષામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સીબીએસઈ ધોરણ 10ની ડેટ શીટ તે જ રહેશે, જે બૉર્ડે 29 ડિસેમ્બર, 2022ના જાહેર કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) CBSE Time Table

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડે(CBSE) સીબીએસઈ બૉર્ડની પરીક્ષા 2023ની તારીખોમાં ફેરફાર કર્યા છે. સીબીએસઈએ ગુરુવારે ધોરણ 10ની (class 10th) અને ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાની (class 12th board exams) ડેટશીટ જાહેર કરી હતી. ડેટશીટ જાહેર થવાના ત્રણ દિવસ પછી જ બૉર્ડે ધોરણ 12માની પરીક્ષાના ટાઈમટેબલમાં (class 12th timetable) કેટલાક ફેરફાર કર્યા છે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાના ટાઈમટેબલમાં કેટલાક ફેરફાર કર્યા છે. સીબીએસઈ ધોરણ 12નું નવું ટાઈમ ટેબલ સીબીએસઈની ઑફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર ઉપલબ્ધ છે. સંશોધિત કાર્યક્રમ પ્રમાણે ધોરણ 12ની ડેટશીટમાં 4 એપ્રિલે થનાર પરીક્ષાઓ હવે 27 માર્ચ, 2023ના રોજ થશે, અન્ય પરીક્ષાઓ પોતાના સમયપત્રક પ્રમાણે જ થશે. સીબીએસઈ બૉર્ડ (CBSE Board)માંથી ધોરણ 10મું ભણનાર વિદ્યાર્થીઓ એ વાતનું ધ્યાન રાખે કે 10મા ધોરણની બૉર્ડની પરીક્ષામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સીબીએસઈ ધોરણ 10ની ડેટ શીટ (CBSE Class 10th date Sheet)  તે જ રહેશે, જે બૉર્ડે 29 ડિસેમ્બર, 2022ના જાહેર કરવામાં આવી હતી.

CBSE દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટ પ્રમાણે સીબીએસઈ ધોરણ 10માની પરીક્ષાઓ (CBSE Class 10th Examinations) 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 21 માર્ચ, 2023ના પૂરી થશે. તો ધોરણ 12મા એટલે કે સીનિયર માધ્યમિક પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ  થઈને 5 એપ્રિલ, 20223 સુધી ચાલશે. સીબીએસસીની ધોરણ 10 અને 12ની પરીક્ષા સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યે પૂરી થશે. જણાવવાનું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો વધારે સમય મળશે. સીબીએસઈ બૉર્ડની પરીક્ષાઓ એક જ સમયે આયોજિત કરવામાં આવશે.



જણાવવાનું કે સીબીએસઈ બૉર્ડની ધોરણ 10મા અને ધોરણ 12માની પ્રેક્ટિકલ પરીક્ષાઓ (Practical Examinations) આજે એટલે કે 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે, જે 14 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે.


આ પણ વાંચો : વાઈલ્ડ લાઈફમાં બનાવવું છે કરિયર..? અહીં છે તમામ માહિતી, જાણો

સીબીએસઈ બૉર્ડે (CBSE Board) ધોરણ 10મા અને ધોરણ 12ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ (Admit Cards) હજી જાહેર નથી કરવામાં આવ્યા. આશા છે કે બૉર્ડ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાન્યુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ સીબીએઈ સાથે જોડાયેલી કોઈપણ અપડેટ માટે આ વેબસાઈટ પર ધ્યાન રાખી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK