Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > માર્ગદર્શન > Career Tips:જાણો કેવી રીતે બનવું RTO ઓફિસર? જે સરકારી પદના છે અનેક લાભ

Career Tips:જાણો કેવી રીતે બનવું RTO ઓફિસર? જે સરકારી પદના છે અનેક લાભ

01 September, 2022 05:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજ્ય સેવા આયોગ દ્વારા આરટીઓ અધિકારીઓની ભરતી કરવામાં આવે છે જેના માટે વય મર્યાદા 21 થી 30 વર્ષની છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી એ એક સરકારી વિભાગ છે જે વાહનોના રજીસ્ટ્રેશનથી લઈને ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનોનો વીમો અને પરિવહન વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ સુધીની દરેક બાબતોનું કામ કરે છે. આ બધા માટે એક આરટીઓ(Regional Transport Officer)નામે પદ હોય છે. તેને ભારતના પ્રતિષ્ઠિત સરકારી વિભાગોમાંના એક તરીકે ગણવામાં આવે છે. ઘણા ઉમેદવારો આરટીઓ અધિકારી બનવાનું સપનું જોતા હોય છે. ચાલો જાણીએ કે આરટીઓ અધિકારી બનવા માટે શું લાયકાત જરૂરી છે, તેમનું કામ શું છે, માસિક પગાર વગેરે.

કોણ બની શકે છે RTO ઓફિસર?



  • સૌ પ્રથમ, માન્ય યુનિવર્સિટી અથવા કૉલેજમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી.
  • સંબંધિત પોસ્ટમાં ડિપ્લોમા કોર્સ.
  • આરટીઓ ભરતી માટેના તમામ તબક્કામાં પાસ થયેલ હોવું આવશ્યક છે.
  • સહાયક RTO અથવા મોટર વાહન નિરીક્ષક (MVI) પોસ્ટ જેવા નીચલા ગ્રેડના અધિકારીઓને નોકરી મેળવવાની રહેશે.
  • નિમ્ન ગ્રેડમાં થોડા વર્ષો કામ કર્યા પછી અનુભવ મેળવ્યા પછી, વ્યક્તિ પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે આરટીઓ અધિકારી બની શકે છે.

વય મર્યાદા

સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષ છે,ઓબીસી કેટેગરી માટે વય મર્યાદા 21 વર્ષથી 33 વર્ષ અને એસસી અથવા એસટી કેટેગરી માટે 21 વર્ષથી 37 વર્ષ છે.


RTO ઓફિસરની ભરતી પ્રક્રિયા

આરટીઓ અધિકારીની ભરતી પ્રક્રિયા રાજ્ય સેવા આયોગ દ્વારા હાથ ધરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં લેખિત પરીક્ષા, બીજા તબક્કામાં ફિટનેટ ટેસ્ટ અથવા મેડિકલ ટેસ્ટ અને ત્રીજા તબક્કામાં ઈન્ટરવ્યુ રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. 

RTO ઓફિસરની ભૂમિકા અને જવાબદારી

  • નાગરિકોને મોટર વ્હીકલ એક્ટનું પાલન કરાવવાની જવાબદારી આરટીઓની છે.
  • વાહનની નંબર પ્લેટ માટે અરજી કરનારા લોકોને વાહનનો રજિસ્ટ્રેશન નંબર આપવાની જવાબદારી પણ આરટીઓની છે.
  • ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની અને તેના માટે અરજી કરનારા લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની જવાબદારી આરટીઓની છે.
  • રસ્તા પર વાહન ચલાવવા માટે જરૂરી દસ્તાવેજ પાસ કરાવવાની જવાબદારી આરટીઓની હોય છે.

પગાર સિવાય મળે છે આ લાભ

  • સરકારી કામ માટે કારની સુવિધા ઉપલબ્ધ છે.
  • ઘણાં રાજ્યોમાં આવાસની સુવિધા ખૂબ જ ઓછી કિંમતે મળી શકે છે.
  • સરકારી કામકાજમાં મદદ મળે છે.
  • પ્રાઈવેટ કેબિન મળે છે.
  • વિવિધ પ્રકારને ભથ્થાનો લાભ મળે છે.
  • મેડિકલ સુવિધા મળે છે.

RTO ઓફિસરનો પગાર અને લાભ

એક આરટીઓ અધિકારીનો પગાર પ્રતિ માસ 30, 000 થી લઈ 60, 000  સુધીનો હોય છે. જો કે, અનુભવ, કાર્ય પ્રોફાઇલ, ક્ષેત્ર, પ્રદર્શન વગેરે જેવા વિવિધ પરિબળોના આધારે પગાર બદલાઈ શકે છે.આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં RTO અધિકારીનો પગાર ઓછો કે ઓછો હોઈ શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2022 05:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK