ચટણીઓ બનાવવા અને ખાવાના શોખીન છે ગુજરાતીઓ....

Updated: Apr 13, 2019, 12:58 IST | Shilpa Bhanushali
 • નાળિયેર-ધાણાની ચટણી નાળિયેર ધાણાની ચટણી બનાવવા માટે સામગ્રીમાં તમને જરૂર પડશે : લીલા ધાણા અડધો કપ, લીલા મરચાં 2 થી 3, લસણની કળી 6 થી 7, મીઠાં લીમડાંના પાન 8 થી 10, રાઈ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જરૂર મુજબ. રીત : નાળિયેર, ધાણા, મરચાં, લસણ એકસાથે મિક્સ્ચરમાં પીસીને તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખવું. તેલ, રાઈ, લીમડાંના પાન નાખી વઘાર નાંખવો. આ ચટણી વધુ ચટાકેદાર રીતે ઉપયોગમાં લેવા માટે તેને ઈડલી સાથે સર્વ કરવી.

  નાળિયેર-ધાણાની ચટણી

  નાળિયેર ધાણાની ચટણી બનાવવા માટે સામગ્રીમાં તમને જરૂર પડશે : લીલા ધાણા અડધો કપ, લીલા મરચાં 2 થી 3, લસણની કળી 6 થી 7, મીઠાં લીમડાંના પાન 8 થી 10, રાઈ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જરૂર મુજબ.

  રીત : નાળિયેર, ધાણા, મરચાં, લસણ એકસાથે મિક્સ્ચરમાં પીસીને તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખવું. તેલ, રાઈ, લીમડાંના પાન નાખી વઘાર નાંખવો.

  આ ચટણી વધુ ચટાકેદાર રીતે ઉપયોગમાં લેવા માટે તેને ઈડલી સાથે સર્વ કરવી.

  1/6
 • કાચ્ચા પપૈયાની ચટણી કાચ્ચા પપૈયાની ચટણી માટે તમને જોઈશે 1 નાનું કાચ્ચું પપૈયું, અડધી ચમચી સનફ્લાવર અથવા શીંગતેલ, અડધી ચમચી રાઈ, 2 થી 3 લીલાં મરચાં, 7 થી 8 મીઠાં લીમડાંના પાન, ચપટી હિંગ, હળદર પાઉડર, ખાંડ, લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે. રીત : કાચ્ચા પપૈયાની સમારીને કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખવી. લીલાં મરચાં, લીમડાંના પાન અને હિંગ નાંખીને જ્યાર સુધી મરચાં ક્રિસ્પી ન થાય ત્યાર સુધી તેને હલાવ્યા કરવું. પછી તેમાં હળદર અને પપૈયું નાખી તેને બરાબર મિક્સ કરવું. સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાંખવી. ગૅસ બંધ કરી લીંબુનો રસ મિક્સ પીરસવી. આ ચટણી રોટલી સાથે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તેથી આ ચટણીનો ઉપયોગ તમે તમારા સ્વાદ પ્રમાણે અને જરૂરિયાત મુજબ કરી શકો છો.

  કાચ્ચા પપૈયાની ચટણી

  કાચ્ચા પપૈયાની ચટણી માટે તમને જોઈશે 1 નાનું કાચ્ચું પપૈયું, અડધી ચમચી સનફ્લાવર અથવા શીંગતેલ, અડધી ચમચી રાઈ, 2 થી 3 લીલાં મરચાં, 7 થી 8 મીઠાં લીમડાંના પાન, ચપટી હિંગ, હળદર પાઉડર, ખાંડ, લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે.

  રીત : કાચ્ચા પપૈયાની સમારીને કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખવી. લીલાં મરચાં, લીમડાંના પાન અને હિંગ નાંખીને જ્યાર સુધી મરચાં ક્રિસ્પી ન થાય ત્યાર સુધી તેને હલાવ્યા કરવું. પછી તેમાં હળદર અને પપૈયું નાખી તેને બરાબર મિક્સ કરવું. સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાંખવી. ગૅસ બંધ કરી લીંબુનો રસ મિક્સ પીરસવી.

  આ ચટણી રોટલી સાથે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તેથી આ ચટણીનો ઉપયોગ તમે તમારા સ્વાદ પ્રમાણે અને જરૂરિયાત મુજબ કરી શકો છો.

  2/6
 • દાડમની ચટણી સામગ્રી : દાડમના સુક્કા બી, એક કાંદો, અડધો કપ ધાણા, અડધો કપ પુદીનાના પાન, અડધો કપ જીરાનું પાઉડર, 1 સમારેલું લીલું મરચું, લીંબનો રસ, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ચાટ મસાલો, જરૂર પૂરતું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું. રીત : બધી સામગ્રી મિક્સીમાં પીસી લેવી અને ચટાકેદાર ચટણી તૈયાર.

  દાડમની ચટણી

  સામગ્રી : દાડમના સુક્કા બી, એક કાંદો, અડધો કપ ધાણા, અડધો કપ પુદીનાના પાન, અડધો કપ જીરાનું પાઉડર, 1 સમારેલું લીલું મરચું, લીંબનો રસ, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ચાટ મસાલો, જરૂર પૂરતું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું.

  રીત : બધી સામગ્રી મિક્સીમાં પીસી લેવી અને ચટાકેદાર ચટણી તૈયાર.

  3/6
 • કાંદા - ટામેટાની ચટણી સામગ્રી : 4 સમારેલાં ટામેટાં, 3 સમારેલાં કાંદા, 2 થી 3 સમારેલાં લીલાં મરચાં, 1 ચમચી રાઈ, સ્વાદપ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબ તેલ રીત : કડાઈમાં થોડું તેલ નાંખી કાંદા અને લીલાં મરચાં 2 મિનિટ સુધી સાંતળવા, પછી ટામેટા નાંખી વધુ 2 થી 3 મિનિટ સાંતળવા. થોડી ઠંડું થાય એટલે મિક્સીમાં પીસી લેવું. હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ નાંખો. ત્યાર બાદ ચટણી અને મીઠું નાંખી મિક્સ કરો. થોડો ઉભરો આવવા લાગે એટલે તમારી ચટણી તૈયાર.

  કાંદા - ટામેટાની ચટણી

  સામગ્રી : 4 સમારેલાં ટામેટાં, 3 સમારેલાં કાંદા, 2 થી 3 સમારેલાં લીલાં મરચાં, 1 ચમચી રાઈ, સ્વાદપ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબ તેલ

  રીત : કડાઈમાં થોડું તેલ નાંખી કાંદા અને લીલાં મરચાં 2 મિનિટ સુધી સાંતળવા, પછી ટામેટા નાંખી વધુ 2 થી 3 મિનિટ સાંતળવા. થોડી ઠંડું થાય એટલે મિક્સીમાં પીસી લેવું. હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ નાંખો. ત્યાર બાદ ચટણી અને મીઠું નાંખી મિક્સ કરો. થોડો ઉભરો આવવા લાગે એટલે તમારી ચટણી તૈયાર.

  4/6
 • મુંબઈની લોકપ્રિય સેન્ડવીચ ચટણી સામગ્રી : 1 કપ ધાણા, અડધો કપ ચાટ મસાલાનું પાઉડર, 1 થી 2 લીલાં મરચાં લીંબુનો રસ, જરૂર મુજબ પાણી, સ્વાદપ્રમાણે મીઠું. રીત : બધી જ સામગ્રી મિક્સીમાં પીસી લો એટલે તમારી ટેસ્ટી સેન્ડવીચ બનાવનારી ચટણી તૈયાર.

  મુંબઈની લોકપ્રિય સેન્ડવીચ ચટણી

  સામગ્રી : 1 કપ ધાણા, અડધો કપ ચાટ મસાલાનું પાઉડર, 1 થી 2 લીલાં મરચાં લીંબુનો રસ, જરૂર મુજબ પાણી, સ્વાદપ્રમાણે મીઠું.

  રીત : બધી જ સામગ્રી મિક્સીમાં પીસી લો એટલે તમારી ટેસ્ટી સેન્ડવીચ બનાવનારી ચટણી તૈયાર.

  5/6
 • શીંગદાણા-ટામેટાની ચટણી સામગ્રી : અડધો કપ મગફળી, 2 ટામેટાં, 2 થી 3 લીલાં મરચાં, 6 થી 7 લસણની કળી, અડધો કપ લીલાં ધાણાં, સ્વાદપ્રમાણે મીઠું. રીત : બધી સામગ્રી મિક્સીમાં પીસતી વખતે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો. અને જરૂર હોય તો રાઈનો વઘાર કરવો. આ ચટણી તમે ઢોકળાં, ઢોસા વગેરે સાથે ખૂબ જ સ્વાદ લઈને માણી શકો છો.

  શીંગદાણા-ટામેટાની ચટણી

  સામગ્રી : અડધો કપ મગફળી, 2 ટામેટાં, 2 થી 3 લીલાં મરચાં, 6 થી 7 લસણની કળી, અડધો કપ લીલાં ધાણાં, સ્વાદપ્રમાણે મીઠું.

  રીત : બધી સામગ્રી મિક્સીમાં પીસતી વખતે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો. અને જરૂર હોય તો રાઈનો વઘાર કરવો.

  આ ચટણી તમે ઢોકળાં, ઢોસા વગેરે સાથે ખૂબ જ સ્વાદ લઈને માણી શકો છો.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ચટણીનું નામ સાંભળતાની સાથે જ મોંઢામાં પાણી આવવા લાગે છે. ચટણી વસ્તુ જ એવી છે કે તમે કોઈ પણ વસ્તુ ખાઓ તેની સાથે જો ચટણી ન હોય તો તમને કંઈક ખૂટતું લાગે અને જો ચટણી મળી ગઈ તો જાણે મજા જ પડી જાય. આ છે એવી ચટણીઓ જેનું નામ સાંભળતાંની સાથે જ મોંઢામાંથી લાળ પડવા લાગે. અહીં છે કેટલીક ચટણીની વેરાઈટી અને તેને બનાવવાની રેસિપી સાથે કઈ વસ્તુ સાથે લાગશે વધારે ટેસ્ટી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK