ચાલો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાતે

Published: Mar 06, 2019, 16:11 IST | Falguni Lakhani
 • ગીર નેશનલ પાર્ક ગીરના જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય આવેલું છે. જે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. સિંહ દર્શન માટે અહીં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ આવે છે. પ્રવાસીઓ માટે અહીં સિંહ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ gujarattourism.com)

  ગીર નેશનલ પાર્ક
  ગીરના જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય આવેલું છે. જે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. સિંહ દર્શન માટે અહીં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ આવે છે. પ્રવાસીઓ માટે અહીં સિંહ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
  (તસવીર સૌજન્યઃ gujarattourism.com)

  1/7
 • ચોમાસામાં ગીર નેશનલ પાર્ક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. બાકીના સમય દરમિયાન અહીં સિંહ દર્શન કરી શકાય છે. આસપાસ જંગલનો વિસ્તાર અને નદીઓ આવેલી હોવાની આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. (તસવીર સૌજન્યઃ girnationalpark.in)

  ચોમાસામાં ગીર નેશનલ પાર્ક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. બાકીના સમય દરમિયાન અહીં સિંહ દર્શન કરી શકાય છે. આસપાસ જંગલનો વિસ્તાર અને નદીઓ આવેલી હોવાની આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
  (તસવીર સૌજન્યઃ girnationalpark.in)

  2/7
 • કાળિયાર નેશનલ પાર્ક, વેળાવદર ભાવગનર જિલ્લામાં આવેલા વેળાવદર ગામ પાસે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ભાલ ક્ષેત્રના ઘાસના મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. એટલે અહીં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર સાથે વરુ, શિયાળ, નીલગાય પણ જોવા મળે છે. (તસવીર સૌજન્યઃ gujarattourism.com)

  કાળિયાર નેશનલ પાર્ક, વેળાવદર
  ભાવગનર જિલ્લામાં આવેલા વેળાવદર ગામ પાસે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ભાલ ક્ષેત્રના ઘાસના મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. એટલે અહીં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર સાથે વરુ, શિયાળ, નીલગાય પણ જોવા મળે છે.
  (તસવીર સૌજન્યઃ gujarattourism.com)

  3/7
 • કાળિયાર નેશનલ પાર્ક આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે. પરંતુ તેની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. કારણ કે આ સમય દરમિયાન સ્થળઆંતર કરીને પણ પક્ષીઓ અહીં આવે છે. (તસવીર સૌજન્યઃ gujarattourism.com)

  કાળિયાર નેશનલ પાર્ક આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે. પરંતુ તેની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. કારણ કે આ સમય દરમિયાન સ્થળઆંતર કરીને પણ પક્ષીઓ અહીં આવે છે.
  (તસવીર સૌજન્યઃ gujarattourism.com)

  4/7
 • મરીન નેશનલ પાર્ક રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરીન નેશનલ પાર્ક આવેલું છે. આ નેશનલ પાર્કમાં ખાસ મૂંગા પ્રાણી જોવા મળે છે. ભારતીય પક્ષી ગ્રેડ ઈન્ડિયન બસ્ટર્ડ અહીં જ જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતું બાર શિંગડા વાળું સાબર પણ જોવા મળે છે. (તસવીર સૌજન્યઃ gosahin.com)

  મરીન નેશનલ પાર્ક
  રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરીન નેશનલ પાર્ક આવેલું છે. આ નેશનલ પાર્કમાં ખાસ મૂંગા પ્રાણી જોવા મળે છે. ભારતીય પક્ષી ગ્રેડ ઈન્ડિયન બસ્ટર્ડ અહીં જ જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતું બાર શિંગડા વાળું સાબર પણ જોવા મળે છે.
  (તસવીર સૌજન્યઃ gosahin.com)

  5/7
 • વાંસદા નેશનલ પાર્ક ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનેલું આ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ નેશનલ પાર્કમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, સાબર અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. (તસવીર સૌજન્યઃ forest.gujarat.gov.in)

  વાંસદા નેશનલ પાર્ક
  ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનેલું આ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ નેશનલ પાર્કમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, સાબર અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.
  (તસવીર સૌજન્યઃ forest.gujarat.gov.in)

  6/7
 • આ અભયારણ્ય એટલું મોટું નથી પરંતુ જંગલો ખૂબ ગાઢ છે. આ નેશનલ પાર્ક આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે. પરંતુ તેની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે. (તસવીર સૌજન્યઃ holidaylandmark.com)

  આ અભયારણ્ય એટલું મોટું નથી પરંતુ જંગલો ખૂબ ગાઢ છે. આ નેશનલ પાર્ક આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે. પરંતુ તેની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે.
  (તસવીર સૌજન્યઃ holidaylandmark.com)

  7/7
 • loading...

ફોટોઝ વિશે

તમને ખબર છે એશિયાઈ સિંહો આખા એશિયામાં માત્ર ગુજરાતના ગીરના અભયારણ્યમાં જ જોવા મળે છે. ગુજરાતમાં કુલ ચાર રાષ્ટ્રીય અભયારણ્યો આવેલા છે. જે પર્યાવરણપ્રેમીઓ માટે આકર્ષણ સમાન છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK