વેકેશનમાં ફરવા જવું છે? આ રહ્યા એપ્રિલમાં મુલાકાત લેવા જેવા સ્થળો

Updated: Mar 30, 2019, 09:16 IST | Falguni Lakhani
 • ટ્યૂલિપ ફેસ્ટિવલ વસંતમાં ધરતી પરનું સ્વર્ગ સોળે કળાએ ખીલી ઉઠે છે. એટલે જ આ સમય ત્યાં જવાનો શ્રેષ્ઠ સમય છે. અને આ સમયે શ્રીનગરમાં થાય છે ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન. શ્રીનગરમાં એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન છે. લાખો ટ્યૂલિપ્સથી બનેલા ટ્યૂલિપ ગાર્ડનને જોવાનો લ્હાવો અનેરો છે. અને સાથે સાથે સાંજે કશ્મીરના લોક સંગીત અને નૃત્યની ઝાંખી તો ખરી જ. ક્યારેઃ એપ્રિલના પહેલા બે અઠવાડિયા ક્યાં: ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન, શ્રીનગર.

  ટ્યૂલિપ ફેસ્ટિવલ
  વસંતમાં ધરતી પરનું સ્વર્ગ સોળે કળાએ ખીલી ઉઠે છે. એટલે જ આ સમય ત્યાં જવાનો શ્રેષ્ઠ સમય છે. અને આ સમયે શ્રીનગરમાં થાય છે ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન. શ્રીનગરમાં એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન છે. લાખો ટ્યૂલિપ્સથી બનેલા ટ્યૂલિપ ગાર્ડનને જોવાનો લ્હાવો અનેરો છે. અને સાથે સાથે સાંજે કશ્મીરના લોક સંગીત અને નૃત્યની ઝાંખી તો ખરી જ.

  ક્યારેઃ એપ્રિલના પહેલા બે અઠવાડિયા
  ક્યાં: ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન, શ્રીનગર.

  1/15
 • કોન્યાક જાતિનો ઑલિંગ ફેસ્ટિવલ એક સમયે ખૂંખાર જાતિ તરીકે ગણાતી કોન્યાક જાતિ હવે તો શાંતિથી જીવે છે. હવે તેમનો મોટાભાગનો સમયે ખેતીમાં, દેશી દારૂ પીવામાં જ જાય છે. દર વર્ષે વાવણી કર્યા બાદ આ જાતિ તેમનો સૌથી મોટો તહેવાર ઉજવે છે, જે વસંત ઋતુ અને તેમના નવા વર્ષના આગમનનું પ્રતિક છે. (તસવીર સૌજન્યઃ gosahin.com) ક્યારેઃ 1-6 એપ્રિલ દર વર્ષે ક્યાં: નાગાલેન્ડના મોન જિલ્લામાં

  કોન્યાક જાતિનો ઑલિંગ ફેસ્ટિવલ
  એક સમયે ખૂંખાર જાતિ તરીકે ગણાતી કોન્યાક જાતિ હવે તો શાંતિથી જીવે છે. હવે તેમનો મોટાભાગનો સમયે ખેતીમાં, દેશી દારૂ પીવામાં જ જાય છે. દર વર્ષે વાવણી કર્યા બાદ આ જાતિ તેમનો સૌથી મોટો તહેવાર ઉજવે છે, જે વસંત ઋતુ અને તેમના નવા વર્ષના આગમનનું પ્રતિક છે.
  (તસવીર સૌજન્યઃ gosahin.com)

  ક્યારેઃ 1-6 એપ્રિલ દર વર્ષે
  ક્યાં: નાગાલેન્ડના મોન જિલ્લામાં

  2/15
 • મોપિન ફેસ્ટિવલ ગાલો જાતિ માટે મોપિન ફેસ્ટિવલ સૌથી અગત્યનો ફેસ્ટિવલ છે. જેમાં તેઓ મોપિન દેવીની પૂજા કરે છે. આ ફેસ્ટિવલની ઉજવણી દુષ્ટ આત્માઓને દૂર રાખવા અને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને પામવા માટે થાય છે. જેમાં પોપિર નામનો પરંપરાગત ડાન્સ પણ કરવામાં આવે છે. સાથે જ ચોખામાંથી બનેલી વાઈન પણ પીરસવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ tourmyindia.com) ક્યારે: 5 થી 8 એપ્રિલ દર વર્ષે ક્યાં: અરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ અને પશ્ચિમ સિયાંગ જિલ્લામાં. સાથે જ પાટનગર ઈટાનગરના મોપિન ગ્રાઉન્ડમાં પણ ભવ્ય ઉજવણી થાય છે.

  મોપિન ફેસ્ટિવલ
  ગાલો જાતિ માટે મોપિન ફેસ્ટિવલ સૌથી અગત્યનો ફેસ્ટિવલ છે. જેમાં તેઓ મોપિન દેવીની પૂજા કરે છે. આ ફેસ્ટિવલની ઉજવણી દુષ્ટ આત્માઓને દૂર રાખવા અને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને પામવા માટે થાય છે. જેમાં પોપિર નામનો પરંપરાગત ડાન્સ પણ કરવામાં આવે છે. સાથે જ ચોખામાંથી બનેલી વાઈન પણ પીરસવામાં આવે છે.
  (તસવીર સૌજન્યઃ tourmyindia.com)

  ક્યારે: 5 થી 8 એપ્રિલ દર વર્ષે
  ક્યાં: અરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ અને પશ્ચિમ સિયાંગ જિલ્લામાં. સાથે જ પાટનગર ઈટાનગરના મોપિન ગ્રાઉન્ડમાં પણ ભવ્ય ઉજવણી થાય છે.

  3/15
 • નેન્મારા વાલાન્ગી વેલા આ કેરાલાનો મંદિરો સાથે જોડાયેલો મહત્વનો તહેવાર છે, જે ચોખાની લણણી પછી ઉજવવામાં આવે છે. જેમાં આસપાસના ગામ પરંપરાગત કલા અને પરંપરાગત વાદ્યોનું પ્રદર્શન કરે છે અને ગામો વચ્ચે સ્પર્ધા થાય છે. આ સમયે હાથીઓને પણ શણગારવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ) ક્યારે: 3 એપ્રિલ. 2019  ક્યાં: નેલ્લિકુલાન્ગરા ભગવતી મંદિર, નેમ્મારા, પાલક્કાડ, કેરાલા

  નેન્મારા વાલાન્ગી વેલા
  આ કેરાલાનો મંદિરો સાથે જોડાયેલો મહત્વનો તહેવાર છે, જે ચોખાની લણણી પછી ઉજવવામાં આવે છે. જેમાં આસપાસના ગામ પરંપરાગત કલા અને પરંપરાગત વાદ્યોનું પ્રદર્શન કરે છે અને ગામો વચ્ચે સ્પર્ધા થાય છે. આ સમયે હાથીઓને પણ શણગારવામાં આવે છે.
  (તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ)

  ક્યારે: 3 એપ્રિલ. 2019
   ક્યાં: નેલ્લિકુલાન્ગરા ભગવતી મંદિર, નેમ્મારા, પાલક્કાડ, કેરાલા

  4/15
 • અટ્ટુવેલા મહોત્સવમ સામાન્ય રીતે કેરાલાના તમામ ધાર્મિક ઉત્સવોમાં હાથી કેન્દ્રસ્થાને હોય છે. પરંતુ આ મહોત્સવમાં વૉટર કાર્નિવલ મુખ્ય આકર્ષણ છે. જેમાં શણગારેલી હોડીઓમાં મંદિરની પ્રતિકૃતિઓ રાખવામાં આવે છે અને તેને મંદિર સુધી લઈ જવામાં આવે છે. જેમાં અનેક બીજી શણગારેલી નાની હોડીઓ સામેલ થાય છે. સાથે પરંપરાગત મ્યૂઝિક તો ખરું જ. (તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ) ક્યારે: 6 એપ્રિલ, 2019 ક્યાં: એલાન્કાવૂ શ્રી ભગવતી મંદિર, વાડાયાર, કોટ્ટાયમ જિલ્લો, કેરાલા

  અટ્ટુવેલા મહોત્સવમ
  સામાન્ય રીતે કેરાલાના તમામ ધાર્મિક ઉત્સવોમાં હાથી કેન્દ્રસ્થાને હોય છે. પરંતુ આ મહોત્સવમાં વૉટર કાર્નિવલ મુખ્ય આકર્ષણ છે. જેમાં શણગારેલી હોડીઓમાં મંદિરની પ્રતિકૃતિઓ રાખવામાં આવે છે અને તેને મંદિર સુધી લઈ જવામાં આવે છે. જેમાં અનેક બીજી શણગારેલી નાની હોડીઓ સામેલ થાય છે. સાથે પરંપરાગત મ્યૂઝિક તો ખરું જ.
  (તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ)

  ક્યારે: 6 એપ્રિલ, 2019
  ક્યાં: એલાન્કાવૂ શ્રી ભગવતી મંદિર, વાડાયાર, કોટ્ટાયમ જિલ્લો, કેરાલા

  5/15
 • ગુડી પડવા શોભાયાત્રા ગુડી પડવો એટલે મરાઠીઓનું નવું વર્ષ. મુંબઈમાં આ દિવસે મોટી મોટી શોભાયાત્રાનું આયોજન થાય છે. જેમાં સૌથી મોટી પરેડ ગિરગાંવથી સવારે નીકળે છે. આ શોભાયાત્રામાં સ્થાનિકો પરંપરાગત પોષાકમાં જોવા મળે છે. જેમાં મહિલાઓ પણ સાડીમાં બાઈકની સવારી કરે છે. ક્યારે: 6 એપ્રિલ, 2019 ક્યાં: મુંબઈ, મહારાષ્ટ્ર

  ગુડી પડવા શોભાયાત્રા
  ગુડી પડવો એટલે મરાઠીઓનું નવું વર્ષ. મુંબઈમાં આ દિવસે મોટી મોટી શોભાયાત્રાનું આયોજન થાય છે. જેમાં સૌથી મોટી પરેડ ગિરગાંવથી સવારે નીકળે છે. આ શોભાયાત્રામાં સ્થાનિકો પરંપરાગત પોષાકમાં જોવા મળે છે. જેમાં મહિલાઓ પણ સાડીમાં બાઈકની સવારી કરે છે.

  ક્યારે: 6 એપ્રિલ, 2019
  ક્યાં: મુંબઈ, મહારાષ્ટ્ર

  6/15
 • કરણી માતા ઉત્સવ રાજસ્થાનમાં આવેલું 600 વર્ષ જુનું આ મંદિર હજારો ઉંદરોનું ઘર છે. જેમને અહીં પવિત્ર ગણવામાં આવે છે. આ મંદિર કરણી માતાનું છે, જે દુર્ગામાતાનો અવતાર ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે કરણી માતા ઉંદરોમાં વાસ કરે છે. વર્ષમાં બે વખત નવરાત્રિ સમયે અહીં ભક્તો પૂજા કરવા આવે છે અને માતાને થાળ ધરાવે છે. આમાંથી જે થાળ પર ઉંદરોની લાળ હોય તેને પવિત્ર ગણવામાં આવે છે. અને જો ઉંદર તમારા પગ પરથી પસાર થાય તો તેને સૌભાગ્ય ગણવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ theplanet.com) ક્યારે: 6-14 એપ્રિલ 2019 અને 29 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર 2019 ક્યાં: કરણી માતા મંદિર, દેશોંક ગામ, રાજસ્થાન

  કરણી માતા ઉત્સવ

  રાજસ્થાનમાં આવેલું 600 વર્ષ જુનું આ મંદિર હજારો ઉંદરોનું ઘર છે. જેમને અહીં પવિત્ર ગણવામાં આવે છે. આ મંદિર કરણી માતાનું છે, જે દુર્ગામાતાનો અવતાર ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે કરણી માતા ઉંદરોમાં વાસ કરે છે. વર્ષમાં બે વખત નવરાત્રિ સમયે અહીં ભક્તો પૂજા કરવા આવે છે અને માતાને થાળ ધરાવે છે. આમાંથી જે થાળ પર ઉંદરોની લાળ હોય તેને પવિત્ર ગણવામાં આવે છે. અને જો ઉંદર તમારા પગ પરથી પસાર થાય તો તેને સૌભાગ્ય ગણવામાં આવે છે.
  (તસવીર સૌજન્યઃ theplanet.com)

  ક્યારે: 6-14 એપ્રિલ 2019 અને 29 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર 2019
  ક્યાં: કરણી માતા મંદિર, દેશોંક ગામ, રાજસ્થાન

  7/15
 • કોડુનગાલ્લૂર ભરની આ ફેસ્ટિવલને જોવું એક લ્હાવો છે. હજારો લોકો તલવારો સાથે અહીં આવે છે. તેઓ ટ્રાન્સમાં ચાલ્યા જાય છે અને માતાજીની આરાધના કરે છે. જે સમયે તેમને ઈજાઓ પણ થાય તેમનું પણ તેમને ભાન નથી રહેતું. ભદ્રકાળી માતાને પ્રસન્ન કરવા માટે આ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ keralatourismguide.com) ક્યારે: 7-9 એપ્રિલ ક્યાં: કોડુનદગાલ્લૂર ભગવતી મંદિર, કોડુનગાલ્લૂ, થ્રિસ્સૂર જિલ્લો, કેરાલા

  કોડુનગાલ્લૂર ભરની

  આ ફેસ્ટિવલને જોવું એક લ્હાવો છે. હજારો લોકો તલવારો સાથે અહીં આવે છે. તેઓ ટ્રાન્સમાં ચાલ્યા જાય છે અને માતાજીની આરાધના કરે છે. જે સમયે તેમને ઈજાઓ પણ થાય તેમનું પણ તેમને ભાન નથી રહેતું. ભદ્રકાળી માતાને પ્રસન્ન કરવા માટે આ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.
  (તસવીર સૌજન્યઃ keralatourismguide.com)

  ક્યારે: 7-9 એપ્રિલ
  ક્યાં: કોડુનદગાલ્લૂર ભગવતી મંદિર, કોડુનગાલ્લૂ, થ્રિસ્સૂર જિલ્લો, કેરાલા

  8/15
 • ગણગૌર મહોત્સવ રાજસ્થાનનો સૌથી મહત્વનો ઉત્સવ એટલે ગણગૌર મહોત્સવ, જેમાં ગૌરી માતાની પૂજા કરવામાં આવે છે.  આ ઉત્સવ મહિલાઓ ઉજવે છે. ગૌરી માતાની પૂજા અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં સંગીત અને ઉલ્લાસ સાથે લોકો સામેલ થાય છે. ક્યારે: 8-9 એપ્રિલ ક્યાં: આખા રાજસ્થાનમાં

  ગણગૌર મહોત્સવ
  રાજસ્થાનનો સૌથી મહત્વનો ઉત્સવ એટલે ગણગૌર મહોત્સવ, જેમાં ગૌરી માતાની પૂજા કરવામાં આવે છે.  આ ઉત્સવ મહિલાઓ ઉજવે છે. ગૌરી માતાની પૂજા અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં સંગીત અને ઉલ્લાસ સાથે લોકો સામેલ થાય છે.

  ક્યારે: 8-9 એપ્રિલ
  ક્યાં: આખા રાજસ્થાનમાં

  9/15
 • મેવાડ ઉત્સવ ઉદપુરના પિછોલા તળાવના કિનારે ગણગૌર ઘાટમાં ગૌરીમાતાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ પ્રતિમાઓને વાજતે-ગાજતે હોડીમાં લઈ જવામાં આવે છે. આતશબાજી થાય છે. પરંપરાગત વાદ્યો અને નૃત્યો જોવા માટે આ ઉત્સવ ખૂબ જ મહત્વનો છે. (તસવીર સૌજન્યઃ ohmyrajsthan.com) ક્યારે: 8-10 એપ્રિલ ક્યાં: ઉદયપુર

  મેવાડ ઉત્સવ
  ઉદપુરના પિછોલા તળાવના કિનારે ગણગૌર ઘાટમાં ગૌરીમાતાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ પ્રતિમાઓને વાજતે-ગાજતે હોડીમાં લઈ જવામાં આવે છે. આતશબાજી થાય છે. પરંપરાગત વાદ્યો અને નૃત્યો જોવા માટે આ ઉત્સવ ખૂબ જ મહત્વનો છે.
  (તસવીર સૌજન્યઃ ohmyrajsthan.com)

  ક્યારે: 8-10 એપ્રિલ
  ક્યાં: ઉદયપુર

  10/15
 • રામ નવમી ભગવાન રામના જન્મદિવસ પર રામ નવમીની ઉજવણી થાય છે, જેઓ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. જેની ધાર્મિક રીતે આખા ભારતમાં ઉજવણી થાય છે.   ક્યારે: 14 એપ્રિલ ક્યાં: સૌથી મોટી ઉજવણી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થાય છે. એ સિવાય જ્યાં ભગવાન રામનું મંદિર હોય તે તમામ જગ્યાએ રામનવમીની ભાવપૂર્વક ઉજવણી થાય છે.

  રામ નવમી
  ભગવાન રામના જન્મદિવસ પર રામ નવમીની ઉજવણી થાય છે, જેઓ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. જેની ધાર્મિક રીતે આખા ભારતમાં ઉજવણી થાય છે.
   
  ક્યારે: 14 એપ્રિલ
  ક્યાં: સૌથી મોટી ઉજવણી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થાય છે. એ સિવાય જ્યાં ભગવાન રામનું મંદિર હોય તે તમામ જગ્યાએ રામનવમીની ભાવપૂર્વક ઉજવણી થાય છે.

  11/15
 • બૈસાખી બૈસાખી લણણીનો ઉત્સવ છે, પંજાબી નવું વર્ષ છે અને ખાલસા પંથની સ્થાપનનો સમય છે. જેને ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ સમયે મેળા લાગે છે.  સૌથી મોટી ઉજવણી અમૃતસરમાં થાય છે. ક્યારે: 14 એપ્રિલ ક્યાં: આખા પંજાબમાં, ખાસ કરીને અમૃતસરમાં

  બૈસાખી
  બૈસાખી લણણીનો ઉત્સવ છે, પંજાબી નવું વર્ષ છે અને ખાલસા પંથની સ્થાપનનો સમય છે. જેને ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ સમયે મેળા લાગે છે.  સૌથી મોટી ઉજવણી અમૃતસરમાં થાય છે.

  ક્યારે: 14 એપ્રિલ
  ક્યાં: આખા પંજાબમાં, ખાસ કરીને અમૃતસરમાં

  12/15
 • રોંગાલી બિહૂ બિહૂ આસામનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર વર્ષમાં ત્રણ વાર ઉજવવામાં આવે છે. જેને બોંગાલી બિહૂ એને રોંગાલી બિહૂ એપ્રિલમાં મનાવવામાં આવે છે. 3 દિવસ માટે આ તહેવાર ઉજવાય છે અને તે નવા વર્ષની શરૂઆત છે. સાથે જ વસંતનો પણ સમય હોય છે. આ તહેવારમાં સ્થાનિકો એકબીજાના ઘરે જાય છે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. ક્યારે: 14 થી 16 એપ્રિલ ક્યાં: આસામ

  રોંગાલી બિહૂ
  બિહૂ આસામનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર વર્ષમાં ત્રણ વાર ઉજવવામાં આવે છે. જેને બોંગાલી બિહૂ એને રોંગાલી બિહૂ એપ્રિલમાં મનાવવામાં આવે છે. 3 દિવસ માટે આ તહેવાર ઉજવાય છે અને તે નવા વર્ષની શરૂઆત છે. સાથે જ વસંતનો પણ સમય હોય છે. આ તહેવારમાં સ્થાનિકો એકબીજાના ઘરે જાય છે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે.

  ક્યારે: 14 થી 16 એપ્રિલ
  ક્યાં: આસામ

  13/15
 • કાડામ્માનિત્તા પટયાની પટયાની દક્ષિણીય કેરલની એક ધાર્મિક કળા છે. જેને દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે. આ સમયે ભૈરવી, કાલાન, યાક્ષી અને પક્ષીની પૂજા કરવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ) ક્યારે: 15 થી 24 એપ્રિલ ક્યાં: કાડામ્માનિત્તા દેવીનું મંદિર, કેરાલા

  કાડામ્માનિત્તા પટયાની
  પટયાની દક્ષિણીય કેરલની એક ધાર્મિક કળા છે. જેને દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે. આ સમયે ભૈરવી, કાલાન, યાક્ષી અને પક્ષીની પૂજા કરવામાં આવે છે.
  (તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ)

  ક્યારે: 15 થી 24 એપ્રિલ
  ક્યાં: કાડામ્માનિત્તા દેવીનું મંદિર, કેરાલા

  14/15
 • સંકટ મોચન મ્યૂઝિક ફેસ્ટિવલ પહેલો સંકટ મોચન મ્યૂઝિક ફેસ્ટિવલ 1923માં યોજાયો હતો, અને ત્યારથી જ દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલમાં દેશભરના કલાકારો ભાગ લે છે. આ ફેસ્ટિવલ વારાસણીમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાય છે. ક્યારે: 23 થી 29 એપ્રિલ ક્યાં: સંકટ મોચન હનુમાન મંદિર, વારાણી, ઉત્તરપ્રદેશ

  સંકટ મોચન મ્યૂઝિક ફેસ્ટિવલ

  પહેલો સંકટ મોચન મ્યૂઝિક ફેસ્ટિવલ 1923માં યોજાયો હતો, અને ત્યારથી જ દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલમાં દેશભરના કલાકારો ભાગ લે છે. આ ફેસ્ટિવલ વારાસણીમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાય છે.

  ક્યારે: 23 થી 29 એપ્રિલ
  ક્યાં: સંકટ મોચન હનુમાન મંદિર, વારાણી, ઉત્તરપ્રદેશ

  15/15
 • loading...

ફોટોઝ વિશે

પરીક્ષાઓ તો બસ પુરી થઈ રહી છે, રાહ છે તો બસ ઉનાળાના વેકેશનની. અને આ વેકેશનમાં જો તમે ફરવા જવાના હો, તો આ રહી તમારા માટે ટ્રાવેલ ગાઈડ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK