ટ્રાવેલ ડાયરીઃ માર્ચમાં યોજાનારા ફેસ્ટિવલ્સ અને ઈવેન્ટ્સની ગાઈડ

Updated: Feb 21, 2019, 16:02 IST | Falguni Lakhani
 • ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ ક્યાં: પરમાર્થ નિકેતન આશ્રમ, ઋષિકેશ ક્યારે: માર્ચ 1 થી 7 યોગમાં રૂચિ ધરાવતા લોકો માટે આ ફેસ્ટિવલ મહત્વનો છે. જેમાં 30 દેશોના 400થી વધુ લોકો ભાગ લે છે. આ ફેસ્ટિવલમાં દેશના ટોચના યોગગુરૂઓ આવે છે. સાંજે આધ્યાત્મિક ગુરૂઓ સાથે ચર્ચાનું પણ આયોજન થાય છે. સાથે શાકાહારી જમવાનું બનાવતા પણ શીખવવામાં આવે છે.

  ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ
  ક્યાં: પરમાર્થ નિકેતન આશ્રમ, ઋષિકેશ
  ક્યારે: માર્ચ 1 થી 7

  યોગમાં રૂચિ ધરાવતા લોકો માટે આ ફેસ્ટિવલ મહત્વનો છે. જેમાં 30 દેશોના 400થી વધુ લોકો ભાગ લે છે. આ ફેસ્ટિવલમાં દેશના ટોચના યોગગુરૂઓ આવે છે. સાંજે આધ્યાત્મિક ગુરૂઓ સાથે ચર્ચાનું પણ આયોજન થાય છે. સાથે શાકાહારી જમવાનું બનાવતા પણ શીખવવામાં આવે છે.

  1/8
 • ચપચાર કુટ ફેસ્ટિવલ ક્યાં: ઐઝવાલ, મિઝોરમની રાજધાનીમાં ક્યારે: માર્ચના પહેલા અઠવાડિયામાં ચપચાર કુટ ફેસ્ટિવલ મિઝોરમમાં લણણીના તહેવાર તરીકે ઉજવમમાં આવે છે. તેનું નામ વાંસ પરથી રાખવામાં આવ્યું છે. જેની લણણી કરવામાં આવે છે અને તેને ઉપયોગમાં લેવા માટે સુરવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં તેમને નોર્થ-ઈસ્ટની સંસ્કૃતિની ઝલક સાથે પંરપરાગત નૃત્ય પણ જોવા મળશે. (તસવીર સૌજન્યઃ મિઝોરમ ટુરિઝમ)

  ચપચાર કુટ ફેસ્ટિવલ
  ક્યાં: ઐઝવાલ, મિઝોરમની રાજધાનીમાં
  ક્યારે: માર્ચના પહેલા અઠવાડિયામાં

  ચપચાર કુટ ફેસ્ટિવલ મિઝોરમમાં લણણીના તહેવાર તરીકે ઉજવમમાં આવે છે. તેનું નામ વાંસ પરથી રાખવામાં આવ્યું છે. જેની લણણી કરવામાં આવે છે અને તેને ઉપયોગમાં લેવા માટે સુરવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં તેમને નોર્થ-ઈસ્ટની સંસ્કૃતિની ઝલક સાથે પંરપરાગત નૃત્ય પણ જોવા મળશે.
  (તસવીર સૌજન્યઃ મિઝોરમ ટુરિઝમ)

  2/8
 • ગોઆ કાર્નિવલ ક્યાં: ગોવા(પણજી, માર્ગો, વાસ્કો અને માપુસા) ક્યારે: માર્ચ 2 થી 5 રંગબેરંગી ગોઆ કાર્નિવલની શરૂઆત 18મી સદીમાં પોર્ટુગીઝોના શાસન દરમિયાન થઈ હતી. આ કાર્નિવલ પર્યટકોમાં ખૂબ જ આકર્ષણ જમાવે છે. પણજીમાં ફૂડ અને કલ્ચર ફેસ્ટિવલથી ગોઆ કાર્નિવલની શરૂઆત થાય છે.

  ગોઆ કાર્નિવલ
  ક્યાં: ગોવા(પણજી, માર્ગો, વાસ્કો અને માપુસા)
  ક્યારે: માર્ચ 2 થી 5

  રંગબેરંગી ગોઆ કાર્નિવલની શરૂઆત 18મી સદીમાં પોર્ટુગીઝોના શાસન દરમિયાન થઈ હતી. આ કાર્નિવલ પર્યટકોમાં ખૂબ જ આકર્ષણ જમાવે છે. પણજીમાં ફૂડ અને કલ્ચર ફેસ્ટિવલથી ગોઆ કાર્નિવલની શરૂઆત થાય છે.

  3/8
 • મહા શિવરાત્રિ ક્યાં: તમામ ભગવાન શિવના મંદિરોમાં ક્યારે: 4 માર્ચ મહાશિવરાત્રિનું પર્વ શિવભક્તો માટે ખૂબ જ મહત્વનું છે. ભગવાન શિવના તમામ મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક તેની ઉજવણી થાય છે. કેટલીક જગ્યાએ ખાસ મેળા પણ થાય છે.

  મહા શિવરાત્રિ
  ક્યાં: તમામ ભગવાન શિવના મંદિરોમાં
  ક્યારે: 4 માર્ચ

  મહાશિવરાત્રિનું પર્વ શિવભક્તો માટે ખૂબ જ મહત્વનું છે. ભગવાન શિવના તમામ મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક તેની ઉજવણી થાય છે. કેટલીક જગ્યાએ ખાસ મેળા પણ થાય છે.

  4/8
 • અંગાલામ્માન ફેસ્ટિવલ ક્યાં: તમિલનાડુના ક્રિષ્નાગિરી જિલ્લામાં ક્યારે: 5 માર્ચ ભારતના સૌથી અનોખા ફેસ્ટિવલમાંથી એક છે અંગાલામ્માન ફેસ્ટિવલ. જેમાં હજારો ભક્તો દેવી અંગાલાઅમ્માનનું સ્વરૂપ ધારણ કરે છે. જેઓ દેવી પાર્વતિનો એક અવતાર હતા. કહેવાય છે કે આ દેવીને લોહીનો ભોગ ચડાવવાથી તેઓ ખુશ થાય છે. જેથી કેટલાક લોકો તેમની છાત પર ખીલાથી લીંબુ લગાવીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. (તસવીર સૌજન્યઃ Ashit Desai/Getty Images )

  અંગાલામ્માન ફેસ્ટિવલ
  ક્યાં: તમિલનાડુના ક્રિષ્નાગિરી જિલ્લામાં
  ક્યારે: 5 માર્ચ

  ભારતના સૌથી અનોખા ફેસ્ટિવલમાંથી એક છે અંગાલામ્માન ફેસ્ટિવલ. જેમાં હજારો ભક્તો દેવી અંગાલાઅમ્માનનું સ્વરૂપ ધારણ કરે છે. જેઓ દેવી પાર્વતિનો એક અવતાર હતા. કહેવાય છે કે આ દેવીને લોહીનો ભોગ ચડાવવાથી તેઓ ખુશ થાય છે. જેથી કેટલાક લોકો તેમની છાત પર ખીલાથી લીંબુ લગાવીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.
  (તસવીર સૌજન્યઃ Ashit Desai/Getty Images )

  5/8
 • જયપુર જાઝ એન્ડ બ્લૂઝ ફેસ્ટિવલ ક્યાં: સેન્ટ્રલ પાર્ક, જયપુર, રાજસ્થાન ક્યારે: 8 અને 9 માર્ચ રાજસ્થાન ટુરિઝમ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં ભારત સહિત વિવિધ દેશોના બેન્ડ્સ આવે છે અને પર્ફોર્મ કરે છે. (તસવીર સૌજન્યઃ Westend61/Getty Images)

  જયપુર જાઝ એન્ડ બ્લૂઝ ફેસ્ટિવલ
  ક્યાં: સેન્ટ્રલ પાર્ક, જયપુર, રાજસ્થાન
  ક્યારે: 8 અને 9 માર્ચ

  રાજસ્થાન ટુરિઝમ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં ભારત સહિત વિવિધ દેશોના બેન્ડ્સ આવે છે અને પર્ફોર્મ કરે છે.

  (તસવીર સૌજન્યઃ Westend61/Getty Images)

  6/8
 • વ્રજનો હોળી મહોત્વ ક્યાં: ભરતપુર, દીગ અને કામાન, રાજસ્થાન ક્યારે: 16 અને 17 માર્ચ વ્રજ હોળી મહોત્સવ રાધા કૃષ્ણને સમર્પિત છે. માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના આઠમાં અવતારે તેમનું મોટા ભાગનું બાળપણ રાજસ્થાનના વ્રજ વિસ્તારમાં વિતાવ્યું હતું. રાધા અને કૃષ્ણના પ્રેમની ઉજવવા માટે વ્રજ હોળી મહોત્સવ ઉજવાય છે.

  વ્રજનો હોળી મહોત્વ
  ક્યાં: ભરતપુર, દીગ અને કામાન, રાજસ્થાન
  ક્યારે: 16 અને 17 માર્ચ

  વ્રજ હોળી મહોત્સવ રાધા કૃષ્ણને સમર્પિત છે. માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના આઠમાં અવતારે તેમનું મોટા ભાગનું બાળપણ રાજસ્થાનના વ્રજ વિસ્તારમાં વિતાવ્યું હતું. રાધા અને કૃષ્ણના પ્રેમની ઉજવવા માટે વ્રજ હોળી મહોત્સવ ઉજવાય છે.

  7/8
 • હોળી ક્યાં: આખા દેશમાં ક્યારે: માર્ચ 20 અને 21 હોળી એટલે કે રંગોનો તહેવાર આખા દેશમાં ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં હોળીનું ધાર્મિક મહત્વ છે. જ્યારે  બાકીના ભાગોમાં લોકો એકબીજાના રંગ લગાવી મસ્તીથી આ તહેવાર ઉજવે છે.

  હોળી
  ક્યાં: આખા દેશમાં
  ક્યારે: માર્ચ 20 અને 21

  હોળી એટલે કે રંગોનો તહેવાર આખા દેશમાં ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં હોળીનું ધાર્મિક મહત્વ છે. જ્યારે  બાકીના ભાગોમાં લોકો એકબીજાના રંગ લગાવી મસ્તીથી આ તહેવાર ઉજવે છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

માર્ચમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો? તો આ રહી તમારા માટે માર્ચની કલરફુલ ઈવેન્ટ્સ અને ફેસ્ટિવલ્સની યાદી. જે તમને કરાવશે ભારતીય સંસ્કૃતિના દર્શન.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK