ગીચ મુંબઇમાં સાઇકલિંગના સ્વૅગને લાઇવ રાખે છે આ સાઇકલિસ્ટ્સ

Published: 28th October, 2020 12:43 IST | Keval Trivedi
 • નિલેશ છેડા છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી બિઝનેસ જવાબદારીઓ સંભાળે છે. તેમણે કહ્યું કે, થોડુંક સ્લોડાઉન થતા મે લોંગ વોક, એક્સરસાઈઝ, રનિંગ વગેરે શરૂ કર્યુ જેથી શરીરને થાક લાગે તો ઉંઘ સારી આવે. મે જોયુ કે ઘણા લોકો સાઈકલ ચલાવે છે તેથી વર્ષ 2016થી મે પણ સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું અને એક-બે મહિના બાદ એક સાઈકલ ગ્રુપમાં જોડાયા બાદ ઘણી લોંગ રાઈડ પણ કરી જેમાં મુંબઈ-પુણે-મુંબઈનો સમાવેશ છે, આ પ્રવાસ 300થી પણ વધુ કિલોમીટરનો હતો. મારો ટાર્ગેટ અઠવાડિયામાં 350 કિલોમીટર જેટલી રાઈડ કરવાનો હોય છે. સાઈકલ ચલાવવાથી માત્ર ડિપ્રેશન જ ઓછુ નથી થતુ પરંતુ ગ્રુપ સાથે ફરતા એક ટીમ વેલ્યુ સમજાય છે, નવી જગ્યાએ જવાનો એક એડવેન્ચર, કુદરતી સૌંદર્ય વગેરેનો અનુભવ કઈ જુદો જ છે. હુ યુવાઓને પણ કહીશ કે સાઈકલ તમારા માટે એક જીમ જ છે, તમે પણ સાઈકલિંગ કરો.

  નિલેશ છેડા છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી બિઝનેસ જવાબદારીઓ સંભાળે છે. તેમણે કહ્યું કે, થોડુંક સ્લોડાઉન થતા મે લોંગ વોક, એક્સરસાઈઝ, રનિંગ વગેરે શરૂ કર્યુ જેથી શરીરને થાક લાગે તો ઉંઘ સારી આવે. મે જોયુ કે ઘણા લોકો સાઈકલ ચલાવે છે તેથી વર્ષ 2016થી મે પણ સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું અને એક-બે મહિના બાદ એક સાઈકલ ગ્રુપમાં જોડાયા બાદ ઘણી લોંગ રાઈડ પણ કરી જેમાં મુંબઈ-પુણે-મુંબઈનો સમાવેશ છે, આ પ્રવાસ 300થી પણ વધુ કિલોમીટરનો હતો. મારો ટાર્ગેટ અઠવાડિયામાં 350 કિલોમીટર જેટલી રાઈડ કરવાનો હોય છે. સાઈકલ ચલાવવાથી માત્ર ડિપ્રેશન જ ઓછુ નથી થતુ પરંતુ ગ્રુપ સાથે ફરતા એક ટીમ વેલ્યુ સમજાય છે, નવી જગ્યાએ જવાનો એક એડવેન્ચર, કુદરતી સૌંદર્ય વગેરેનો અનુભવ કઈ જુદો જ છે. હુ યુવાઓને પણ કહીશ કે સાઈકલ તમારા માટે એક જીમ જ છે, તમે પણ સાઈકલિંગ કરો.

  1/24
 • ચેતન શાહ છેલ્લા આઠેક વર્ષથી સાઈકલિંગ કરે છે. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે, હું રોજ 50 કિલોમીટર જેટલી સાઈકલ ચલાવુ છું. અઠવાડિયામાં છ દિવસ સવારના સાડા પાંચથી આઠ વાગ્યા સુધી હું સાઈકલ ચલાવુ છું, જ્યારે રવિવારે લગભગ 100 કિલોમીટર જેટલી સાઈકલ ચલાવુ છું. મારુ એનર્જી લેવલ ઘણી વધી, જીવન બદલાયુ, દરરોજ મને એક્સાઈટમેન્ટ લાગે છે. તેમ જ ઘણા રાજ્યોમાં સાઈકલ પર ટુરિંગ પણ કર્યું છે જેમાં હિમાચલ, પંજાબ, ગોવા, ગુજરાતનો સમાવેશ છે. ફિટનેસ માટે લોકો ચાલતા હોય છે તેમ જ જીમમાં જતા હોય છે પણ ઘણીવાર આપણને આ કરવુ ગમતુ નથી તમે ફક્ત હૅલ્થ પુરતુ કરતા હોવ છો.પરંતુ સાઈકલિંગ કરવામાં મજા આવે છે અને જબરદસ્તી તમે સાઈકલ તો ચલાવશો જ. સાઈકલ ચલાવવાથી તમારી જિંદગીની એક નવી લાઈન જ ચાલુ થઈ જશે.  

  ચેતન શાહ છેલ્લા આઠેક વર્ષથી સાઈકલિંગ કરે છે. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે, હું રોજ 50 કિલોમીટર જેટલી સાઈકલ ચલાવુ છું. અઠવાડિયામાં છ દિવસ સવારના સાડા પાંચથી આઠ વાગ્યા સુધી હું સાઈકલ ચલાવુ છું, જ્યારે રવિવારે લગભગ 100 કિલોમીટર જેટલી સાઈકલ ચલાવુ છું. મારુ એનર્જી લેવલ ઘણી વધી, જીવન બદલાયુ, દરરોજ મને એક્સાઈટમેન્ટ લાગે છે. તેમ જ ઘણા રાજ્યોમાં સાઈકલ પર ટુરિંગ પણ કર્યું છે જેમાં હિમાચલ, પંજાબ, ગોવા, ગુજરાતનો સમાવેશ છે. ફિટનેસ માટે લોકો ચાલતા હોય છે તેમ જ જીમમાં જતા હોય છે પણ ઘણીવાર આપણને આ કરવુ ગમતુ નથી તમે ફક્ત હૅલ્થ પુરતુ કરતા હોવ છો.પરંતુ સાઈકલિંગ કરવામાં મજા આવે છે અને જબરદસ્તી તમે સાઈકલ તો ચલાવશો જ. સાઈકલ ચલાવવાથી તમારી જિંદગીની એક નવી લાઈન જ ચાલુ થઈ જશે.  

  2/24
 • 59 વર્ષના પરેશ શાહે કહ્યું કે, ફેબ્રુઆરી 2016થી સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. મારુ ડાઈબિટિઝ હાઈ રહેતુ હતું. હું દિવસની ચાર મેડિસિન લેતો હતો. મેડિસિન ઓછી થાય એની હું ટ્રાય કરી રહ્યો હતો. શરૂઆતમાં હું અઠવાડિયાના 100થી સવાસો કિલોમીટર જેટલુ રાઈડ કરતો હતો. બે વર્ષ બાદ મારી દવાઓ સંપૂર્ણ બંધ પણ થઈ હતી. હાલ હું અને મારુ ગ્રુપ અઠવાડિયાના 300-350 કિલોમીટર રાઈડ કરીએ છીએ. દૈનિક 50 કિલોમીટર તો મિનિમમ હું સાઈકલ ચલાવુ જ છું. જે દિવસે સાઈકલ ન ચલાવી હોય એ દિવસ ખાલી ખાલી લાગે. સાઈકલિંગ કરવાથી નવા મિત્રો બન્યા. અલગ-અલગ ઉંમરના લોકો સાથે મિત્રતા થઈ. સાઈકલિંગ ગ્રુપમાં 21 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો છે. વર્ષના 365 દિવસમાંથી કમસેકમ 270 દિવસ તો અમે સાઈકલ ચલાવીએ જ છે. સીઝન કોઈ પણ હોય પણ અમારી સાઈકલિંગ અટકતી નથી. હું દરેકને સલાહ આપીશ કે નાનો ટાર્ગેટ રાખીને પણ સાઈકલ ચલાવવાની શરૂઆત કરે. અમારુ સાઈકલિંગ ગ્રુપ નવા એરિયા પણ એક્સપ્લોર કરે છે. હાલમાં જ અમે બેલાપુર ગયા ત્યાં એક મિત્રએ કહ્યું કે આગળ ખારઘરનો એક વિસ્તાર ખૂબ જ સરસ છે. તે વિસ્તારમાં અમે ક્યારે કારમાં પણ નહોતા ગયા પરંતુ સાઈકલમાં પહોંચ્યા હતા. ઉપરાંત ઉત્તન, ગોરાઈ જેવા સ્થળોએ પણ જવા ઉપરાંત લોનાવાલામાં પણ જઈએ છીએ. ગયા વર્ષે મે ચેતનભાઈ અને અન્ય બે મિત્રો સાથે સ્વિત્ઝરલૅન્ડમાં પણ 15 દિવસમાં 900 કિલોમીટરનો પ્રવાસ સાઈકલથી કર્યો હતો.

  59 વર્ષના પરેશ શાહે કહ્યું કે, ફેબ્રુઆરી 2016થી સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. મારુ ડાઈબિટિઝ હાઈ રહેતુ હતું. હું દિવસની ચાર મેડિસિન લેતો હતો. મેડિસિન ઓછી થાય એની હું ટ્રાય કરી રહ્યો હતો. શરૂઆતમાં હું અઠવાડિયાના 100થી સવાસો કિલોમીટર જેટલુ રાઈડ કરતો હતો. બે વર્ષ બાદ મારી દવાઓ સંપૂર્ણ બંધ પણ થઈ હતી. હાલ હું અને મારુ ગ્રુપ અઠવાડિયાના 300-350 કિલોમીટર રાઈડ કરીએ છીએ. દૈનિક 50 કિલોમીટર તો મિનિમમ હું સાઈકલ ચલાવુ જ છું. જે દિવસે સાઈકલ ન ચલાવી હોય એ દિવસ ખાલી ખાલી લાગે. સાઈકલિંગ કરવાથી નવા મિત્રો બન્યા. અલગ-અલગ ઉંમરના લોકો સાથે મિત્રતા થઈ. સાઈકલિંગ ગ્રુપમાં 21 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો છે. વર્ષના 365 દિવસમાંથી કમસેકમ 270 દિવસ તો અમે સાઈકલ ચલાવીએ જ છે. સીઝન કોઈ પણ હોય પણ અમારી સાઈકલિંગ અટકતી નથી. હું દરેકને સલાહ આપીશ કે નાનો ટાર્ગેટ રાખીને પણ સાઈકલ ચલાવવાની શરૂઆત કરે. અમારુ સાઈકલિંગ ગ્રુપ નવા એરિયા પણ એક્સપ્લોર કરે છે. હાલમાં જ અમે બેલાપુર ગયા ત્યાં એક મિત્રએ કહ્યું કે આગળ ખારઘરનો એક વિસ્તાર ખૂબ જ સરસ છે. તે વિસ્તારમાં અમે ક્યારે કારમાં પણ નહોતા ગયા પરંતુ સાઈકલમાં પહોંચ્યા હતા. ઉપરાંત ઉત્તન, ગોરાઈ જેવા સ્થળોએ પણ જવા ઉપરાંત લોનાવાલામાં પણ જઈએ છીએ. ગયા વર્ષે મે ચેતનભાઈ અને અન્ય બે મિત્રો સાથે સ્વિત્ઝરલૅન્ડમાં પણ 15 દિવસમાં 900 કિલોમીટરનો પ્રવાસ સાઈકલથી કર્યો હતો.

  3/24
 • વિધી ભાનુશાળીએ એક વર્ષ પહેલા સાઈકલિંગ કરવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં હું ધીમી હતી, જોકે ગ્રુપમાં બધા સપોર્ટિવ હતા. સાયકલ ચલાવવાથી હૅલ્થ તો સારી રહે જ છે પરંતુ કોવિડ મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. લોનાવાલા, પુણે સુધી સાયકલમાં પ્રવાસ કર્યો છે. હવે લાંબા પ્રવાસ કરવાનો પણ લક્ષ્ય છે. સાઈકલિંગથી સ્વતંત્રતા અને ડિસિપ્લિન આવે છે. જીમમાં જાઓ તો એકની એક કસરત કરો પરંતુ સાઈકલ ચલાવવાથી તમે નવા સ્થળોને એક્સપ્લોઝ કરી શકો છો. શ્રેષ્ઠ અનુભવ એ છે કે હું જ્યારે સાઈકલ ચલાવુ ત્યારે મારી પાસેથી પંદરથી 20 પતંગીયા પસાર થાય છે જે કારમાં નથી આવતા. મને પેરેન્ટ્સ કહેતા કે હું શા માટે સાઈકલ ચલાવુ છું. તે કહેતા કે હું બિલ્ડિંગમાં જ સાઈકલ ચલાવું. મે મુંબઈમાં પ્રવાસ કરવાનો શરૂ કર્યો પછી એમ કહેવા લાગ્યા કે સ્થાનિકમાં જ ચલાવ શહેરની બહાર નહીં જતી. આનું કારણ એ કે સાઈકલિંગ બાબતે લોકોમાં હજી જાગૃતતા નથી. મે હજી સુધી ઘરમાં કીધુ પણ નથી કે મારી સાઈકલ કેટલા રૂપિયાની છે. તેમણે મજાકમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, મારા ઘર વાળાને ખબર પડશે કે મારી સાઈકલ કેટલાની છે તો તે મને ઘરની બહાર કાઢી મૂકશે. પહેલા હું મારા સર્કલમાં એકલી જ સાઈકલ ચલાવતી હતી, મે અન્યોને પ્રોત્સાહિત કર્યા અને આજની તારીખમાં મારા બંને ભાઈ, બંને મામા અને બિલ્ડિંગથી બીજા ચાર લોકો પણ સાઈકલ ચલાવવા આવે છે.

  વિધી ભાનુશાળીએ એક વર્ષ પહેલા સાઈકલિંગ કરવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં હું ધીમી હતી, જોકે ગ્રુપમાં બધા સપોર્ટિવ હતા. સાયકલ ચલાવવાથી હૅલ્થ તો સારી રહે જ છે પરંતુ કોવિડ મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. લોનાવાલા, પુણે સુધી સાયકલમાં પ્રવાસ કર્યો છે. હવે લાંબા પ્રવાસ કરવાનો પણ લક્ષ્ય છે. સાઈકલિંગથી સ્વતંત્રતા અને ડિસિપ્લિન આવે છે. જીમમાં જાઓ તો એકની એક કસરત કરો પરંતુ સાઈકલ ચલાવવાથી તમે નવા સ્થળોને એક્સપ્લોઝ કરી શકો છો. શ્રેષ્ઠ અનુભવ એ છે કે હું જ્યારે સાઈકલ ચલાવુ ત્યારે મારી પાસેથી પંદરથી 20 પતંગીયા પસાર થાય છે જે કારમાં નથી આવતા. મને પેરેન્ટ્સ કહેતા કે હું શા માટે સાઈકલ ચલાવુ છું. તે કહેતા કે હું બિલ્ડિંગમાં જ સાઈકલ ચલાવું. મે મુંબઈમાં પ્રવાસ કરવાનો શરૂ કર્યો પછી એમ કહેવા લાગ્યા કે સ્થાનિકમાં જ ચલાવ શહેરની બહાર નહીં જતી. આનું કારણ એ કે સાઈકલિંગ બાબતે લોકોમાં હજી જાગૃતતા નથી. મે હજી સુધી ઘરમાં કીધુ પણ નથી કે મારી સાઈકલ કેટલા રૂપિયાની છે. તેમણે મજાકમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, મારા ઘર વાળાને ખબર પડશે કે મારી સાઈકલ કેટલાની છે તો તે મને ઘરની બહાર કાઢી મૂકશે. પહેલા હું મારા સર્કલમાં એકલી જ સાઈકલ ચલાવતી હતી, મે અન્યોને પ્રોત્સાહિત કર્યા અને આજની તારીખમાં મારા બંને ભાઈ, બંને મામા અને બિલ્ડિંગથી બીજા ચાર લોકો પણ સાઈકલ ચલાવવા આવે છે.

  4/24
 • નવિન શ્રીધરે કહ્યું કે, મે ચાર વર્ષ પહેલા સાઈકલિંગ શરૂ કર્યું હતું. મે વજન ઘટાડવા માટે સાઈકલિંગ શરૂ કર્યું કારણ કે હું હાલ પાઈલેટ છું. પાઈલેટ માટે મેડિકલ ફિટનેસ અત્યંત મહત્વનું હોવાથી મે વજન ઓછુ કરવા સાઈકલિંગનો પ્રયોગ શરૂ કર્યો હતો. મે 200થી 400 કિલોમીટરના અંતર સુધી સાઈકલમાં પ્રવાસ કર્યો છે. પહેલા મારી પાસે સિંપલ સાઈકલ હતી પરંતુ 2016ના અંતમાં મે રોડ બાઈક (અપગ્રેડેડ સાઈકલ) લીધી જેથી હું વધુ અંતર કાપી શકતો હતો. આ સાઈકલ આઈટ વેઈટ અને એડવાન્સ હોય છે. વચ્ચે પાઈલેટની ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાથી સાઈકલિંગમાં ગેપ પડ્યો હતો. ત્યારબાદ કોવિડ મહામારી આવી પરંતુ જૂન મહિનાથી ફરી શરૂ કર્યું છે. સાઈકલિંગમાં ઈન્જરીની શક્યતા ઓછી હોય છે. રનિંગમાં ગૂંટણનો પ્રોબ્લેમ થઈ શકે, શૂઝ બરાબર ન હોય તો પગ દુખે પણ સાઈકલ ઝીરો ઈમ્પેક્ટ સ્પોર્ટ્સ છે.

  નવિન શ્રીધરે કહ્યું કે, મે ચાર વર્ષ પહેલા સાઈકલિંગ શરૂ કર્યું હતું. મે વજન ઘટાડવા માટે સાઈકલિંગ શરૂ કર્યું કારણ કે હું હાલ પાઈલેટ છું. પાઈલેટ માટે મેડિકલ ફિટનેસ અત્યંત મહત્વનું હોવાથી મે વજન ઓછુ કરવા સાઈકલિંગનો પ્રયોગ શરૂ કર્યો હતો. મે 200થી 400 કિલોમીટરના અંતર સુધી સાઈકલમાં પ્રવાસ કર્યો છે. પહેલા મારી પાસે સિંપલ સાઈકલ હતી પરંતુ 2016ના અંતમાં મે રોડ બાઈક (અપગ્રેડેડ સાઈકલ) લીધી જેથી હું વધુ અંતર કાપી શકતો હતો. આ સાઈકલ આઈટ વેઈટ અને એડવાન્સ હોય છે. વચ્ચે પાઈલેટની ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાથી સાઈકલિંગમાં ગેપ પડ્યો હતો. ત્યારબાદ કોવિડ મહામારી આવી પરંતુ જૂન મહિનાથી ફરી શરૂ કર્યું છે. સાઈકલિંગમાં ઈન્જરીની શક્યતા ઓછી હોય છે. રનિંગમાં ગૂંટણનો પ્રોબ્લેમ થઈ શકે, શૂઝ બરાબર ન હોય તો પગ દુખે પણ સાઈકલ ઝીરો ઈમ્પેક્ટ સ્પોર્ટ્સ છે.

  5/24
 • કમલ ગડાએ 2010થી સાઈકલિંગની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, કોઈ પણ એક્સરસાઈઝ કરતા ઘણીવાર તમને કંટાળો આવે પરંતુ સાઈકલ ચલાવવાની મજા આવતી હોય છે અને સાથે સાથે કેલરી પણ બળે છે. દરેકને સાઈકલ ચલાવવાની મજા જ આવતી હોય છે. મારુ વજન પહેલા 98 કિલો હતું, તે પછી ત્રણ વર્ષ બાદ 72 કિલો થયુ હતું. કોવિડ-19 બાદ સાઈકલિંગની ડિમાન્ડ વધી છે. સાઈકલથી લઈને હેલ્મેટ પણ માંડ મળે છે. મારી બિલ્ડિંગમાં પહેલા 40 જેટલી સાઈકલ હતી, જે વધીને 150 જેટલી થઈ છે. લૉકડાઉનમાં જીમ બંધ હતા, તેથી સાઈકલ જ કસરત માટેનો એકમાત્ર વિકલ્પ હતો. 

  કમલ ગડાએ 2010થી સાઈકલિંગની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, કોઈ પણ એક્સરસાઈઝ કરતા ઘણીવાર તમને કંટાળો આવે પરંતુ સાઈકલ ચલાવવાની મજા આવતી હોય છે અને સાથે સાથે કેલરી પણ બળે છે. દરેકને સાઈકલ ચલાવવાની મજા જ આવતી હોય છે. મારુ વજન પહેલા 98 કિલો હતું, તે પછી ત્રણ વર્ષ બાદ 72 કિલો થયુ હતું. કોવિડ-19 બાદ સાઈકલિંગની ડિમાન્ડ વધી છે. સાઈકલથી લઈને હેલ્મેટ પણ માંડ મળે છે. મારી બિલ્ડિંગમાં પહેલા 40 જેટલી સાઈકલ હતી, જે વધીને 150 જેટલી થઈ છે. લૉકડાઉનમાં જીમ બંધ હતા, તેથી સાઈકલ જ કસરત માટેનો એકમાત્ર વિકલ્પ હતો. 

  6/24
 • પંકિત ફુરિયાએ કહ્યું કે, હું છેલ્લા પાંચ વર્ષથી સાઈકલિંગ કરું છું. અમે 200થી 600 કિલોમીટરનો પ્રવાસ સાઈકલથી કર્યો છે. મનાલી-લેહમાં સાઈકલિંગ કર્યું છે. સાઈકલ ચલાવવાની એક અલગ જ મજા છે. તમારો મૂડ ફ્રેશ રહે છે. મારો રિટેલનો બિઝનેસ છે. આખો દિવસ કામમાં જતો હોય આથી પોતાના માટે સમય કાઢવા માટે સાઈકલિંગ બેસ્ટ છે. વજન ઘટવાની સાથે મેન્ટલ હૅલ્થ સુધરે છે. લાઈટ માઈન્ડેડ લોકો સાથે મળવાથી તમારો મૂડ પણ સારો રહે છે. સાઈકલિંગથી એક પ્રકારની સ્વતંત્રતા મળે છે. 

  પંકિત ફુરિયાએ કહ્યું કે, હું છેલ્લા પાંચ વર્ષથી સાઈકલિંગ કરું છું. અમે 200થી 600 કિલોમીટરનો પ્રવાસ સાઈકલથી કર્યો છે. મનાલી-લેહમાં સાઈકલિંગ કર્યું છે. સાઈકલ ચલાવવાની એક અલગ જ મજા છે. તમારો મૂડ ફ્રેશ રહે છે. મારો રિટેલનો બિઝનેસ છે. આખો દિવસ કામમાં જતો હોય આથી પોતાના માટે સમય કાઢવા માટે સાઈકલિંગ બેસ્ટ છે. વજન ઘટવાની સાથે મેન્ટલ હૅલ્થ સુધરે છે. લાઈટ માઈન્ડેડ લોકો સાથે મળવાથી તમારો મૂડ પણ સારો રહે છે. સાઈકલિંગથી એક પ્રકારની સ્વતંત્રતા મળે છે. 

  7/24
 • સમીર ઝવેરીનો રેસ્ટોરન્ટનો બિઝનેસ હોવાથી લેટ નાઈટ જમવાનું હોય, જમવાનો સમય નક્કી ન હોય તેથી તેમને ઓબેસિટીનો પ્રોબ્લેમ થયો હતો. તેમણે કહ્યું કે, જીમ થવા માટે પુરતો સમય ન મળતો હોવાથી તેમણે સાઈકલિંગની શરૂઆત કરી. ચાર મહિના બાદ મારા વજનમાં ઘટાડો થવા લાગ્યો હતો. મારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો, જોકે આઠ મહિના બાદ એક સેચ્યુરેશન પિરિયડ આવ્યો હતો. તેથી મે ટાર્ગેટ વધાર્યો, પહેલા હું 30થી 40 કિલોમીટર ચલાવતો હતો જેને વધારીને મે દૈનિક 50થી 60 કિલોમીટરનો ટાર્ગેટ કર્યો હતો. ઘાટકોપરથી વીટી પણ હું સાઈકલમાં જાઉં છું. આજની તારીખમાં હું દરરોજ સવારે 50 કિલોમીટર સાયકલ ચલાવવાની સાથે કામ ઉપર પણ સાઈકલથી રાઈડ કરું છું. આમ મારી કસરત પણ થઈ જાય છે. 

  સમીર ઝવેરીનો રેસ્ટોરન્ટનો બિઝનેસ હોવાથી લેટ નાઈટ જમવાનું હોય, જમવાનો સમય નક્કી ન હોય તેથી તેમને ઓબેસિટીનો પ્રોબ્લેમ થયો હતો. તેમણે કહ્યું કે, જીમ થવા માટે પુરતો સમય ન મળતો હોવાથી તેમણે સાઈકલિંગની શરૂઆત કરી. ચાર મહિના બાદ મારા વજનમાં ઘટાડો થવા લાગ્યો હતો. મારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો, જોકે આઠ મહિના બાદ એક સેચ્યુરેશન પિરિયડ આવ્યો હતો. તેથી મે ટાર્ગેટ વધાર્યો, પહેલા હું 30થી 40 કિલોમીટર ચલાવતો હતો જેને વધારીને મે દૈનિક 50થી 60 કિલોમીટરનો ટાર્ગેટ કર્યો હતો. ઘાટકોપરથી વીટી પણ હું સાઈકલમાં જાઉં છું. આજની તારીખમાં હું દરરોજ સવારે 50 કિલોમીટર સાયકલ ચલાવવાની સાથે કામ ઉપર પણ સાઈકલથી રાઈડ કરું છું. આમ મારી કસરત પણ થઈ જાય છે. 

  8/24
 • અવતાર સૈનીએ કહ્યું કે, જો તમારી લાઈફસ્ટાઈલ એક્ટિવ હોય તો તમે કંઈ પણ કરી શકો છો. હું 64 વર્ષનો છું. મુંબઈ મેરેથોન શરૂ થઈ ત્યારથી હું એમાં ભાગ લેતો હતો. મે હિમાલયન ટ્રેક પણ કર્યુ છે. પહેલા સાઈકલિંગ કરી હતી પણ ફરી તે કરવાની શરૂઆત મે ગયા વર્ષે એપ્રિલથી કરી હતી અને અત્યારસુધીમાં 10,000 કિલોમીટર જેટલી રાઈડિંગ કરી છે. આપણે ત્યાં રસ્તાઓ જોખમકારક છે. પહેલા લૉકડાઉન હતુ ત્યારે સાઈકલ લઈને હું બાંદરા અને ઘાટકોપર જતો હતો પરંતુ હાલ સવારથી જ જે ટ્રાફિક હોય છે. જીમ બંધ છે, મેરેથોન બંધ હોવાથી રનિંગનું મોટિવેશન ઓછુ થયુ છે પરંતુ સાઈકલિંગ જ એક વિકલ્પ હોય તેવુ લાગે છે. હું અઠવાડિયામાં 350 કિલોમીટર  જેટલુ સાઈકલિંગ કરું છું. સાઈકલિંગમાં જોઈન્ટ્સ ઉપર પ્રેશર આવતુ નથી, હાર્ટ રેટ નિયંત્રણમાં રહે છે. સવારે પાંચ વાગ્યે હું ઘરથી નીકળી જાઉ છું અને સાડા આઠ વાગ્યા સુધીમાં ઘરે પાછો આવી જાઉ છું. સવારે ટ્રાફિક ન હોવાથી સાઈકલિંગ કરવુ સુરક્ષિત છે.

  અવતાર સૈનીએ કહ્યું કે, જો તમારી લાઈફસ્ટાઈલ એક્ટિવ હોય તો તમે કંઈ પણ કરી શકો છો. હું 64 વર્ષનો છું. મુંબઈ મેરેથોન શરૂ થઈ ત્યારથી હું એમાં ભાગ લેતો હતો. મે હિમાલયન ટ્રેક પણ કર્યુ છે. પહેલા સાઈકલિંગ કરી હતી પણ ફરી તે કરવાની શરૂઆત મે ગયા વર્ષે એપ્રિલથી કરી હતી અને અત્યારસુધીમાં 10,000 કિલોમીટર જેટલી રાઈડિંગ કરી છે. આપણે ત્યાં રસ્તાઓ જોખમકારક છે. પહેલા લૉકડાઉન હતુ ત્યારે સાઈકલ લઈને હું બાંદરા અને ઘાટકોપર જતો હતો પરંતુ હાલ સવારથી જ જે ટ્રાફિક હોય છે. જીમ બંધ છે, મેરેથોન બંધ હોવાથી રનિંગનું મોટિવેશન ઓછુ થયુ છે પરંતુ સાઈકલિંગ જ એક વિકલ્પ હોય તેવુ લાગે છે. હું અઠવાડિયામાં 350 કિલોમીટર  જેટલુ સાઈકલિંગ કરું છું. સાઈકલિંગમાં જોઈન્ટ્સ ઉપર પ્રેશર આવતુ નથી, હાર્ટ રેટ નિયંત્રણમાં રહે છે. સવારે પાંચ વાગ્યે હું ઘરથી નીકળી જાઉ છું અને સાડા આઠ વાગ્યા સુધીમાં ઘરે પાછો આવી જાઉ છું. સવારે ટ્રાફિક ન હોવાથી સાઈકલિંગ કરવુ સુરક્ષિત છે.

  9/24
 • રવિ અગ્રવાલની સ્ટોરી રસપ્રદ અને પ્રોત્સાહક છે. તેમણે કહ્યું કે, તેમના પેરેન્ટ્સને ડાઈબિટીઝ છે. એક દિવસ તેમનો નાનો ભાઈ સવારે બાથરૂમમાં બેહોશ થઈ ગયો હતો, તેને ડૉક્ટર પાસેથી લઈ ગયા તો ખબર પડી કે તેમને 300 ડાઈબિટીઝ હતું. મે પણ લિપિડ પ્રોફાઈલ કરાવતા ખબર પડી કે હું પણ બોર્ડર લાઈનમાં છું. આ દિવસથી મે મારી જીવનશૈલી બદલી હતી. ડૉક્ટરે કહ્યું કે સવારે રનિંગ કરવા જવું. પણ કોલેજ ટાઈમમાં હું ફૂટબોલનો ખેલાડી હતો અને અમૂક ઈન્જરીના લીધે હું લાંબુ રનિંગ કરી શકુ નહી. જોકે સાઈકલિંગમાં કોઈ પણ બોડીપાર્ટમાં પ્રેશર આવતુ નથી. મે દરરોજ 10 કિલોમીટર ચલાવવાની શરૂ કરી અને આજની તારીખમાં હું અઠવાડિયે 300થી 400 કિલોમીટર સાઈકલ ચલાવુ છું. આજે મને એકેય બિમારી નથી. સાઈકલિંગથી બ્લડપ્રેશર સારુ રહે છે તેમ જ પાચનશક્તિ પણ સુધરે છે.

  રવિ અગ્રવાલની સ્ટોરી રસપ્રદ અને પ્રોત્સાહક છે. તેમણે કહ્યું કે, તેમના પેરેન્ટ્સને ડાઈબિટીઝ છે. એક દિવસ તેમનો નાનો ભાઈ સવારે બાથરૂમમાં બેહોશ થઈ ગયો હતો, તેને ડૉક્ટર પાસેથી લઈ ગયા તો ખબર પડી કે તેમને 300 ડાઈબિટીઝ હતું. મે પણ લિપિડ પ્રોફાઈલ કરાવતા ખબર પડી કે હું પણ બોર્ડર લાઈનમાં છું. આ દિવસથી મે મારી જીવનશૈલી બદલી હતી. ડૉક્ટરે કહ્યું કે સવારે રનિંગ કરવા જવું. પણ કોલેજ ટાઈમમાં હું ફૂટબોલનો ખેલાડી હતો અને અમૂક ઈન્જરીના લીધે હું લાંબુ રનિંગ કરી શકુ નહી. જોકે સાઈકલિંગમાં કોઈ પણ બોડીપાર્ટમાં પ્રેશર આવતુ નથી. મે દરરોજ 10 કિલોમીટર ચલાવવાની શરૂ કરી અને આજની તારીખમાં હું અઠવાડિયે 300થી 400 કિલોમીટર સાઈકલ ચલાવુ છું. આજે મને એકેય બિમારી નથી. સાઈકલિંગથી બ્લડપ્રેશર સારુ રહે છે તેમ જ પાચનશક્તિ પણ સુધરે છે.

  10/24
 • વિનીત કોઠારીએ કહ્યું કે, 2011થી સાઈકલિંગ શરૂ કર્યું હતું. હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા સમયે ઈન્સ્ટિટ્યૂટ જવા માટે મે સાઈકલનો વપરાશ શરૂ કર્યો હતો. આજની તારીખમાં પણ હું કામ પર જવા માટે સાઈકલનો ઉપયોગ કરું છું. હાલ તો ‘વર્ક ફ્રોમ ’ છે પરંતુ એ પહેલાથી જ હું સાઈકલનો ઉપયોગ કરું છું. મને ટૂરિંગ પસંદ છે તેમ જ પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રદૂષણ ઓછુ થાય એ વાતને ધ્યાનમાં રાખીને હું પરિવહન માટે સાઈકલનો ઉપયોગ કરું છું. મહારાષ્ટ્રમાં 6 દિવસની, આઉથમાં 10 દિવસની ટૂરિંગ કરી છે.

  વિનીત કોઠારીએ કહ્યું કે, 2011થી સાઈકલિંગ શરૂ કર્યું હતું. હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા સમયે ઈન્સ્ટિટ્યૂટ જવા માટે મે સાઈકલનો વપરાશ શરૂ કર્યો હતો. આજની તારીખમાં પણ હું કામ પર જવા માટે સાઈકલનો ઉપયોગ કરું છું. હાલ તો ‘વર્ક ફ્રોમ ’ છે પરંતુ એ પહેલાથી જ હું સાઈકલનો ઉપયોગ કરું છું. મને ટૂરિંગ પસંદ છે તેમ જ પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રદૂષણ ઓછુ થાય એ વાતને ધ્યાનમાં રાખીને હું પરિવહન માટે સાઈકલનો ઉપયોગ કરું છું. મહારાષ્ટ્રમાં 6 દિવસની, આઉથમાં 10 દિવસની ટૂરિંગ કરી છે.

  11/24
 • સારાહ મિર્ઝાએ પોતાનો અનુભવ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વ્યક્ત કર્યો જે ખૂબ જ જુદો છે તે હીજાબ પહેરીને સાઈકલ ચલાવે છે. તેમણે કહ્યું કે,  મને એક પ્રકારની સ્વતંત્રતા જોઈતી હતી એટલે મે વિચાર્યું કે હુ સાઈકલિંગ કરુ જેનાથી ફિટનેસ પણ સારી રહે. મે નાનપણમાં સાઈકલ ચલાવી હતી. તે પછી મે ચલાવી નહોતી તેથી મને એમ કે મને કોન્ફિડન્સ નહોતો પરંતુ ફરી સાઈકલ મારી શીખવી ન પડી હુ સરળતાથી ચલાવી શકતી હતી. મને સવારે એકલી સાઈકલિંગ કરવામાં થોડોક સંકોચ હતો. તેથી મે ‘સાઈકલ ચલાઓ સીટી બચાઓ’ ગ્રુપમાં જોડાઈ અને તેમની સાથે સાઈકલિંગનો અનુભવ શ્રેષ્ઠ હતો. પહેલા મે લાંબો પ્રવાસ કર્યો નહોતો, ગ્રુપમાં જોડાયા બાદ પહેલી રાઈડિંગ વરલી સુધી હતી જેનું અંતર અંદાજે 12-15 કિલોમીટર હતું. ત્યારબાદ બાંદરામાં માઉન્ટ મેરી ચર્ચની રાઈડ અને ત્રીજી રાઈડ માહિમથી આરે કોલોનીની હતી. આમ મારી ત્રીજી રાઈડમાં જ મે 40 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું. ગ્રુપમાં પણ દરેકે મને સારો સપોર્ટ કર્યો. કદાચ એકલી હુ આટલુ રાઈડ ન કરી શકી હોત. લોકોએ અને ખાસ કરીને સાઈકલિંગ માટે જાગૃત થવુ જોઈએ. આરે મિલ કોલોનીથી હું પાછી આવતી હતી ત્યારે હું ડાબી બાજુએથી જ ચલાવતી હતી, ટ્રાફિક ખૂબ હતો ત્યારે એક બાઈકરે મને કહ્યું કે, તમે ઘરે બેસો તમને સાઈકલ ચલાવતા આવડતી નથી. આમ કડવા અનુભવો પણ થાય છે. હું હીજાબ પહેરીને સાઈકલ ચલાવુ છું તેથી લોકો પણ મને અજીબ રીતે જોતા હોય છે. 

  સારાહ મિર્ઝાએ પોતાનો અનુભવ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વ્યક્ત કર્યો જે ખૂબ જ જુદો છે તે હીજાબ પહેરીને સાઈકલ ચલાવે છે. તેમણે કહ્યું કે,  મને એક પ્રકારની સ્વતંત્રતા જોઈતી હતી એટલે મે વિચાર્યું કે હુ સાઈકલિંગ કરુ જેનાથી ફિટનેસ પણ સારી રહે. મે નાનપણમાં સાઈકલ ચલાવી હતી. તે પછી મે ચલાવી નહોતી તેથી મને એમ કે મને કોન્ફિડન્સ નહોતો પરંતુ ફરી સાઈકલ મારી શીખવી ન પડી હુ સરળતાથી ચલાવી શકતી હતી. મને સવારે એકલી સાઈકલિંગ કરવામાં થોડોક સંકોચ હતો. તેથી મે ‘સાઈકલ ચલાઓ સીટી બચાઓ’ ગ્રુપમાં જોડાઈ અને તેમની સાથે સાઈકલિંગનો અનુભવ શ્રેષ્ઠ હતો. પહેલા મે લાંબો પ્રવાસ કર્યો નહોતો, ગ્રુપમાં જોડાયા બાદ પહેલી રાઈડિંગ વરલી સુધી હતી જેનું અંતર અંદાજે 12-15 કિલોમીટર હતું. ત્યારબાદ બાંદરામાં માઉન્ટ મેરી ચર્ચની રાઈડ અને ત્રીજી રાઈડ માહિમથી આરે કોલોનીની હતી. આમ મારી ત્રીજી રાઈડમાં જ મે 40 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું. ગ્રુપમાં પણ દરેકે મને સારો સપોર્ટ કર્યો. કદાચ એકલી હુ આટલુ રાઈડ ન કરી શકી હોત. લોકોએ અને ખાસ કરીને સાઈકલિંગ માટે જાગૃત થવુ જોઈએ. આરે મિલ કોલોનીથી હું પાછી આવતી હતી ત્યારે હું ડાબી બાજુએથી જ ચલાવતી હતી, ટ્રાફિક ખૂબ હતો ત્યારે એક બાઈકરે મને કહ્યું કે, તમે ઘરે બેસો તમને સાઈકલ ચલાવતા આવડતી નથી. આમ કડવા અનુભવો પણ થાય છે. હું હીજાબ પહેરીને સાઈકલ ચલાવુ છું તેથી લોકો પણ મને અજીબ રીતે જોતા હોય છે. 

  12/24
 • જુહી મહેતા અસ્થમાના દર્દી હતા. 40 વર્ષની ઉંમરની સાઈકલિંગની શરૂઆત કરતા તેમણે કહ્યું કે, 15 વર્ષની ઉંમરે મારુ વજન 75 કિલો હતું. બધા મને ચિડાવતા હતા. ચાલવાથી, ડાયટ અને સ્વિમિંગથી મારા વજનમાં ઘટાડો થયો પરંતુ ધાર્યા મુજબનું પરિણામ મળ્યુ નહોતું. સાઈકલિંગની શરૂઆત કર્યા બાદ મે દૈનિક 20 કિલોમીટર ચલાવવાની શરૂઆત કરી અને તે પછી આજની તારીખમાં 100 કિલોમીટર જેટલુ રાઈડ કરી શકું છું.  600 કિલોમીટર સુધીનો પ્રવાસ પણ હું કરી શકું છું. સાઈકલિંગમાં ડિસ્પ્લીનની જરૂર હોય છે. તમારે વર્કલાઈફ પણ બેલેન્સ કરવાની હોય છે. સાઈકલિંગમાં તમારે એક સ્ટ્રીક શેડ્યુલનું પાલન કરવું જોઈએ. 

  જુહી મહેતા અસ્થમાના દર્દી હતા. 40 વર્ષની ઉંમરની સાઈકલિંગની શરૂઆત કરતા તેમણે કહ્યું કે, 15 વર્ષની ઉંમરે મારુ વજન 75 કિલો હતું. બધા મને ચિડાવતા હતા. ચાલવાથી, ડાયટ અને સ્વિમિંગથી મારા વજનમાં ઘટાડો થયો પરંતુ ધાર્યા મુજબનું પરિણામ મળ્યુ નહોતું. સાઈકલિંગની શરૂઆત કર્યા બાદ મે દૈનિક 20 કિલોમીટર ચલાવવાની શરૂઆત કરી અને તે પછી આજની તારીખમાં 100 કિલોમીટર જેટલુ રાઈડ કરી શકું છું.  600 કિલોમીટર સુધીનો પ્રવાસ પણ હું કરી શકું છું. સાઈકલિંગમાં ડિસ્પ્લીનની જરૂર હોય છે. તમારે વર્કલાઈફ પણ બેલેન્સ કરવાની હોય છે. સાઈકલિંગમાં તમારે એક સ્ટ્રીક શેડ્યુલનું પાલન કરવું જોઈએ. 

  13/24
 • સિડની મિરાન્ડાએ કહ્યું કે, નિવૃત્તી બાદ સાઈકલિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં મારુ એકેય સાઈકલિંગ ફ્રેન્ડ નહોતું. હુ એકલો સાઈકલ ચલાવતો હતો. હું સાયનથી ચેમ્બુર જતો, પછી મુલુન્ડ, થાણે પ્રવાસ કરવા લાગ્યો. ત્યારબાદ ફેસબુકના માધ્યમથી એક ગ્રુપમાં જોડાયા બાદ મે લોકો સાથે પ્રવાસ કરવાનો શરૂ કર્યો હતો. BRM( ચોક્કસ સમયમાં ચોક્કસ પ્રવાસ પુરો કરવો)માં મે 200, 400 કિલોમીટર પ્રવાસ કર્યો છે. કોસ્ટલ રૂટના માધ્યમે મે મુંબઈથી ગોવા પ્રવાસ કર્યો. ત્યારબાદ મનાલી-લેડમાં સાઈકલિંગ કરી. તેમ જ ગોવાથી કન્યાકુમારી સાઈકલ ચલાવી જેનું અંતર 1100 કિલોમીટરની આસપાસ છે. એક એનજીઓમાં મે બે સીટર સાઈકલ ચલાવી જેમાં પાછળ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બેઠા હતા. આ સાઈકલમાં 1700 કિલોમીટર ચલાવી છે, જેમાં ગામોમાં જઈને આ બાબતે જાગૃતતા ફેલાવીને તેમને કંઈ રીતે પ્રોત્સાહન આપવુ એ બાબતે જણાવતા હતા.

  સિડની મિરાન્ડાએ કહ્યું કે, નિવૃત્તી બાદ સાઈકલિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં મારુ એકેય સાઈકલિંગ ફ્રેન્ડ નહોતું. હુ એકલો સાઈકલ ચલાવતો હતો. હું સાયનથી ચેમ્બુર જતો, પછી મુલુન્ડ, થાણે પ્રવાસ કરવા લાગ્યો. ત્યારબાદ ફેસબુકના માધ્યમથી એક ગ્રુપમાં જોડાયા બાદ મે લોકો સાથે પ્રવાસ કરવાનો શરૂ કર્યો હતો. BRM( ચોક્કસ સમયમાં ચોક્કસ પ્રવાસ પુરો કરવો)માં મે 200, 400 કિલોમીટર પ્રવાસ કર્યો છે. કોસ્ટલ રૂટના માધ્યમે મે મુંબઈથી ગોવા પ્રવાસ કર્યો. ત્યારબાદ મનાલી-લેડમાં સાઈકલિંગ કરી. તેમ જ ગોવાથી કન્યાકુમારી સાઈકલ ચલાવી જેનું અંતર 1100 કિલોમીટરની આસપાસ છે. એક એનજીઓમાં મે બે સીટર સાઈકલ ચલાવી જેમાં પાછળ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બેઠા હતા. આ સાઈકલમાં 1700 કિલોમીટર ચલાવી છે, જેમાં ગામોમાં જઈને આ બાબતે જાગૃતતા ફેલાવીને તેમને કંઈ રીતે પ્રોત્સાહન આપવુ એ બાબતે જણાવતા હતા.

  14/24
 • મેહુલ લોઢાયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, મે 2018માં મે સાઈકલિંગની શરૂઆત કરી હતી. અગાઉ મારો હાથ તૂટી જતા મારા હાથમાં પ્લેટ બેસાડી હતી અને ત્રણ મહિના હું બેડરેસ્ટમાં હતો. ત્યારબાદ ફરી સાઈકલિંગની શરૂઆત કરી. નૈનિતાલ, ઉતરાખંડ, સુરત, અમદાવાદ, વલસાડ, નાશિક, નાશિકથી પંઢરપુર પણ સાઈકલિંગ કર્યું છે. ગ્રુપ રાઈડિંગથી પ્રોત્સાહન મળતા લાંબા પ્રવાસ કરી શકીએ છીએ. તમારી હૅલ્થ સારી રહે છે, વજન કંટ્રોલમાં રહે છે. સવારે છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી સાઈકલ ચલાવતા આખો દિવસ સ્વસ્થ રહે છે. વચ્ચે તો હું કામ ઉપર પણ સાઈકલમાં જતો હતો. ટ્રાફિક ઓછો નડતો હોવાથી સમયસર પહોંચી પણ શકાય છે. અમે લોકોને પણ પ્રોત્સાહન આપીએ છીએ કે તેઓ સાઈકલિંગ કરીએ.

  મેહુલ લોઢાયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, મે 2018માં મે સાઈકલિંગની શરૂઆત કરી હતી. અગાઉ મારો હાથ તૂટી જતા મારા હાથમાં પ્લેટ બેસાડી હતી અને ત્રણ મહિના હું બેડરેસ્ટમાં હતો. ત્યારબાદ ફરી સાઈકલિંગની શરૂઆત કરી. નૈનિતાલ, ઉતરાખંડ, સુરત, અમદાવાદ, વલસાડ, નાશિક, નાશિકથી પંઢરપુર પણ સાઈકલિંગ કર્યું છે. ગ્રુપ રાઈડિંગથી પ્રોત્સાહન મળતા લાંબા પ્રવાસ કરી શકીએ છીએ. તમારી હૅલ્થ સારી રહે છે, વજન કંટ્રોલમાં રહે છે. સવારે છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી સાઈકલ ચલાવતા આખો દિવસ સ્વસ્થ રહે છે. વચ્ચે તો હું કામ ઉપર પણ સાઈકલમાં જતો હતો. ટ્રાફિક ઓછો નડતો હોવાથી સમયસર પહોંચી પણ શકાય છે. અમે લોકોને પણ પ્રોત્સાહન આપીએ છીએ કે તેઓ સાઈકલિંગ કરીએ.

  15/24
 • ડૉ.મંજુશા પાંડવે કહ્યું કે, મે ત્રણ વર્ષથી સાઈકલિંગ શરૂ કરી છે. સાઈકલિંગથી આઉટડૂર એક્સરસાઈઝ થવાની સાથે મેન્ટલ સ્ટેમિના વધે છે, તેમ જ ફિઝિકલી પણ સ્વસ્થ ફિલ કરો છો. વહેલી સવારે સાઈકલિંગ કરવાથી વહેલા ઉઠવાની સાથે રાત્રે વહેલા સુઈ જવાથી લાઈફસ્ટાઈલ પણ સુધરે છે. લોકોને પણ પ્રોત્સાહન મળતુ હોવાથી સાઈકલિંગનો ટ્રેન્ડ વધ્યો છે. નાના પ્રવાસ માટે પણ સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ જેથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે તમારી પણ કસરત થાય.

  ડૉ.મંજુશા પાંડવે કહ્યું કે, મે ત્રણ વર્ષથી સાઈકલિંગ શરૂ કરી છે. સાઈકલિંગથી આઉટડૂર એક્સરસાઈઝ થવાની સાથે મેન્ટલ સ્ટેમિના વધે છે, તેમ જ ફિઝિકલી પણ સ્વસ્થ ફિલ કરો છો. વહેલી સવારે સાઈકલિંગ કરવાથી વહેલા ઉઠવાની સાથે રાત્રે વહેલા સુઈ જવાથી લાઈફસ્ટાઈલ પણ સુધરે છે. લોકોને પણ પ્રોત્સાહન મળતુ હોવાથી સાઈકલિંગનો ટ્રેન્ડ વધ્યો છે. નાના પ્રવાસ માટે પણ સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ જેથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે તમારી પણ કસરત થાય.

  16/24
 • પ્રસાદ કેનીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી હું સાઈકલિંગ કરું છું. મને હાઈ શુગર હતું. તેથી દવાઓ લેતો હતો પરંતુ અસર એટલી થતી નહોતી. એક ડૉક્ટરે મને સલાહ આપી કે હું કસરત કરું. તેથી સાઈકલિંગ કરવાની શરૂઆત કરી, ઓફિસમાં પણ સાઈકલ લઈને જવાની શરૂઆત કરી હતી. આજની તારીખમાં હું કોઈ દવા લેતો નથી ફક્ત ત્રણ મહિને એક વાર ટેસ્ટ કરાવુ છું. હું દાદરથી અંધેરી કે બોરિવલી જાઉ તો પણ સાઈકલ લઈને જ જાઉ છું. અગાઉ કોપર ખેરણેમાં મારી ઓફિસ હતી તો ત્યાં પણ સાઈકલમાં જ પ્રવાસ કરતો હતો.

  પ્રસાદ કેનીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી હું સાઈકલિંગ કરું છું. મને હાઈ શુગર હતું. તેથી દવાઓ લેતો હતો પરંતુ અસર એટલી થતી નહોતી. એક ડૉક્ટરે મને સલાહ આપી કે હું કસરત કરું. તેથી સાઈકલિંગ કરવાની શરૂઆત કરી, ઓફિસમાં પણ સાઈકલ લઈને જવાની શરૂઆત કરી હતી. આજની તારીખમાં હું કોઈ દવા લેતો નથી ફક્ત ત્રણ મહિને એક વાર ટેસ્ટ કરાવુ છું. હું દાદરથી અંધેરી કે બોરિવલી જાઉ તો પણ સાઈકલ લઈને જ જાઉ છું. અગાઉ કોપર ખેરણેમાં મારી ઓફિસ હતી તો ત્યાં પણ સાઈકલમાં જ પ્રવાસ કરતો હતો.

  17/24
 • વત્સલ ગડાએ કહ્યું કે, હું સવારે વહેલો ઉઠતો નહોતો. પેરેન્ટ્સના મિત્રોએ પ્રોત્સાહન આપ્યા બાદ સાઈકલિંગની શરૂઆત કરી અને મને પણ સારો અનુભવ થયો. સવારે હું ક્યાય જતો નહોતો. અગાઉ રાતનું રાઈડિંગ કરતો પરંતુ સવારની મજા કંઈક અલગ જ છે. શરૂઆતમાં સ્લો હતો, થોડીક મુશ્કેલીઓ થઈ પરંતુ ગ્રુપના અન્ય લોકોએ મને ટેકો આપ્યો હતો. 

  વત્સલ ગડાએ કહ્યું કે, હું સવારે વહેલો ઉઠતો નહોતો. પેરેન્ટ્સના મિત્રોએ પ્રોત્સાહન આપ્યા બાદ સાઈકલિંગની શરૂઆત કરી અને મને પણ સારો અનુભવ થયો. સવારે હું ક્યાય જતો નહોતો. અગાઉ રાતનું રાઈડિંગ કરતો પરંતુ સવારની મજા કંઈક અલગ જ છે. શરૂઆતમાં સ્લો હતો, થોડીક મુશ્કેલીઓ થઈ પરંતુ ગ્રુપના અન્ય લોકોએ મને ટેકો આપ્યો હતો. 

  18/24
 • હિરા રાઠોડે જણાવ્યું કે, હું અગાઉ સાઈકલિંગ કરતો હતો. મારા એક મિત્રને મે સાઈકલ ચલાવતા જોયો તેની સાથે મે વાતચીત કરી. તેણે મને કહ્યું કે અમારુ એક ગ્રુપ છે. હું પણ આ ગ્રુપમાં જોડાયો હતો. મને ખુબ જ સારો અનુભવ થયો. સાઈકલિંગમાં પગ સંબંધિત પ્રોબ્લેમ પણ સોલ્વ થાય છે. મને ગૂંટણમાં પ્રોબ્લેમ હતો પરંતુ હવે નથી. હવે નિયમિત સાઈકલિંગ કરું છું. પરિવહન માટે હું બાઈક કરતા સાઈકલને પ્રાધાન્ય આપુ છું.

  હિરા રાઠોડે જણાવ્યું કે, હું અગાઉ સાઈકલિંગ કરતો હતો. મારા એક મિત્રને મે સાઈકલ ચલાવતા જોયો તેની સાથે મે વાતચીત કરી. તેણે મને કહ્યું કે અમારુ એક ગ્રુપ છે. હું પણ આ ગ્રુપમાં જોડાયો હતો. મને ખુબ જ સારો અનુભવ થયો. સાઈકલિંગમાં પગ સંબંધિત પ્રોબ્લેમ પણ સોલ્વ થાય છે. મને ગૂંટણમાં પ્રોબ્લેમ હતો પરંતુ હવે નથી. હવે નિયમિત સાઈકલિંગ કરું છું. પરિવહન માટે હું બાઈક કરતા સાઈકલને પ્રાધાન્ય આપુ છું.

  19/24
 • કૃતિ શાહે કહ્યું કે, ગયા વર્ષે હુ યુરોપ ગઈ હતી. ત્યાં સાઈકલનો ખૂબ જ ક્રેઝ હતો. મોટી ઉંમરના લોકો પણ ડેઈલી રૂટીનમાં સાઈકલનો ઉપયોગ કરે છે. એ લોકોને જોઈને હુ પ્રોત્સાહિત થઈ હતી. ધ્વની પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ઘટે છે. મે મારા અને મારી દિકરી માટે એક સાઈકલ લીધી કારણ કે મે વિચાર્યું કે સાઈકલ સામે હશે તો ચલાવવાનું મન થશે. સાઈકલિંગથી મને ફિટનેસ સંબંધિત ખૂબ જ ફાયદા થયા હતા. મારુ એવુ માનવું છે કે જેવી રીતે આપણી જીવનશૈલી હોય તેવુ જ વર્તન આપણા બાળકોમાં આવતુ હોય છે. મને સાઈકલિંગનો ફાયદો એ થયો કે મારી દિકરી પણ મારાથી પ્રોત્સાહિત થઈ હતી. મે એને કહ્યું કે મને સાઈકલિંગથી ખૂબ જ મજા આવે છે. મારી દિકરીએ મારામાં ફેરફાર જોયા અને તે પછી તેણે પણ સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. અગાઉ મારે એના ઉપર દબાણ કરવુ પડતુ હતુ પરંતુ હવે તે પોતે જ સાઈકલિંગ એન્જોય કરે છે અને મારે એને કઈ કહેવુ પડતુ નથી. રનિંગ કરવાથી થોડોક થાક લાગે છે, તેમ જ ચાલવાથી કઈ ફીલ નથી આવતુ પરંતુ સાઈકલિંગમાં હું દરરોજ સાંજે 15 કિલોમીટર ચલાવીને પણ એટલુ થાકતી નથી. સાઈકલિંગ બાદ મારો નેચર એકદમ કુલ થઈ જાય છે. હવે મારા મિત્રો પણ મારી સાથે સાઈકલિંગમાં જોડાય છે. 

  કૃતિ શાહે કહ્યું કે, ગયા વર્ષે હુ યુરોપ ગઈ હતી. ત્યાં સાઈકલનો ખૂબ જ ક્રેઝ હતો. મોટી ઉંમરના લોકો પણ ડેઈલી રૂટીનમાં સાઈકલનો ઉપયોગ કરે છે. એ લોકોને જોઈને હુ પ્રોત્સાહિત થઈ હતી. ધ્વની પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ઘટે છે. મે મારા અને મારી દિકરી માટે એક સાઈકલ લીધી કારણ કે મે વિચાર્યું કે સાઈકલ સામે હશે તો ચલાવવાનું મન થશે. સાઈકલિંગથી મને ફિટનેસ સંબંધિત ખૂબ જ ફાયદા થયા હતા. મારુ એવુ માનવું છે કે જેવી રીતે આપણી જીવનશૈલી હોય તેવુ જ વર્તન આપણા બાળકોમાં આવતુ હોય છે. મને સાઈકલિંગનો ફાયદો એ થયો કે મારી દિકરી પણ મારાથી પ્રોત્સાહિત થઈ હતી. મે એને કહ્યું કે મને સાઈકલિંગથી ખૂબ જ મજા આવે છે. મારી દિકરીએ મારામાં ફેરફાર જોયા અને તે પછી તેણે પણ સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. અગાઉ મારે એના ઉપર દબાણ કરવુ પડતુ હતુ પરંતુ હવે તે પોતે જ સાઈકલિંગ એન્જોય કરે છે અને મારે એને કઈ કહેવુ પડતુ નથી. રનિંગ કરવાથી થોડોક થાક લાગે છે, તેમ જ ચાલવાથી કઈ ફીલ નથી આવતુ પરંતુ સાઈકલિંગમાં હું દરરોજ સાંજે 15 કિલોમીટર ચલાવીને પણ એટલુ થાકતી નથી. સાઈકલિંગ બાદ મારો નેચર એકદમ કુલ થઈ જાય છે. હવે મારા મિત્રો પણ મારી સાથે સાઈકલિંગમાં જોડાય છે. 

  20/24
 • શ્રેયાંસ રાયે કહ્યું કે, થોડા સમય પહેલા જ મે સાઈકલિંગની શરૂઆત કરી છે. અમારા વિસ્તારના સાઈકલ કાઉન્સિલરના માધ્યમે મે સાઈકલિંગની શરૂઆત કરી છે. પહેલા મે નાના અંતરોની રાઈડિંગ કરી ત્યારબાદ સાંજના સમયમાં પણ સાઈકલિંગની શરૂઆત કરી. સકારાત્મક પાસા જોઈએ તો ફીટનેસની સાથે ઓછા સમયમાં તમે સસ્તામાં પ્રવાસ કરી શકો છો. મારે ક્યાંક જવુ હોય તો હો સાઈકલનો ઉપોગ કરુ છું. સાઈકલિંગમાં તમને દરરોજ એક નવો અનુભવ થાય છે.

  શ્રેયાંસ રાયે કહ્યું કે, થોડા સમય પહેલા જ મે સાઈકલિંગની શરૂઆત કરી છે. અમારા વિસ્તારના સાઈકલ કાઉન્સિલરના માધ્યમે મે સાઈકલિંગની શરૂઆત કરી છે. પહેલા મે નાના અંતરોની રાઈડિંગ કરી ત્યારબાદ સાંજના સમયમાં પણ સાઈકલિંગની શરૂઆત કરી. સકારાત્મક પાસા જોઈએ તો ફીટનેસની સાથે ઓછા સમયમાં તમે સસ્તામાં પ્રવાસ કરી શકો છો. મારે ક્યાંક જવુ હોય તો હો સાઈકલનો ઉપોગ કરુ છું. સાઈકલિંગમાં તમને દરરોજ એક નવો અનુભવ થાય છે.

  21/24
 • બળવંત ઠાકરે જણાવ્યું કે, મે 2018થી ફિટનેસને ધ્યાનમાં રાખીને સાઈકલિંગની શરૂઆત કરી હતી. અગાઉ હું સ્પોર્ટ્સ પર્સન હતો, જેમાં ની અને બેકમાં ઉપરાંત અન્ય ઈન્જરી થઈ હતી. ત્યારબાદ સાઈકલિંગ શરૂઆત કરતા મારુ શરીર ફરી સ્વસ્થ થયુ હતું. ગયા વર્ષે શ્રીનગરથી કુરેજ વેલીથી પીઓકે સાઈકલ ચલાવી, તેમ જ ખારડોંગરા, પેંન્ગોગમાં એકંદર 22 દિવસમાં 800 કિલોમીટર સાઈકલ ચલાવી હતી. હવે હું અન્ય સ્પોર્ટ્સમાં પણ ભાગ લઈ શકું છું. સાઈકલિંગ માટે હું પેશનેટ બન્યો છું. હવે બ્રેક લીધા વિના 100 કિલોમીટર જેટલુ સાઈકલિંગ કરી શકું છું. હૅલ્થ બેનિફિટની સાથે એક સકારાત્મકતા પણ આવે છે.   

  બળવંત ઠાકરે જણાવ્યું કે, મે 2018થી ફિટનેસને ધ્યાનમાં રાખીને સાઈકલિંગની શરૂઆત કરી હતી. અગાઉ હું સ્પોર્ટ્સ પર્સન હતો, જેમાં ની અને બેકમાં ઉપરાંત અન્ય ઈન્જરી થઈ હતી. ત્યારબાદ સાઈકલિંગ શરૂઆત કરતા મારુ શરીર ફરી સ્વસ્થ થયુ હતું. ગયા વર્ષે શ્રીનગરથી કુરેજ વેલીથી પીઓકે સાઈકલ ચલાવી, તેમ જ ખારડોંગરા, પેંન્ગોગમાં એકંદર 22 દિવસમાં 800 કિલોમીટર સાઈકલ ચલાવી હતી. હવે હું અન્ય સ્પોર્ટ્સમાં પણ ભાગ લઈ શકું છું. સાઈકલિંગ માટે હું પેશનેટ બન્યો છું. હવે બ્રેક લીધા વિના 100 કિલોમીટર જેટલુ સાઈકલિંગ કરી શકું છું. હૅલ્થ બેનિફિટની સાથે એક સકારાત્મકતા પણ આવે છે.   

  22/24
 • મિનલ સતવાનીએ કહ્યું કે, મે થોડા વખત પહેલા જ સાઈકલિંગની શરૂઆત કરી છે, અગાઉ હું નાનપણમાં સ્કૂલના દિવસોમાં સાઈકલ ચલાવતી હતી. ત્યાર બાદ‘સાઈકલ ચલાઓ સીટી બચાઓ’ ગ્રુપમાં જોડાયા બાદ મે પવઈ, મરિન ડ્રાઈવ, સિવુડ્સ લેક, વરલી-સિફેસ જેવા સ્થળોએ સાઈકલિંગની શરૂઆત કરી. હવે દર વિકેન્ડમાં થોડીક લાંબી રાઈડિંગ થાય છે. ગયા અઠવાડિયે જ બાંદરામાં સાઈકલિંગ કર્યું. આખા અઠવાડિયાનો જે થાક હોય છે તે સાઈકલિંગની ઉતરી જાય છે. સાઈકલિંગ કરવાથી એક અચિવમેન્ટ જેવી ફિલિંગ આવે છે એટલે હું અન્ય લોકોને પણ કહીશ કે તેમણે  સાઈકલિંગ કરવું જોઈએ. તમારુ સારુ વર્કઆઉટ થાય, જીવનમાં એક સકારાત્મકતા આવે છે.  

  મિનલ સતવાનીએ કહ્યું કે, મે થોડા વખત પહેલા જ સાઈકલિંગની શરૂઆત કરી છે, અગાઉ હું નાનપણમાં સ્કૂલના દિવસોમાં સાઈકલ ચલાવતી હતી. ત્યાર બાદ‘સાઈકલ ચલાઓ સીટી બચાઓ’ ગ્રુપમાં જોડાયા બાદ મે પવઈ, મરિન ડ્રાઈવ, સિવુડ્સ લેક, વરલી-સિફેસ જેવા સ્થળોએ સાઈકલિંગની શરૂઆત કરી. હવે દર વિકેન્ડમાં થોડીક લાંબી રાઈડિંગ થાય છે. ગયા અઠવાડિયે જ બાંદરામાં સાઈકલિંગ કર્યું. આખા અઠવાડિયાનો જે થાક હોય છે તે સાઈકલિંગની ઉતરી જાય છે. સાઈકલિંગ કરવાથી એક અચિવમેન્ટ જેવી ફિલિંગ આવે છે એટલે હું અન્ય લોકોને પણ કહીશ કે તેમણે  સાઈકલિંગ કરવું જોઈએ. તમારુ સારુ વર્કઆઉટ થાય, જીવનમાં એક સકારાત્મકતા આવે છે.  

  23/24
 • અર્ચના ભાટિયાએ કહ્યું કે, હું પહેલાથી જ સાઈકલ ચલાવતી હતી પરંતુ વચ્ચે ગેપ આવ્યો હતો. તાજેતરમાં મે ફરીથી સાઈકલિંગની શરૂઆત કરી છે. અન્ય સાઈકલના ગ્રુપને જોઈને પણ મને પ્રોત્સાહિત મળે છે. સ્થાનિક વિસ્તારોમાં મે સાઈકલિંગ ગ્રુપ સાથે ફરવાનું શરૂ કર્યું છે. હાલ હુ શોર્ટ રાઈડ જ કરુ છુ પરંતુ સમયાંતરે હું લાંબી રાઈડ પણ કરીશ.

  અર્ચના ભાટિયાએ કહ્યું કે, હું પહેલાથી જ સાઈકલ ચલાવતી હતી પરંતુ વચ્ચે ગેપ આવ્યો હતો. તાજેતરમાં મે ફરીથી સાઈકલિંગની શરૂઆત કરી છે. અન્ય સાઈકલના ગ્રુપને જોઈને પણ મને પ્રોત્સાહિત મળે છે. સ્થાનિક વિસ્તારોમાં મે સાઈકલિંગ ગ્રુપ સાથે ફરવાનું શરૂ કર્યું છે. હાલ હુ શોર્ટ રાઈડ જ કરુ છુ પરંતુ સમયાંતરે હું લાંબી રાઈડ પણ કરીશ.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

લૉકડાઉન બાદ મુંબઈગરાઓને સાઈકલનું મહત્વ સમજાયુ છે. માયાનગરીમાં સાયકલનું વેચાણ 30 ટકા જેટલુ વધ્યુ છે. સોશ્યલ ડીસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા ટૂંકા અંતર માટે લોકો સાઈકલને પ્રાધાન્ય આપી રહ્યા છે પરંતુ ઘણા ઉત્સાહી સાઈક્લિસ્ટો છે જે વર્ષોથી સાઈકલ ચલાવીને પોતાની ફીટ રાખવાની સાથે સાઈક્લિસિંગને એન્જોય પણ કરે છે. આવા જ સાઈક્લિસ્ટોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના અનુભવ વિશે વાત કરી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK