સીદી સૈયદની જાળી
આમ તો અમદાવાદમાં ઘણી ફરવા જેવી જગ્યાઓ છે. અમદાવાદની પોળો, બજારો જોવા જોવી છે. પરંતુ અમદાવાદની ઓળખ સાથે જોડાયેલી છે સીદી સૈયદની જાળી. જે કોતરણીનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
પોળો ફોરેસ્ટ
જો તમે એન્ડવેન્ચરના શોખીન છો અને કુદરતી વાતાવરણ વચ્ચે ઝરણાઓમાં ફરવાનું પસંદ કરો છો તો તમારી માટે પોળો ફોરેસ્ટ સિવાય કોઈ સારો ઓપ્શન નથી. અમદાવાદથી આશરે 170 કિલોમીટરના અંતરે આવેલુ પોળો ફોરેસ્ટ તેની કુદરતી સૌંદર્યના કારણે પ્રખ્યાત છે. સાથે જ તેમને ફોટોગ્રાફી કરવી છે તેમના માટે આ પ્લેસ બેસ્ટ છે. સાથે ટ્રેકિંગ, કેમ્પ ફાયર તો ખરું જ.
નળ સરોવર
નળ સરોવર અમદાવાદથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. અહીં પક્ષી દર્શન કરવાનો લ્હાવો છે.
ઓરસાંગ કેમ્પ
અમદાવાદથી આશરે 165 કિલોમીટરના અંતરે આવેલ ઓરસાંગ કેમ્પ ઓરસાંગ નદી કિનારે બનાવવામાં આવ્યો છે. જો તમે નદી કિનારે અલગ અલગ એડવેન્ચર કરવા માગતા હોય તો ઓરસાંગ કેમ્પ તમારી પહેલી પસંદ બની શકે છે. અહીં તમારે રોકાવું હોય તો તેની પણ સુવિધા છે.
તિરુપતિ ઋષિવન
એડવેન્ચર પાર્કની મોજ અમદાવાદથી માત્ર 80 કિલોમીટરના અંતે. મહેસાણાથી 10 કિલોમીટર આવેલુ તિરુપતિ ઋષિવન ગાર્ડન વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એન્ડવેન્ચર પાર્કમા સ્વિમિંગ પૂલ સાથે સાથે મોટી મોટી રાઈડ્સનો રોમાંચ પણ અનુભવી શકો છો. સાથે અહીં સાત અજાયબીઓની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે. માત્ર 70 રૂપિયાની એન્ટ્રી ફી છે અહીં.
થોલ લેક, કાલોલ
પિંક ફ્લેમિંગો, સોનેરી સૂર્યોદય અને ખળખળ વહેતું પાણી. બસ, આનાથી વધારે રોમેન્ટિક ડેસ્ટિનેશન ક્યું હોઈ શકે? અહીંનું કુદરતી સૌંદર્ય અને લોકેશન્સ ખૂબ જ સરસ છે. ખાસ કરીને ચોમાસા પછી તો અહીંનું સૌંદર્ય ખીલી ઉઠે છે.
(તસવીર સૌજન્યઃ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ)
અડાલજની વાવ, અડાલજ
1498માં બનેલી આ વાવ ઐતિહાસિક છે. આ વાવ કોતરણી અને કલા કારીગરીનો ઉત્તમ નમૂનો છે. જેની મુલાકાતે દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. આ વાવ વાઘેલા વંશના રાજાએ બંધાવી હતી. જે આપણા અમર વારસાની ઝાંખી કરાવે છે.
(તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)
અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર
BAPSએ બંધાવેલું આ સ્વામિનારાયણ મંદિર ખૂબ જ ભવ્ય છે. ગુજરાતના હિન્દુ ધર્મોના મંદિરઓમાં સૌથી વિશાળ એવું મંદિર પૂજ્ય પ્રમુખ સ્વામીએ બંધાવ્યું છે. અહીં રાખવામાં આવેલું પ્રદર્શન અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જોવાલાયક છે.
ઈન્દ્રોડા પાર્ક
જો તમારે જુરાસિક અથવા તો ક્રેટાસિયોસ યુગના જીવાશ્મિઓ જોવા હોય તો તમારા માટે બેસ્ટ પ્લેસ છે પાટનગરમાં આવેલું ઈન્દ્રોડા પાર્ક. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકરમાં ફેલાયેલું છે. જે ભારતનું એકમાત્ર જીવાશ્મ ઉદ્યાન છે. સાથે અહીં પ્રાણી સંગ્રહાલય પણ છે.
તસવીર સૌજન્યઃ યુટ્યુબ
પાવાગઢ-ચાંપાનેર
ગાંધીનગરથી 170 કિમી દૂર આવેલા આ સ્થળે મહાકાળી માતા બિરાજે છે. પાવાગઢ પર્વત પર માતાનું સ્થાનક છે. જ્યારે તેની તળેટીમાં ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. આખા વર્ષ દરમિયાન અને ખાસ કરીને નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અહીં પગથિયા ચડીને પણ મંદિર સુધી પહોંચી શકાય છે. સાથે રોપ-વેની પણ વ્યવસ્થા છે.
તસવીર સૌજન્યઃ Tripnetra
શામળાજી
અરવલ્લી જિલ્લામાં આવેલું શામાળિયાનું ધામ એટલે શામળાજી. ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પાસે આ મંદિર આવેલું છે. જ્યાં ભગવાન કૃષ્ણ ગદાધર સ્વરૂપમાં બિરાજે છે. શામળિયાનું આ સ્વરૂપ ખૂબ જ મનમોહક છે. જેના દર્શને લાખો ભાવિકો આવે છે.
શામળાજીથી 2 કિલોમીટરના અંતરે દેવની મોરી નામની જગ્યા આવેલી છે.જ્યાં ક્ષત્રકાલીન સ્તૂપ અને વિહાર મળી આવ્યા છે. જેના પરથી સાબિત થાય છે કે આ સ્થળ બૌદ્ધ યુગનું મહત્વનું કેન્દ્ર હતું.
રાણકી વાવ, પાટણ
ગાંધીનગરથી 110 કિમી દૂર આવેલા ઐતિહાસિક પાટણ શહેરમાં યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેજ સાઈટમાંથી એક પાટણની રાણકી વાવ આવેલી છે. 11મી સદીમાં આ વાવ બાંધવામાં આવેલી હતી. આ વાવ સાત માળ જેટલી ઉંડી છે. જેમાં દેવી દેવતાઓની સાથે સાથે અપ્સરાઓ અને દેવી-દેવતાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
દાંડી કુટિર
મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ દાંડી કુટિર છે. અહીં ગાંધીજીના જીવનની મહત્વની ઘટનાઓને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઑડિયો અને વિઝ્યુઅલ્સ થ્રીડી ટેક્નિકની મદદથી ગાંધીજીનું જીવન તાદ્રશ કરવામાં આવ્યું છે.
તસવીર સૌજન્યઃ ટ્રાવેલ્સપ્રો
મોઢેરા સુર્ય મંદિર
ગાંધીનગરથી લગભગ 83 કિમી દૂર આવેલું આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા અને શિલ્પકામનો અજોડ નમૂનો છે. આ મંદિર ઈ.સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ બંધાવ્યું હતું. આ મંદિરને પુરાતત્વ ખાતાએ રાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્મારક જાહેર કર્યું છે.
અંબાજી
ગુજરાતમાં આવેલી મુખ્ય શક્તિપીઠ એટલે અંબાજી. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે.
અમદાવાદ અને ગાંધીનગર..આમ તો આ બે શહેરો એકબીજાને એકદમ નજીક આવેલા છે. છતા પણ બંને એકબીજાથી અલગ છે. એક છે રાજ્યની આર્થિક રાજધાની અને એક છે રાજનૈતિક પાટનગર. ચાલો અમે તમને જણાવીએ જો તમે અમદાવાદ કે ગાંધીનગર જાવ છો તો તમારે કઈ જગ્યાએ ફરવા જવું જોઈએ.