2 સ્ત્રીઓ, એક રોડ ટ્રીપ, 2 અલગ અનુભવ: એક મોટરસાયકલ તો બીજું એક્ટિવા

Updated: 4th November, 2020 09:31 IST | Keval Trivedi
 • એક્ટિવાથી અમદાવાદથી લેહ-લદ્દાખ અને વિશ્વનો સૌથી ઉંચાઈવાળો મોટરેબલ રોડ ખારડુંગ લા સુધી પ્રવાસ કરનાર પ્રથમ મહિલાનો રેકોર્ડ બનાવનાર રચના પટેલે કહ્યું કે, અગાઉ હું એક્ટિવા લઈને ઘરની બહાર ખાસ નીકળતી નહોતી. આસપાસના વિસ્તારમાં જવાનું હોય તો પણ મને એમ થતુ કે આટલુ દૂર એક્ટિવા લઈને ક્યાં જવું. મારા પતિએ મને જાણ કરી લદાખમાં એક બાઈકનું ગ્રુપ જઈ રહ્યુ છે જેમાં મહિલાઓ પણ ભાગ લઈ રહી છે.

  એક્ટિવાથી અમદાવાદથી લેહ-લદ્દાખ અને વિશ્વનો સૌથી ઉંચાઈવાળો મોટરેબલ રોડ ખારડુંગ લા સુધી પ્રવાસ કરનાર પ્રથમ મહિલાનો રેકોર્ડ બનાવનાર રચના પટેલે કહ્યું કે, અગાઉ હું એક્ટિવા લઈને ઘરની બહાર ખાસ નીકળતી નહોતી. આસપાસના વિસ્તારમાં જવાનું હોય તો પણ મને એમ થતુ કે આટલુ દૂર એક્ટિવા લઈને ક્યાં જવું. મારા પતિએ મને જાણ કરી લદાખમાં એક બાઈકનું ગ્રુપ જઈ રહ્યુ છે જેમાં મહિલાઓ પણ ભાગ લઈ રહી છે.

  1/22
 • વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાથી યંગેસ્ટ ફિમેલ મોટરસાયકલ રાઈડરનો ખિતાબ મેળવનાર નિકીતા પટેલે જણાવ્યું હતું કે, હું એવી ફેમિલીથી છું જ્યાં મોટરબાઈક રાઈડિંગ તો બ્લડમાં જ છે.

  વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાથી યંગેસ્ટ ફિમેલ મોટરસાયકલ રાઈડરનો ખિતાબ મેળવનાર નિકીતા પટેલે જણાવ્યું હતું કે, હું એવી ફેમિલીથી છું જ્યાં મોટરબાઈક રાઈડિંગ તો બ્લડમાં જ છે.

  2/22
 • રચના પટેલે કહ્યું કે, લદાખની ટ્રીપ બાબતે વિચારતા મે મનમાં વિચાર્યું કે હુ હાઉસવાઈફ છું, હુ આવા કોઈ એન્ડવેન્ચર કરી શકીશ નહીં. કારણ કે દરેકના માઈન્ડમાં પણ એવુ હોય, કે હાઉસવાઈફ આવા સાહસ ન કરી જ ન શકે. ત્યારે મે નક્કી કર્યું કે હું આ રાઈડ કરીશ જ. 

  રચના પટેલે કહ્યું કે, લદાખની ટ્રીપ બાબતે વિચારતા મે મનમાં વિચાર્યું કે હુ હાઉસવાઈફ છું, હુ આવા કોઈ એન્ડવેન્ચર કરી શકીશ નહીં. કારણ કે દરેકના માઈન્ડમાં પણ એવુ હોય, કે હાઉસવાઈફ આવા સાહસ ન કરી જ ન શકે. ત્યારે મે નક્કી કર્યું કે હું આ રાઈડ કરીશ જ. 

  3/22
 • નિકીતાએ કહ્યું કે, હું નાની હતી, ત્યારે મારા પિતા બુલેટમાં રાઈડ કરતા તો મને પણ સાથે લઈ જતા હતા. મને તે સમયથી જ થતુ કે મોટી થઈને હું પણ આવી રીતે રાઈડ કરીશ અને મે નિર્ણય લીધો.

  નિકીતાએ કહ્યું કે, હું નાની હતી, ત્યારે મારા પિતા બુલેટમાં રાઈડ કરતા તો મને પણ સાથે લઈ જતા હતા. મને તે સમયથી જ થતુ કે મોટી થઈને હું પણ આવી રીતે રાઈડ કરીશ અને મે નિર્ણય લીધો.

  4/22
 • રચના પટેલને તેમની દિકરી સાથે પ્રેક્ટિસ માટે દરરોજ 42-84 કિલોમીટર દૂર ચા પીને તેમના પતિને સેલ્ફી મોકલવી પડતી હતી. આ રાઈડની પ્રેક્ટિસ સ્વરૂપે આબુ સુધી પ્રવાસ કર્યો જેમાં એક જ દિવસમાં કુલ  517 કિલોમીટર જેટલો એક્ટિવામાં પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ લેહ-લદાખની તૈયારી કરી હતી.  

  રચના પટેલને તેમની દિકરી સાથે પ્રેક્ટિસ માટે દરરોજ 42-84 કિલોમીટર દૂર ચા પીને તેમના પતિને સેલ્ફી મોકલવી પડતી હતી. આ રાઈડની પ્રેક્ટિસ સ્વરૂપે આબુ સુધી પ્રવાસ કર્યો જેમાં એક જ દિવસમાં કુલ  517 કિલોમીટર જેટલો એક્ટિવામાં પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ લેહ-લદાખની તૈયારી કરી હતી.  

  5/22
 • રચનાબેન કહ્યું કે, મારા ફેમિલીનો તો મને સંપૂર્ણ સપોર્ટ હતો જ, તદઉપરાંત પ્રવાસ દરમિયાન મારા સાથી રાઈડર્સ પણ મને સપોર્ટ મળતો હતો.

  રચનાબેન કહ્યું કે, મારા ફેમિલીનો તો મને સંપૂર્ણ સપોર્ટ હતો જ, તદઉપરાંત પ્રવાસ દરમિયાન મારા સાથી રાઈડર્સ પણ મને સપોર્ટ મળતો હતો.

  6/22
 • એક્ટિવાના હિસાબે બાઈકની સરખામણીએ મારી સ્પીડ ઓછી હતી. બાઈકર્સ થોડાક આગળ નીકળી જાય તો અમૂક અંતરે ઉભા રહીને મારી રાહ જોતા હતા. આ દરમિયાન ચાહે ડર કહો કે ચાહે આનંદ કહો એ વખતની તકલીફો અત્યારે મારી ગોલ્ડન મુવમેન્ટ્સ બની ગઈ છે. હુ કેટલીય વખત પડી અને એકલી એકલી ઉભી થઈ, હર પલ મારા અંદરથી એક જ અવાજ આવતો હતો તુ કરી શકીશ તુ કરી શકીશ, તુ કરી શકીશ, અને આ રાઈડ જેને સક્સેસફૂલી પુરી કરી તેની પાછળનું કોઈ કારણ હોય તો તે મે રાઈડ પહેલા કરેલી તૈયારી છે. 

  એક્ટિવાના હિસાબે બાઈકની સરખામણીએ મારી સ્પીડ ઓછી હતી. બાઈકર્સ થોડાક આગળ નીકળી જાય તો અમૂક અંતરે ઉભા રહીને મારી રાહ જોતા હતા. આ દરમિયાન ચાહે ડર કહો કે ચાહે આનંદ કહો એ વખતની તકલીફો અત્યારે મારી ગોલ્ડન મુવમેન્ટ્સ બની ગઈ છે. હુ કેટલીય વખત પડી અને એકલી એકલી ઉભી થઈ, હર પલ મારા અંદરથી એક જ અવાજ આવતો હતો તુ કરી શકીશ તુ કરી શકીશ, તુ કરી શકીશ, અને આ રાઈડ જેને સક્સેસફૂલી પુરી કરી તેની પાછળનું કોઈ કારણ હોય તો તે મે રાઈડ પહેલા કરેલી તૈયારી છે. 

  7/22
 • તેમણે રાઈડ દરમ્યાનના પડકારો બાબતે વાતચીત કરતા કહ્યું કે, દરેકને ખબર જ છે કે ખારડુંગ લા કેટલો ખતરનાક માર્ગ  છે. આ સ્થળ નજીક મારા સાથી બાઈકર્સ આગળ નીકળી ગયા હતા. અમારી બેકઅપ કાર થોડીક પાછળ હતી પરંતુ મને દેખાઈ નહી. ત્યારે સમગ્ર સૃષ્ટીના દરેક દેવી-દેવતાઓના સાક્ષાત દર્શન મને થઈ રહ્યા હતા, મારા જીવનનો છેલ્લો ક્ષણ હોય એવુ મને લાગી રહ્યુ હતુ. કારણ કે હું નો ઓક્સિજન ઝોનમાં હતી.

  તેમણે રાઈડ દરમ્યાનના પડકારો બાબતે વાતચીત કરતા કહ્યું કે, દરેકને ખબર જ છે કે ખારડુંગ લા કેટલો ખતરનાક માર્ગ  છે. આ સ્થળ નજીક મારા સાથી બાઈકર્સ આગળ નીકળી ગયા હતા. અમારી બેકઅપ કાર થોડીક પાછળ હતી પરંતુ મને દેખાઈ નહી. ત્યારે સમગ્ર સૃષ્ટીના દરેક દેવી-દેવતાઓના સાક્ષાત દર્શન મને થઈ રહ્યા હતા, મારા જીવનનો છેલ્લો ક્ષણ હોય એવુ મને લાગી રહ્યુ હતુ. કારણ કે હું નો ઓક્સિજન ઝોનમાં હતી.

  8/22
 • મારી એક્ટિવા બંધ પડી ગઈ અને એટલો જોરથી પવન ચાલતો હતો કે એક્ટિવા હલતી પણ નહોતી. સ્નો ફોલ પણ ખૂબ જ હતો. એક અલગ પ્રકારનો રોમાંચ હતો.  

  મારી એક્ટિવા બંધ પડી ગઈ અને એટલો જોરથી પવન ચાલતો હતો કે એક્ટિવા હલતી પણ નહોતી. સ્નો ફોલ પણ ખૂબ જ હતો. એક અલગ પ્રકારનો રોમાંચ હતો.  

  9/22
 • તેમણે ઉમેર્યું કે, એક્ટિવાને ત્યાં જ મૂકીને હુ એક પહાડ પાસે ઉભી રહી. થોડી મિનીટો પછી મે વિચાર્યું કે આવી રીતે હું ક્યા સુધી ઉભી રહીશ. તેથી ભગવાનનું નામ લઈને એક્ટિવા લઈને આગળ નીકળી હતી.

  તેમણે ઉમેર્યું કે, એક્ટિવાને ત્યાં જ મૂકીને હુ એક પહાડ પાસે ઉભી રહી. થોડી મિનીટો પછી મે વિચાર્યું કે આવી રીતે હું ક્યા સુધી ઉભી રહીશ. તેથી ભગવાનનું નામ લઈને એક્ટિવા લઈને આગળ નીકળી હતી.

  10/22
 • આ રાઈડ મે મારી દિકરી સાથે કરી હોવાથી અમારુ બોન્ડિંગ વધુ ખૂબ જ મજબૂત બન્યુ. મારી દિકરી સતત સાથે  રહેવા પ્રયત્ન કરતી પરંતુ આ ખતરનાક રસ્તાને લીધે અમે ઘણીવાર અલગ થઈ ગયા. (તસવીરઃ રચનાબેનની દિકરી નિકીતા)   

  આ રાઈડ મે મારી દિકરી સાથે કરી હોવાથી અમારુ બોન્ડિંગ વધુ ખૂબ જ મજબૂત બન્યુ. મારી દિકરી સતત સાથે  રહેવા પ્રયત્ન કરતી પરંતુ આ ખતરનાક રસ્તાને લીધે અમે ઘણીવાર અલગ થઈ ગયા. (તસવીરઃ રચનાબેનની દિકરી નિકીતા)   

  11/22
 • રચના પટેલે કહ્યું કે, મારા સર્કલમાં પણ બધાને અચંબો થયો મે આ પ્રવાસ કર્યો એ પછી કારણ કે હું ઘરેથી બહાર ખૂબ જ ઓછી નીકળતી હતી અને એક્ટિવાનો ઉપયોગ ખૂબ જ ઓછો કરતી હતી.

  રચના પટેલે કહ્યું કે, મારા સર્કલમાં પણ બધાને અચંબો થયો મે આ પ્રવાસ કર્યો એ પછી કારણ કે હું ઘરેથી બહાર ખૂબ જ ઓછી નીકળતી હતી અને એક્ટિવાનો ઉપયોગ ખૂબ જ ઓછો કરતી હતી.

  12/22
 • હુ દરેક હાઉસવાઈફને મેસેજ આપવા માગુ છુ કે જીવનમાં આગળ વધવા માટે ઘરની બહાર નીકળો અને પોતાનું સ્વપ્ન પુરુ કરો.

  હુ દરેક હાઉસવાઈફને મેસેજ આપવા માગુ છુ કે જીવનમાં આગળ વધવા માટે ઘરની બહાર નીકળો અને પોતાનું સ્વપ્ન પુરુ કરો.

  13/22
 • નિકીતા પટેલે કહ્યું કે, એન્ડવેન્ચરનો શોખ તો મને હતો જ. મે અને મમ્મીએ ક્યારે આવા પ્રકારની લાંબી રાઈડ કરી નહોતી એટલે એમને પણ થયુ કે કંઈક મોટુ કરીએ અને આ રાઈડ કરી એક ઓળખ બનાવીએ.  

  નિકીતા પટેલે કહ્યું કે, એન્ડવેન્ચરનો શોખ તો મને હતો જ. મે અને મમ્મીએ ક્યારે આવા પ્રકારની લાંબી રાઈડ કરી નહોતી એટલે એમને પણ થયુ કે કંઈક મોટુ કરીએ અને આ રાઈડ કરી એક ઓળખ બનાવીએ.  

  14/22
 • 18 દિવસની લેહ-લદ્દાખમાં રાઈડ કરી અને વિશ્વના સૌથી ઉંચા માર્ગ અમદાવાદ-ખારડુંગલા-અમદાવાદ (વિશ્વનો સૌથી હાઈયેસ્ટ મોટરેબલ રોડ-4862 કિલોમીટરનું અંતર)માં ગયા હતા.  

  18 દિવસની લેહ-લદ્દાખમાં રાઈડ કરી અને વિશ્વના સૌથી ઉંચા માર્ગ અમદાવાદ-ખારડુંગલા-અમદાવાદ (વિશ્વનો સૌથી હાઈયેસ્ટ મોટરેબલ રોડ-4862 કિલોમીટરનું અંતર)માં ગયા હતા.  

  15/22
 • નિકીતા પટેલે કહ્યું કે, એન્ડવેન્ચર અને ડિઝાસ્ટર વચ્ચે એક જ નાની લાઈન હોય છે જેમાં એક ભૂલ થાય તો આપણે ગયાં સમજો. ખારડુંગલા માં ખૂબ જ બરફ પડતો હતો. 

  નિકીતા પટેલે કહ્યું કે, એન્ડવેન્ચર અને ડિઝાસ્ટર વચ્ચે એક જ નાની લાઈન હોય છે જેમાં એક ભૂલ થાય તો આપણે ગયાં સમજો. ખારડુંગલા માં ખૂબ જ બરફ પડતો હતો. 

  16/22
 • બાઈક ખૂબ જ સ્લીપ થતી હતી. મને એમ કે અહીંયા હવે અંત છે. પરંતુ મક્કમ મન અને સાથી રાઈડર્સે એકબીજાને સપોર્ટ કરતા અમે પ્રવાસ પુરો કર્યો હતો.

  બાઈક ખૂબ જ સ્લીપ થતી હતી. મને એમ કે અહીંયા હવે અંત છે. પરંતુ મક્કમ મન અને સાથી રાઈડર્સે એકબીજાને સપોર્ટ કરતા અમે પ્રવાસ પુરો કર્યો હતો.

  17/22
 • અમદાવાદથી શરૂ થયેલા આ 18 દિવસના આ પ્રવાસમાં 8 રાઈડર અને એક બેકઅપ કાર હતી, જેમાં સપોર્ટિંગ સ્ટાફ હતો જેમાં બે ડૉકટર્સનો પણ સમાવેશ હતો.

  અમદાવાદથી શરૂ થયેલા આ 18 દિવસના આ પ્રવાસમાં 8 રાઈડર અને એક બેકઅપ કાર હતી, જેમાં સપોર્ટિંગ સ્ટાફ હતો જેમાં બે ડૉકટર્સનો પણ સમાવેશ હતો.

  18/22
 • નિકીતા પટેલે અન્ય છોકરીઓ માટે મેસેજ આપ્યો કે, આપણે  પોતાની ક્ષમતા ઉપર શંકા ન કરવી જોઈએ અને જીવનમાં આગળ વધવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવો જોઈએ. (તસવીરઃ રચના પટેલ, તેમની દિકરી નિકીતા પટેલ અને લિઓ ક્લબ ઑફ કર્ણાવતી ગ્રેટરના અન્ય રાઈડર્સ)

  નિકીતા પટેલે અન્ય છોકરીઓ માટે મેસેજ આપ્યો કે, આપણે  પોતાની ક્ષમતા ઉપર શંકા ન કરવી જોઈએ અને જીવનમાં આગળ વધવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવો જોઈએ. (તસવીરઃ રચના પટેલ, તેમની દિકરી નિકીતા પટેલ અને લિઓ ક્લબ ઑફ કર્ણાવતી ગ્રેટરના અન્ય રાઈડર્સ)

  19/22
 • નિકીતા પટેલનો આ રેકોર્ડ યંગસ્ટર્સ માટે એક ઉદાહરણ સ્વરૂપ છે. 

  નિકીતા પટેલનો આ રેકોર્ડ યંગસ્ટર્સ માટે એક ઉદાહરણ સ્વરૂપ છે. 

  20/22
 • ખારડુંગલામાં બુલેટ જેવી લગભગ બુલેટ જેવી મોટરસાયકલ લઈને પણ જતા હોય છે પરંતુ, ત્યાં રાઈડર્સે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે.

  ખારડુંગલામાં બુલેટ જેવી લગભગ બુલેટ જેવી મોટરસાયકલ લઈને પણ જતા હોય છે પરંતુ, ત્યાં રાઈડર્સે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે.

  21/22
 • આ પ્રવાસની નોંધ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ લીધી હતી, તેમણે પ્રવાસ વિશે સાંભળ્યુ ત્યારે તેમણે બે મિનીટને બદલે 10 મિનીટ સુધી આ અનુભવ ઉંડાણપૂર્વક સાંભળ્યા હતા અને એમને આશિર્વાદ પણ આપ્યા હતા.    

  આ પ્રવાસની નોંધ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ લીધી હતી, તેમણે પ્રવાસ વિશે સાંભળ્યુ ત્યારે તેમણે બે મિનીટને બદલે 10 મિનીટ સુધી આ અનુભવ ઉંડાણપૂર્વક સાંભળ્યા હતા અને એમને આશિર્વાદ પણ આપ્યા હતા.    

  22/22
 • loading...

ફોટોઝ વિશે

રચના પટેલ અને તેમની દિકરી નિકીતા પટેલના નામે એક અદભુત રેકોર્ડ છે. રચના પટેલે એક્ટિવામાં અમદાવાદથી લેહ-લદ્દાખનો પ્રવાસ કરનાર પ્રથમ મહિલા તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે લેહ-લદ્દાખમાં જનારી નિકીતા પટેલ વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાથી યંગેસ્ટ ફિમેલ મોટરસાયકલ રાઈડરનો ખિતાબ મેળવ્યો છે. રચનાબેન અને તેમની દિકરી નિકીતાએ તેમના આ પ્રવાસ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.  

First Published: 3rd November, 2020 12:22 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK