અર્ચના મકવાણા વડોદરાનાં છે અને બહુ નાની ઉંમરે ફેશન ડિઝાઇનિંગની દુનિયામાં તેમણે પોતાનું નામ સફળતાની શિખરે મુક્યું છે. - આ તસવીરમાં તે પોતાનાં જ ક્રિએશનમાં જોઇ શકાય છે. ઇન્ડિગો બ્લુ સિલ્ક ફિનિશ ઘાઘરો, મલ્ટી કલર ફૂલકારી દુપટ્ટો અને ભરત ભરેલા પૅચ મુકેલું લાંબી બાંયનું બ્લાઉઝ બહુ ગ્રેસફુલ લાગે છે.
નિયોન યેલો રેયોન મિરર વર્ક વાળો ચણિયો જે સફેદ મલબરી સિલ્ક પર લેયર્ડ છે અને હાઇ લો સ્ટાઇલમાં બનાવાયો છે. સાથે ટાઇ એન્ડ ડાઇનો શિફોનનો દુપટ્ટો છે. સ્લીવલેસ બ્લાઉઝ જે ગજીનું છે અને તેનું બુસ્ટિઅર ડિજિટલ પ્રિન્ટમાં છે જે એક બોલ્ડ પણ બ્યુટિફૂટ ટચ આપે છે, સ્ટેટમેન્ટ નેકપિસ હોવાને કારણે કાનમાં કંઇ પણ ન પહેરવાથી પણ કશું ખૂટતું હોય એવું ન લાગે.
અર્ચના મકવાણા એક અચ્છા ફેશન ડિઝાઇનર જ નહીં પણ એક ફેશનિસ્તા, લૉયર, જાણિતા બાસ્કેટ બૉલ પ્લેયલ, સર્ટિફાઇડ યોગા એક્સપર્ટ, રેકી અને પેનિક હિલર પણ છે. અહીં પણ તેમણે ડલ લેયર્ડ ઘાઘરો બ્રાઇટ કોમ્બિનિશનમાં તૈયાર કર્યો છે. તેમના બટવા પણ તેમની યુએસપી છે. કચ્છી ભરતનું કાપડું એક એવી ફેશન છે જે હંમેશા ઇન જ રહેશે અને ખાસ કરીને નવરાત્રીમાં. સાથે કેસરી મલબરી સિક્લ લેયર્ડ ચણીયો જેની પર કચ્છી હાથ ભરત છે અને બોર્ડરમાં આભલા વર્ક છે જેમાં સાથે દુપટ્ટો પણ મિરર અને કચ્છી વર્ક વાળો છે.
અર્ચનાની ડિઝાઇન્સનું શૂટ થયું ત્યારે 65 વર્ષની પ્રોઢાથી લઇને 21 વર્ષની મૉડલે તેમનાં ક્રિએશન્સ પહેર્યાં.
આ શૂટ સાબિત કરે છે કે આ ડિઝાઇન્સ બધાં જ એજ ગ્રૂપને શોભે છે અને ક્લાસિકની શ્રેણીમાં આવી શકે છે.
ફ્રિલની બાંય વાળું બ્લાઉઝ, ભરેલા મોરલા બટવો અને ટાંકા વર્કની ઓઢણી એકદમ વિન્ટેજ લૂક આપે છે અને નેકપીસ અને ઇયરિંગ્ઝ પણ જુના જમાનાની ડિઝાઇન સાથે મેળ ખાય તેવા છે. આ ગજી સિલ્કનો ચણિયો છે અને હાથે ભરેલા આભલાથી તે શોભે છે. બ્લાઉઝ મશરુનું છે અને કટ વર્ક વર્ક વાળું છે. હાથે ભરેલી બાંય જોર્જેટ બાંધણીની બેલ સ્લિવ્ઝ છે અને સિલ્વર ગ્લાસનાં નેકલેસ અને ઇયરિંગ્ઝ છે. આ બટવો રૉ સિલ્કનો અને હાથે ભરતકામ કરેલો છે.
અર્ચના મકવાણા એક માત્ર એવા યંગ ડિઝાઇનર છે જે ઇન્ડિયા રન વે વીકમાં પોતાની ડિઝાઇન્સ પ્રેઝન્ટ કરી ચૂક્યાં છે. અહીં હેન્ડવર્ક વાળો ફુલકારી દુપટ્ટો છે અને મશરુનો આભલા વાળો ચણિયો છે.
અર્ચના કહે છે કે પોતે ફેશનની સમજણની સાથે સ્પિરિચ્યુઆલિટી અને યોગની સમજને પણ ભેળવે છે. તેમણે આ આધારે એક વિશેષ લેબલ હિલીંગ તત્વઝ લૉન્ચ કર્યું હતું અને તે ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ 2019માં લૉન્ચ કરાયું હતું. અહીં તેણે મશરુના ચણિયા ચોળી પહેર્યા છે અને તેની પર સ્ટાઇલિશ મિરર વર્ક કરાયું છે તથા કફ વાળી બલુન સ્લિવ્ઝ ધરાવતું બ્લાઉઝ છે. દુપટ્ટો નેટનો છે જેની પર લેસ છે.
તેમની વિમન ક્લોધિંગ બ્રાન્ડ હાઉસ ઑફ અર્ચના નામથી જાણીતી છે અને મલ્ટિ ડિઝાઇનર સ્ટોરનું નામ છે અર્ચના જ ફેશન હાઉસ. ચણિયા પર ગોતા પટ્ટી બોર્ડર અને જુના જમાનાની સ્ટાઇલનાં તોઇનાં ફુલ બહુ ગોર્જિયસ લાગે છે.
ઇન્ડિગો બ્લુ ચણિયો, સાથે ઇન્ટ્રેસ્ટિંગ કટ વાળું જ્યોમેટ્રિક ડિઝાઇનની આભા ખડું કરતું રેડ બ્લાઉઝ જામે છે. વળી આ મધુબની પ્રિન્ટની ઓઢણી આ મશરુના ચણિયા ચોળી સાથે સરસ શોભે છે.
ફુલકારીની ઓઢણી સાથે આ કલર કોમ્બિનિશન બહુ સરસ લાગે છે.
કોલ્ડ શોલ્ડર બ્લાઉઝ, બ્રાઇટ રંગનો બેઝ અને પેસ્ટલ પીચ કલરની ઓઢણીનું કોમ્બિનિશન ગરબા ગ્રાઉન્ડની બ્રાઇટ લાઇટમાં જામે જ.
અહીં પણ નવરાત્રીમાં માતાજીના માંડવા પાસે શાઇની વ્હાઇટ પ્રિન્ટેડ કાપડ સાથેનો ડબલ લેયર્ડ ગજી સિલ્ક ટાઇ એન્ડ ડાઇ ચણિયો, પીળો દુપટ્ટો જેની પર કલરફૂલ બોર્ડર છે તે પહેરીને ઉભેલાં અર્ચના બ્યુટીફૂલ લાગે છે.
નવરાત્રીમાં બ્રાઇટ રંગો તો હંમેશા ચલણમાં જ હોય છે.
બાંધણીનો લગડી પટ્ટાનો દુપટ્ટો સોલિડ ઓરેન્જ કલરનાં ચણિયા ચોળીની આભા વધારે છે.
આ તસવીરમાં બ્રાઇટ કલર્સ, સેમ કલરી પેલેટનો આખો ડ્રેસ, એબસ્ટ્રેક્ટ જ્યોમેટ્રિકલ પ્રિન્ટ અને સોલિડ કલર સાથે વ્હાઇટનું કોમ્બિનિશન કેટલું સરસ લાગી શકે છે તે જોઇ શકાય છે.
આ સોલિડ કલર્સમાં તૈયાર કરેલા ચણિયા ચોળી જામે છે, અર્ચનાએ પોતે ધોતી પેન્ટ, વ્હાઇટ શર્ટ અને સ્ટેમેન્ટ નૅકપીસનો ફ્યુઝન લૂક બહુ સ્માર્ટલી કૅરી કર્યો છે.
આ રામલીલા સ્ટાઇલનાં ચણિયા ચોળી છે. તેમાં પ્રિન્ટેડ કોનટ, બાંધણી સિલ્ક દુપટ્ટો છે. મરુન, બ્લેક અને યેલો ઓરેન્જનો લેયર્ડ ચણિયો, પ્રિન્ટેડ દુપટ્ટો બ્રોકેટ કટોરી અને મશીન એમ્બ્રોઇડરી વાળું બ્લાઉઝ ગરબાના ગ્રેસમાં વધારો કરે છે. અર્ચનાએ જણાવ્યું કે આ ડિઝાઇન લાંબો સમયથી બેસ્ટ સેલર્સ રહી છે તેને પાંચ વર્ષ થઇ ગયા હોવા છતાં.
એ જ લૂક અહીં થોડા વેરિએશન સાથે જોઇ શકાય છે.
સ્ટેટમેન્ટ એથનિક જ્વેલરી, પ્રિન્ટેડ ચણિયા મોટી ગોલ્ડન બોર્ડર વાળા ચણિયા પર બે અલગ પ્રિન્ટનાં અલગ અલગ સાઇઝનાં લેયર્સ અને બોર્ડર વાળો પ્લેન બ્લેક દુપટ્ટો જેની સાથે ચણિયામાં વપરાયેલા કાપડની મિક્સ પ્રિન્ટનું બ્લાઉઝ બહુ જ સરસ લાગે છે. 2017ની ડિઝાઇન હજી પણ લોકો યાદ કરે છે અને ત્યાર બાદની નવરાત્રીમાં પણ ઇન રહી હતી.
સ્ટેટમેન્ટ એથનિક જ્વેલરી, પ્રિન્ટેડ ચણિયા મોટી બોર્ડર વાળા ચણિયા પર આગળના હિસ્સામાં બે અલગ પ્રિન્ટનાં લેયર્સ અને લહેરિયા બોર્ડર વાળો પ્લેન બ્લેક દુપટ્ટો જેની સાથે ચણિયામાં વપરાયેલા કાપડની મિક્સ પ્રિન્ટનું બ્લાઉઝ બહુ જ સરસ લાગે છે.
પ્લેન ડબલ લેયર્ડ ચણિયા પર કટ વર્ક અને મિરર વર્ક છે તેનું મટિરિયલ કોટન સિલ્ક છે અને બ્લેક કોટન બ્લોક પ્રિન્ટેડ ચણિયા ચોળી સેટ જેમાં બ્લેક મરુન રેડ રંગોનું કોમ્બિનિશન છે ક્લાસિક લાગે છે.
મરુન પર બ્લેક પ્રિન્ટ, ઉપર બ્લેક ઉપર બેજ મરૂન પ્રિન્ટ, સાથે મલ્ટી પ્રિન્ટ ઓઢણી અને બ્રોકેડ અને કોટન મિક્સ બ્લાઉઝનો આ સેટ પણ ઓલ ટાઇમ ક્લાસિક છે.
મલ્ટિ પ્રિન્ટ ચણિયા ને મલ્ટિ પ્રિન્ટ સ્પેગેટી બ્લાઉઝ સાથે પેર કરવા એક બોલ્ડ લૂક છે પણ એ ઘણો કૂલ લાગે છે અને સાથે લહેરિયાની ઓઢણી.
યેલો જૂટ જેની પર કટ વર્ક અને મશીન વર્ક છે જે દાંડિયા રાસ પ્રિન્ટ પર લેયર કરાયો છે. બ્લાઉઝની બાંય પર હાથે કરેલું કચ્છી વર્ક છે અને શિફોનની બેલ સ્લિવ્ઝ છે તથા સાથે શિફોનનો મલ્ટી કલર્ડ જ્યોમેટ્રિકલ પ્રિન્ટ વાળો દુપટ્ટો છે.
પહેલાની તસવીરનો ચણિયો અને ઓઢણી જ્યારે આ બોલ્ડ કટ વાળા બ્લાઉઝ સાથે પહેરાય છે ત્યારે તેની આભા સાથે તમને નવો વિકલ્પ મળે છે.
બાટિક પ્રિન્ટનો આભાસ આપતા પહેલા લેયર પર નીચે સોલીડ કલરના ચણિયાનું બોટમ લેયર સરસ લાગે છે અને સોલીડ કલરનાં બ્લાઉઝ સાથે પીળા રંગનો દુપટ્ટો જાણે કલર બ્લોકિંગની ફિલ આપે છે.
થોડા જુના જમાનાનં લાગે એવા રંગ અને પેટર્ન પર બોલ્ડ બ્લાઉઝ અલગ જ લૂક આપે એવો છે. કોટન પ્રિન્ટેડ ચણિયો જેમાં હેન્ડ પ્રિન્ટેડ શિફોન દુપટ્ટો છે અને હોલ્ટર નેકનું બ્લાઉઝ છે.
બુટ્ટી અને બોર્ડર વાળો સિંગલ કલર ચણિયો, બ્રોકેડનું કલરફૂલ બ્લાઉઝ અને બાંધણીનો મલ્ટીકલર દુપટ્ટો બહુ જ સરસ ઉઠાવ આપે છે.
બ્લાઉઝની આ સ્ટાઇલ એકદમ યુનિક છે. આભાલા અને ભરત ભરેલો કૉલર બહુ જ આકર્ષક નેકલાઇન બને છે. આને તેઓ નેકલેસ બ્લાઉઝ કહે છે.
2017ની આ ડિઝાઇનમાં પ્લેઇન અને પ્રિન્ટેડ ચણિયાના લેયર્સ છે અને બ્રાઇટ કલર કોમ્બિનિશન તેની સુંદરતા વધારે છે. ઓઢણી ઓરેન્જનો જ એક બ્રાઇટ શેડ છે. સિંગલ કલર પેલેટના આધારે આ ડિઝાઇન તૈયાર કરાઇ છે.
મિરર વર્કના પારંપરિક ચણિયા સાથે હાથે એબ્રોઇડરી કરેલો ફુલકારી દુપટ્ટો અને ગોલ્ડન વર્ક વાળું બ્લાઉઝ સાથે બોર્ડરમાં પણ ગોલ્ડ તોઇ તથા બોર્ડર બહુ ગ્રેસફૂલ લાગે છે. ગજી મટિરીયલ ટ્રેડિશનલ પોશાકમાં હંમેશા ઉઠાવ આપે છે.
હેન્ડ એમ્બ્રોઇડર્ડ ફુલકારી દુપટ્ટા સાથે ગજી સિલ્કનો પેનલ ચણિયો છે અને મલ્ટિ કલર્ડ લેસ છે, સાથે ગજીનું ગ્રીન બ્લાઉઝ છે જેની પર મિરર લેસ છે. દુપટ્ટો અને સ્ટેમેન્ટટ જ્વેલરી આ લૂકનાં યુએસપી છે.
મરુન અને બ્લેક હંમેશા સારા જ લાગતાં રંગો છે. બોર્ડર સિવાય આખો ગજીનો ચણિયો પ્લેઇન છે. મિરર વર્ક છે તથા જોર્જેટના લાલ દુપટ્ટામાં મિરર વર્ક રાયું છે.
આ છે ગરબા કર્યા પછીનું એક્સાઇટમેન્ટ જે અર્ચનાના ચહેરાને વધારે બ્રાઇટ બનાવે છે.
ક્લાયન્ટ સાથે કામમાં વ્યસ્ત અર્ચના, સાથે તેમના સ્ટોરની ઝલક પણ તમે મેળવી શકો છો.
અર્ચના બહુ જ સરસ ગરબા રમે પણ છે. એક સમયે મોડલિંગ વિશ્વમાં પણ તેમનું નામ મોખરે હતું અને આજે પણ તે કોઇ મોડલથી કમ નથી.
વીશ યુ ધી બેસ્ટ અર્ચના, આ નહીં તો આવતા વર્ષ નવરાત્રીમાં તમારી એવરગ્રીન ડિઝાઇન્સ ધુમ મચાવશે.
નવરાત્રીની આ ફેશન અને લૂક્સ ક્યારેય પણ આઉટ ઑફ ફેશન નથી થવાનાં અને હંમેશા ટ્રેન્ડિંગ રહેશે તો આપણે પણ આ તસવીરો જોઇને આવતા વર્ષની તૈયારીની યોજના કરીશું.
નવરાત્રીની આ ફેશન અને લૂક્સ ક્યારેય પણ આઉટ ઑફ ફેશન નથી થવાનાં અને હંમેશા ટ્રેન્ડિંગ રહેશે તો આપણે પણ આ તસવીરો જોઇને આવતા વર્ષની તૈયારીની યોજના કરીશું.
આ વર્ષે નવરાત્રી કોરના વાઇરસને કારણે ઉજવી નથી શકતા પણ નવરાત્રીનાં શણગારનું આગવું મહત્વ તો ઓછું આંકી શકાય એમ છે જ નહીં. કદાચ તમે એકાદ જોડ ચણિયાચોળી બહાર કાઢ્યા હશે પણ તો ય ચણિયાચોળીની કઇ ફેશન ટ્રેન્ડિંગ છે એ તો જાણવું જ જોઇએ ભલેને એ ટ્રેન્ડ આવતા વર્ષ સુધી એક્સટેન્ડ કરીએ. વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ સેટર ચણિયા ચોળી ડિઝાઇન કરે છે. તેમણે પોતાની ડિઝાઇન્સ આપણી સાથે શૅર કરી છે અને એ પણ એવી જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે જ નહીં... (તસવીરો-અર્ચના મકવાણા)