મળો અંડર પ્રિવિલેજ્ડ બાળકોના સપનાને હકીકતમાં બદલનાર અમદાવાદની મહિલા ક્રિકેટરને

Updated: Mar 30, 2019, 16:50 IST | Falguni Lakhani
 • અંડર પ્રિવિલેજ્ડ બાળકોને બ્લ્યૂ જર્સી પહેરાવવાનું સ્વપ્ન જોયું છે આ મહિલા ક્રિકેટર એટલે કે જીજ્ઞા ગજ્જરે. જીજ્ઞા ગજ્જર 2003 થી 2008 દરમિયાન વેસ્ટ ઝોન તરફથી ક્રિકેટ રમી ચુક્યા છે.  

  અંડર પ્રિવિલેજ્ડ બાળકોને બ્લ્યૂ જર્સી પહેરાવવાનું સ્વપ્ન જોયું છે આ મહિલા ક્રિકેટર એટલે કે જીજ્ઞા ગજ્જરે. જીજ્ઞા ગજ્જર 2003 થી 2008 દરમિયાન વેસ્ટ ઝોન તરફથી ક્રિકેટ રમી ચુક્યા છે.

   

  1/14
 • જિજ્ઞા મીડિયમ પેસ બૉલર હતા. પાંચ વર્ષ સુધી ક્રિકેટ રમ્યા અને જિલ્લા કક્ષાએ બેસ્ટ બૉલર સહિત અનેક અવૉર્ડ જીત્યા. તસવીરમાંઃ ક્રિકેટ એકેડેમીના બાળકો સાથે જીજ્ઞા ગજ્જર

  જિજ્ઞા મીડિયમ પેસ બૉલર હતા. પાંચ વર્ષ સુધી ક્રિકેટ રમ્યા અને જિલ્લા કક્ષાએ બેસ્ટ બૉલર સહિત અનેક અવૉર્ડ જીત્યા.

  તસવીરમાંઃ ક્રિકેટ એકેડેમીના બાળકો સાથે જીજ્ઞા ગજ્જર

  2/14
 • લગ્ન બાદ ઘર અને કારકીર્દિમાંથી જીજ્ઞાએ ઘરની પસંદગી કરી. જો કે તેના મનમાં ક્રિકેટ તો હતું જ. અને ત્યારે જ તેમને વિચાર આવ્યો એવા બાળકોને ક્રિકેટ શીખવવાનું જેમની પાસે પૈસા નથી.

  લગ્ન બાદ ઘર અને કારકીર્દિમાંથી જીજ્ઞાએ ઘરની પસંદગી કરી. જો કે તેના મનમાં ક્રિકેટ તો હતું જ. અને ત્યારે જ તેમને વિચાર આવ્યો એવા બાળકોને ક્રિકેટ શીખવવાનું જેમની પાસે પૈસા નથી.

  3/14
 • આપણા દેશમાં ક્રિકેટ ધર્મ છે. કરોડો લોકો ક્રિકેટ સાથે જોડાયેલા છે પરંતુ તેમને યોગ્ય કોચિંગ નથી મળતું. જીજ્ઞાએ આવા બાળકોને ક્રિકેટ શીખવવાનું નક્કી કર્યું.

  આપણા દેશમાં ક્રિકેટ ધર્મ છે. કરોડો લોકો ક્રિકેટ સાથે જોડાયેલા છે પરંતુ તેમને યોગ્ય કોચિંગ નથી મળતું. જીજ્ઞાએ આવા બાળકોને ક્રિકેટ શીખવવાનું નક્કી કર્યું.

  4/14
 • જીજ્ઞાએ બાળપણમાં તેમના શિક્ષક પિતાને ગરીબ બાળકોને મદદ કરતા જોયા હતા અને એટલે તેમણે પણ આવા બાળકોને મદદ કરવાનો વિચાર આવ્યો અને તેમાં તેમને પરિવારનો પણ સાથ મળ્યો.

  જીજ્ઞાએ બાળપણમાં તેમના શિક્ષક પિતાને ગરીબ બાળકોને મદદ કરતા જોયા હતા અને એટલે તેમણે પણ આવા બાળકોને મદદ કરવાનો વિચાર આવ્યો અને તેમાં તેમને પરિવારનો પણ સાથ મળ્યો.

  5/14
 • જીજ્ઞાએ મેદાન ભાડા પર રાખીને બાળકોને કોચિંગ આપવાની શરૂઆત કરી. શરૂઆતમાં બાળકો અને તેમન માતા-પિતા જીજ્ઞાની વાતને ગંભીરતાથી નહોતા લેતા. જો કે જીજ્ઞાના પ્રયાસના કારણે બાળકો અને તેમના માતા-પિતા કોચિંગ આપવા માટે સહમત થયા.

  જીજ્ઞાએ મેદાન ભાડા પર રાખીને બાળકોને કોચિંગ આપવાની શરૂઆત કરી. શરૂઆતમાં બાળકો અને તેમન માતા-પિતા જીજ્ઞાની વાતને ગંભીરતાથી નહોતા લેતા. જો કે જીજ્ઞાના પ્રયાસના કારણે બાળકો અને તેમના માતા-પિતા કોચિંગ આપવા માટે સહમત થયા.

  6/14
 • જિજ્ઞાએ છોકરા અને છોકરીએ બંનેને કોચિંગ આપવાની શરૂઆત કરી. કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જીજ્ઞા તેમને ક્રિકેટ શીખવાડી રહ્યા છે.

  જિજ્ઞાએ છોકરા અને છોકરીએ બંનેને કોચિંગ આપવાની શરૂઆત કરી. કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જીજ્ઞા તેમને ક્રિકેટ શીખવાડી રહ્યા છે.

  7/14
 • જીજ્ઞાએ જેન ક્રિક હીરો એકેડેમીની સ્થાપના કરી. તેઓ ક્રાઉડ ફંડિંગની મદદથી પૈસા ભેગા કરે છે અને બાળકોને ક્રિકેટ કિટ સહિતની સુવિધાઓ આપે છે.

  જીજ્ઞાએ જેન ક્રિક હીરો એકેડેમીની સ્થાપના કરી. તેઓ ક્રાઉડ ફંડિંગની મદદથી પૈસા ભેગા કરે છે અને બાળકોને ક્રિકેટ કિટ સહિતની સુવિધાઓ આપે છે.

  8/14
 • કોચિંગ આપવાની સાથે સાથે જીજ્ઞા બાળકોનો પોષણયુક્ત આહાર લેવાની અને સારી જીવનશૈલીની પણ સમજ આપે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારુ રહે અને તેમનું જીવન ધોરણ ઉંચું આવે.

  કોચિંગ આપવાની સાથે સાથે જીજ્ઞા બાળકોનો પોષણયુક્ત આહાર લેવાની અને સારી જીવનશૈલીની પણ સમજ આપે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારુ રહે અને તેમનું જીવન ધોરણ ઉંચું આવે.

  9/14
 • જીજ્ઞાનું સ્વપ્ન આ બાળકોને તાલીમ આપી તેમને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનું છે.

  જીજ્ઞાનું સ્વપ્ન આ બાળકોને તાલીમ આપી તેમને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનું છે.

  10/14
 • જીજ્ઞા કોચિંગ આપવાની સાથે તેમને ખરાબ સંગત અને ખરાબ આદતોથી પણ દૂર કર્યા છે. તેમને વ્યવનોથી પણ જીજ્ઞા ગજ્જરે દૂર કર્યા છે.

  જીજ્ઞા કોચિંગ આપવાની સાથે તેમને ખરાબ સંગત અને ખરાબ આદતોથી પણ દૂર કર્યા છે. તેમને વ્યવનોથી પણ જીજ્ઞા ગજ્જરે દૂર કર્યા છે.

  11/14
 • હાલ અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ આ ભવિષ્યના ક્રિકેટરોને તાલિમ આપે છે. તેમની ઈચ્છા છે કે તેઓ એક દિવસ ટીમ ઈન્ડિયા માટે રમે અને બ્લૂ જર્સી પહેરે.

  હાલ અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ આ ભવિષ્યના ક્રિકેટરોને તાલિમ આપે છે. તેમની ઈચ્છા છે કે તેઓ એક દિવસ ટીમ ઈન્ડિયા માટે રમે અને બ્લૂ જર્સી પહેરે.

  12/14
 • જિજ્ઞા એકેડેમીના બાળકોને તાલીમ આપે છે. અને જ્યારે ક્રિકેટરોની પસંદગી થવાની હોય ત્યારે તેમને ત્યાં મોકલે છે. તેમને આશા છે કે તેમના બાળકો તેમનું સ્વપ્ન જરૂર સાકાર કરશે.

  જિજ્ઞા એકેડેમીના બાળકોને તાલીમ આપે છે. અને જ્યારે ક્રિકેટરોની પસંદગી થવાની હોય ત્યારે તેમને ત્યાં મોકલે છે. તેમને આશા છે કે તેમના બાળકો તેમનું સ્વપ્ન જરૂર સાકાર કરશે.

  13/14
 • તસવીરમાંઃ જીજ્ઞા ગજ્જર તેમની એકેડેમીના પ્લેયર સાથે. જેમણે તાજેતરમાં એક ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ ઝડપી હતી.

  તસવીરમાંઃ જીજ્ઞા ગજ્જર તેમની એકેડેમીના પ્લેયર સાથે. જેમણે તાજેતરમાં એક ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ ઝડપી હતી.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

મળો આ ગરવી ગુજરાતણ જીજ્ઞા ગજ્જરને. જેણે નેમ લીધી છે ગરીબ બાળકોને ક્રિકેટ શીખવાડવાની અને તેમને ટીમ ઈન્ડિયાની બ્લ્યૂ જર્સી પહેરાવવાની. તેમની પાસે સાધનો કદાચ ઓછા હશે પણ આશા અને સપના નીચા નથી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK