વાત છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા ગેળા ગામની. આ ગેળા ગામમાં શ્રીફળનો પહાડ બનેલો છે. આખે આખો શ્રીફળનો પહાડ. વિશ્વાસ ન આવતો હોય તો ફોટા જોઈ લો. અહીં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં શ્રીફળ પડેલા છે, અને હજી લોકો નવા શ્રીફળ ઉમેરતા જ જાય છે.