ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં અવની શાહે કહ્યું કે ગ્રાફોલૉજી એટલે હસ્તાક્ષર પરથી વ્યક્તિત્વને જાણવાની કળા. તમારા સિગ્નેચર અને તમારા લખાણ પરથી તમે વ્યક્તિનો સ્વભાવ જાણી શકો છો.
આ તસવીરમાં a નીચે જે રીતે t લખ્યો છે, તેઓ વાતમાં થોડા કઠોર હોય છે અને b નીચે જેવી t લખવામાં આવ્યો છે એ વ્યક્તિ ઘણી સૉફ્ટ રીતે વાતો કરતા હોય છે.
અવની શાહની પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ છે. reading_minds_with_graphology
તમારા સવાલ આ આઈડી પર મોકલી શકો છો.- avaniparkh@1985@gmail.com
તમારી કોઈ ખરાબ આદાત હોય જે તમારી બદલવી હોય તો, તમે તમારા હાથેથી લખેલા લખાણમાં બદલાવ કરીને તમે તમારા સ્વભાવમાં ચેન્જિસ લાવી શકો છો. તમે જેના પર ફોકસ કરવા માંગતા હોય તો અથવા તો તમારો દૃઢ નિશ્ચય વધારવો હોય તો, તે ગ્રાફોલૉજીથી વધારી શકાય છે.
આ તસવીરમાં aની નીચેના t માં જે આડી લાઈન છે એ પોતાનું લક્ષ્ય નીચું રાખે છે એટલે એની જેટલી તાકાત હોય છે એના કરતા ઓછું આંકે છે. અને b પાર્ટમાં t લખેલો જોશો તો, તેમાં આડી લાઈન ઉપરની તરફ છે, એટલે એનામાં શું આવડત છે, એનું લક્ષ્ય ઉંચું હોય છે અને આ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણો આગળ વધે છે.
ગ્રાફોલૉજીસ્ટ વ્યક્તિને પર્સનલ મળતા નથી, પણ હેન્ડ રાઈટિંગથી તેઓ માણસને સ્કેન કરી શકે છે.
આ તસવીરમાં તમે જોઈ શકો છો કે આ વાક્ય બ્લેન્ક પેપર પર લખ્યું છે અને a પાર્ટમાં આ વાક્ય નીચેથી ઉપર તરફ જાય છે એટલે આ પૉઝિટીવીટીની નિશાની છે એટલે આ વ્યક્તિ હંમેશા સકારાત્મક વિચારો ધરાવે છે અને b પાર્ટમાં જે વાક્ય લખ્યું છે, એ ઉપરથી નીચે તરફ આવે છે એટલે આ વ્યક્તિ નેગેટિવ છે અને થોડા ડિપ્રેશનમાં છે. આવું લખનારા વ્યક્તિ નકારાત્મક વિચારો ધરાવતો હોય છે.
ઉદાહરણ તરીકે નાનું બાળક બહુ જ મસ્તી કરે, નાની નાની વાતોમાં રડે અને એનો આત્મવિશ્વાસ ઓછો હોય તો ગ્રાફોલૉજી એની લખવાની કળા દ્વારા બાળકોનો સ્વભાવ બદલી શકે છે. ગ્રાફોલૉજીથી આપણા સભાન મન(conscious mind) અને અર્ધજાગ્રત મન (subconscious mind)ને પણ આપણે કન્ટ્રોલમાં લાવી શકે છે.
આ તસવીર q આપણા ગુસ્સાને દર્શાવે છે આ ફોટોમાં a પાર્ટમાં જે q લખ્યો છે એ વ્યક્તિને વધારે પડતો ગુસ્સો આવતો હોય છે, b પાર્ટમાં જે q લખ્યો છે એ સહી સમય અને સહીં જગ્યા પર બરાબર ગુસ્સો કરે છે અને c પાર્ટમાં જે q લખ્યો છે, આ આપણને p જેવો દેખાય છે એ વ્યક્તિ ખોટા સમયે ગુસ્સો કરે છે, એટલે જ્યારે એને ગુસ્સો કરવાનો હોય છે ત્યારે એ નથી કરતો અને ન નહીં કરવાનો હોય છે ત્યારે એ કરી પણ દે છે.
લખાણ અને હસ્તાક્ષરથી વિશ્લેષણ કરીને વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે, સુસાઈડનો વિચાર, નેગેટિવીટી, એ પોતાના જીવનમાં કેટલો ખુશ છે, આ લોકોને કેટલી મદદ કરે છે, આને જીવનમાં ઘણું આગળ જવું છે, આ વ્યક્તિને પોતાનું નામ બનાવવું છે, ડિપ્રેશન આ બધું એનાથી ખબર પડી શકે છે. એટલે બેભાન મનમાં શું ચાલી રહ્યું છે એ બધું જ ખબર પડી શકે છે.
આ તસવીરમાં જે રીતે D અને P લખ્યું હોય છે, તમે બન્ને અક્ષરમાં છત જેવું જોઈ શકો છો. એવી વ્યક્તિ બીજાને મદદ કરવા તત્પર હોય છે. બીજાને કામ કરવાનું આવી વ્યક્તિઓને ઘણું ગમે છે અને એમાં એ લોકોને ખુશી મળતી હોય છે.
ગ્રાફોલૉજી જ્યારે પણ વ્યક્તિને સ્વભાવ જાણવા માટે લખવા કહેતા હોય છે ત્યારે તેઓ લાઈનવાળા પેપર પર નહીં, પણ A-4 સાઈઝના બ્લેન્ક પેપર પર લખવાની સલાહ આપે છે. જેમ કે તમારા નામમાં અંગ્રેજીમાં t આવી રીતે લખો છો કે T આવી રીતે એના પર ગ્રાફોલૉજીસ્ટ તમારા સ્વભાવને પરખી લે છે.
આ તસવીરમાં તમે a પાર્ટમાં જેમ O લખેલો જોવ છો, એ વ્યક્તિઓ પોતાની અંગત વાતો ગુપ્ત રાખવા માંગે છે, પોતાની વાત પોતાનામાં રાખવી પસંદ હોય છે, બહું જલ્દી એ વાત કોઈને કહેતા નથી અને b પાર્ટની નીચે જે O છે આ વ્યક્તિ નાની-નાની વાતોમાં ખોટું બોલતો હોય કે પોતાનું સારું બતાવવા માટે તે ખોટું બોલી દે છે.
વારંવાર પ્રેક્ટિસ કરીને નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલા લખાણથી તમે તમારા જીવનમાં ઘણો બદલાવ લાવી શકો છો. આ બધામાં બદલાવ આવતા 3 મહિનાનો સમય લાગે છે. પોતાના વિશ્લેષણથી ગ્રાફોલૉજીસ્ટ અવની શાહે એવા ઘણા લોકોના કામ કર્યા છે, જેમને ઘણી એવી તકલીફ હતી.
આ તસવીરમાં a પાર્ટમાં iની ઉપર જે ડૉટ હોય છે એ વ્યક્તિને પોતાના કામ પર ઘણું ફોકસ હોય છે અને એ વ્યક્તિને કોઈ દગો નથી આપતું અને b પાર્ટંમાં છે જેવી રીતે i લખ્યો છે તમે જોઈ શકો છે એના પર મીંડું જોવા મળશે આ વ્યક્તિને બીજા તરફથી અટેન્શન જોવતું હોય છે, કે લોકો એમની તરફ વધારે આકર્ષિત રહે.
આ તસવીરમાં જેવી રીતે p લખ્યો છે, આવ વ્યક્તિને એક્ટિવિટીમાં ઘણો રસ હોય છે. જેમ કે એક્સરસાઈઝ કરવી, રમવું કે ભાગદોડ કરવી. અંતે આવું લખનારા વ્યક્તિ ફિઝિકલી ઘણા એક્ટિવ હોય છે.
આ તસવીરમાં જેવી રીતે p લખ્યો છે, તમે જોઈ શકો છો a પાર્ટમાં ઉપર તરફ જોશો તો v જેવું દેખાય છે એટલે આવા વ્યક્તિ દરેક કામમાં દલીલ કરતા હોય છે. જેમ કે આ કેમ થયું, આવું કેમ થયું એટલે પોતાની વાત સાચી સાબિત કરવામાં આવા લોકો દલીલ કરે છે. તેમ જ p લખેલા b પાર્ટમાં તમે જોશો તો ઉપર તરફ L લખેલો છે એટલે આવા લોકો બહું દલીલ નથી કરતા.
આ ઈમેજ જેમાં a પાર્ટમાં જે i લખ્યો છે એના ઉપરનો ડૉટ થોડો લેફ્ટ બાજુ દેખાય છે, તો આવા વ્યક્તિ આજનું કામ કાલ પર ઢોળતા હોય છે એટલે કામમાં વિલંબ કરતા હોય છે, જેમ બને એમ સ્થગિત કરવાનું વિચારતા હોય છે, જ્યારે b પાર્ટમાં આવો i લખતા વ્યક્તિ પોતાનું કાલ જલદીથી પૂરું કરી લે છે.
આ તસવીરમાં 1 પાર્ટમાં જેવી રીતે f લખ્યો છે, આવી વ્યક્તિ કોઇ બાબતનો પ્લાન નથી કરતી, કશું પણ પહેલેથી નક્કી નથી કરતી જેવો સમય રહે છે એનું સૉલ્યુશન પોતે જ કરે છે. ત્યારે 2 પાર્ટના લોકો ખાલી પ્લાનિંગ કરતા હોય છે, પણ એ લોકો કઈ કરતા નથી. અને 3 પાર્ટમાં જે f લખ્યો છે એવી વ્યક્તિ જે પ્લાન કરે છે એવી રીતે જ કામ કરે છે.
જે લોકો આવી રીતે m અને n લખતા હોય છે, નીચે સર્કલ હોય છે, એ લોકોના જીવનમાં સતત ચિંતા હોય છે.
આ તસવીરમાં જે પ્રકારે e લખ્યો છે, આવું લખનારા વ્યક્તિને લાગે છે, કે એ લોકોની વાત કોઈ સાંભળતું નથી અને કોઈ માનતું નથી. જ્યારે b પાર્ટમાં જેવી રીતે e લખ્યો છે એવી વ્યક્તિ બીજાના જીવનમાં શું ફીલ થાય છે એવું તેઓ સમજી શકે છે.
જેના પર લખાણ આ તસવીરમાં જોવા મળેલા શબ્દો જેવા હોય છે, તેવી વ્યક્તિઓ ભૂતકાળમાં થયેલી કોઈપણ ખરાબ વાત, કોઈએ કરેલું ગેરવર્તન અથવા કોઈએ આપેલો દગો, એ લોકો જલદી ભૂલી શકતા નથી. એવી વસ્તુઓ પકડી રાખે છે અને એના પર દુખી જ થયા કરે છે.
જે વ્યક્તિ y અને m આવી રીતે લખતા હોય છે, એ લોકોને દરેક વસ્તુમાં ડિટેઈલ્સમાં જવાની આદત હોય છે. કેમ થઈ, શું કામ થઈ, દરેકમાં ઊંડાણથી વિચાર કરવાની કોશિશ કરતા હોય છે.
ગ્રાફોલૉજી એટલે શું? ગ્રાફોલૉજી એટલે વ્યક્તિના લખાણ પરથી તમે એમનું વ્યક્તિત્વ જાણી શકો છો. જેમ કે એ વ્યક્તિનો સ્વભાવ, આત્મવિશ્વાસ, એનું લક્ષ્ય કેટલું ઉંચુ રાખી શકશે, નેગેટિવ છે કે પૉઝિટિવ કુલ મળીને આ બધું તમારા લખાણ પરથી તમારો સ્વભાવ ઓળખી શકાય છે. તો ચલો આપણે ગ્રાફોલૉજીસ્ટ નિષ્ણાંત અવની શાહ પાસેથી એના વિશે વધુ જાણકારી મેળવીએ અને લઈએ કેટલીક ટિપ્સ...