Ankit Trivedi: જાણો લાગણીને શબ્દોમાં ગૂંથતા આ અદભૂત કવિ વિશે

Jul 24, 2019, 12:02 IST
  • અંકિત ત્રિવેદીની કવિતાઓ ન સાંભળી હોય તેવા સાહિત્યના રસિયા ખૂબ ઓછા હશે. આ ગુજરાતી કવિ  લેખક અને કટારલેખકની સાથે સાથે વિવેચક પણ છે. તેમનાં મુખ્ય સર્જનમાં 'ગઝલ પૂર્વક' અને 'ગીતપૂર્વક'નો સમાવેશ થાય છે. 

    અંકિત ત્રિવેદીની કવિતાઓ ન સાંભળી હોય તેવા સાહિત્યના રસિયા ખૂબ ઓછા હશે. આ ગુજરાતી કવિ  લેખક અને કટારલેખકની સાથે સાથે વિવેચક પણ છે. તેમનાં મુખ્ય સર્જનમાં 'ગઝલ પૂર્વક' અને 'ગીતપૂર્વક'નો સમાવેશ થાય છે. 

    1/18
  • ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નેશનલ થિએટર તરફથી ૨૦૦૮માં તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો

    ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નેશનલ થિએટર તરફથી ૨૦૦૮માં તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો

    2/18
  •  અંકિત ત્રિવેદી તખ્તસિંહ પરમાર પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. 

     અંકિત ત્રિવેદી તખ્તસિંહ પરમાર પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. 

    3/18
  • યુવા દિલોની ધડકન એવા અંકિત ત્રિવેદીનો જન્મ 9 માર્ચ, 1981ના રોજ થયો છે. અંકિત ત્રિવેદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

    યુવા દિલોની ધડકન એવા અંકિત ત્રિવેદીનો જન્મ 9 માર્ચ, 1981ના રોજ થયો છે. અંકિત ત્રિવેદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

    4/18
  • તેમણે પ્રથમ ગઝલ સંગ્રહ ગઝલ પૂર્વક છે, જે  2006માં પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યાર બાદ ગીતપૂર્વક પ્રકાશિત થયો હતો. જે તેમનો બીજો સંગ્રહ છે. 

    તેમણે પ્રથમ ગઝલ સંગ્રહ ગઝલ પૂર્વક છે, જે  2006માં પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યાર બાદ ગીતપૂર્વક પ્રકાશિત થયો હતો. જે તેમનો બીજો સંગ્રહ છે. 

    5/18
  • અંકિત ત્રિવેદી અત્યાર સુધીમાં અવિનાશી અવિનાશ, મહેંદીના પાન, માસૂમ હવાના વિસરા, મિસિંગ બક્ષી, કહેવત વિશ્વ, ક્લોઝ અપનું સ્માઈલ પ્લીઝ જેવા પુસ્તકો આપી ચૂક્યા છે. 

    અંકિત ત્રિવેદી અત્યાર સુધીમાં અવિનાશી અવિનાશ, મહેંદીના પાન, માસૂમ હવાના વિસરા, મિસિંગ બક્ષી, કહેવત વિશ્વ, ક્લોઝ અપનું સ્માઈલ પ્લીઝ જેવા પુસ્તકો આપી ચૂક્યા છે. 

    6/18
  • આ ઉપરાંત સાંભરે રે, બાળપણના સંભારણા, કહેવત વિશ્વ, સોળ વર્ષની મોસમ જેવા પુસ્તકો આપી ચૂક્યા છે. 

    આ ઉપરાંત સાંભરે રે, બાળપણના સંભારણા, કહેવત વિશ્વ, સોળ વર્ષની મોસમ જેવા પુસ્તકો આપી ચૂક્યા છે. 

    7/18
  • આ ઉપરાંત કવિ અંકિત ત્રિવેદી વરસાદ ભીંજવે, પરપોટાના ઘરમાં, ઉર્મિલા, બા ને ઘેર બાબો આયો, માધાપર લેડીઝ સ્પેશિયલ, આ કોકિલાનું કંઈક કરો જેવા નાટકો પણ લખી ચૂક્યા ચે. 

    આ ઉપરાંત કવિ અંકિત ત્રિવેદી વરસાદ ભીંજવે, પરપોટાના ઘરમાં, ઉર્મિલા, બા ને ઘેર બાબો આયો, માધાપર લેડીઝ સ્પેશિયલ, આ કોકિલાનું કંઈક કરો જેવા નાટકો પણ લખી ચૂક્યા ચે. 

    8/18
  • આ ઉપરાંત અંકિત ત્રિવેદી 2017માં આવેલી દર્શન ઝરીવાલા અને સુપ્રિયા પાઠક અભિનિત ફિલ્મ કૅરી ઓન કેસર પણ લખી ચૂક્યા છે. 

    આ ઉપરાંત અંકિત ત્રિવેદી 2017માં આવેલી દર્શન ઝરીવાલા અને સુપ્રિયા પાઠક અભિનિત ફિલ્મ કૅરી ઓન કેસર પણ લખી ચૂક્યા છે. 

    9/18
  • વાંચો અંકિત ત્રિવેદીની કેટલીક અદભૂત પંક્તિઓ  બાથ ભીડી અને સામે ઊભું સ્મરણ , મોતની ભરબજારે ફજેતી થઇ

    વાંચો અંકિત ત્રિવેદીની કેટલીક અદભૂત પંક્તિઓ 

    બાથ ભીડી અને સામે ઊભું સ્મરણ ,
    મોતની ભરબજારે ફજેતી થઇ

    10/18
  • કશું જાહેર કરવાનો વખત ક્યાં છે? હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે? મને હારી જવાનો ડર નથી તોય -, ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?  - અંકિત ત્રિવેદી 

    કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
    હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

    મને હારી જવાનો ડર નથી તોય -,
    ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

     - અંકિત ત્રિવેદી 

    11/18
  • બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું, ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું! ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને, ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું. – અંકિત ત્રિવેદી

    બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
    ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

    ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
    ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.

    – અંકિત ત્રિવેદી

    12/18
  • હા,, ઘણા ભાગોમાં વહેંચાયો હતો, જ્યાં અરીસામાં મને જોવા ગયો, ત્યાં ફક્ત ભૂતકાળ દેખાયો હતો.  - અંકિત ત્રિવેદી

    હા,, ઘણા ભાગોમાં વહેંચાયો હતો,
    જ્યાં અરીસામાં મને જોવા ગયો,
    ત્યાં ફક્ત ભૂતકાળ દેખાયો હતો. 

    - અંકિત ત્રિવેદી

    13/18
  • તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી, રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી.. - અંકિત ત્રિવેદી

    તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી,
    રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

    - અંકિત ત્રિવેદી

    14/18
  • સૂની પડેલી સાંજને આવી સજાવ તું ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું જો શક્ય હો તો આંખની સામે જ આવ તું શાને કરે છે આંખમાંથી આવજાવ તું   - અંકિત ત્રિવેદી 

    સૂની પડેલી સાંજને આવી સજાવ તું
    ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

    જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
    શાને કરે છે આંખમાંથી આવજાવ તું

     

    - અંકિત ત્રિવેદી 

    15/18
  • જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ સાથે અંકિત ત્રિવેદી 

    જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ સાથે અંકિત ત્રિવેદી 

    16/18
  • મનગમતાં નામને ઉમર ના હોય એ તો ગમે ત્યારે હાથ પર લખાય, મોસમને જોઇને ફૂલના ખીલે એના ખીલવાની મોસમ બદલાય   - અંકિત ત્રિવેદી 

    મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    મોસમને જોઇને ફૂલના ખીલે
    એના ખીલવાની મોસમ બદલાય

     

    - અંકિત ત્રિવેદી 

    17/18
  • ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને, અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે. દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં, ભરતી, નદીના જીવનું ધસમસતું પૂર છે. - અંકિત ત્રિવેદી 

    ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને,
    અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે.

    દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં,
    ભરતી, નદીના જીવનું ધસમસતું પૂર છે.

    - અંકિત ત્રિવેદી 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

લાંબા પથ ને રસ્તા કાચા,
એક મુસાફર, લાખ લબાચા!!
પારંપારિક સૌના ઢાંચા
સૌ માને છે પોતે સાચા

આવો અંદાજ છે યુવા દિલોની ધડકન ગુજરાતી કવિ અંકિત ત્રિવેદીનો. આ કવિ શબ્દોમાં લાગણીઓને ગૂંથીને દિલ સુધી પહોંચાડી દે છે. ચાલો જાણીએ આ અદભૂત ગુજરાતી કવિ વિશે 

(Image Courtesy: Ankit Trivedi FAcebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK