Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વેજિટેબલ મોમોસ

27 August, 2012 05:51 AM IST |

વેજિટેબલ મોમોસ

વેજિટેબલ મોમોસ


begeteble-momos




આજની વાનગી


સામગ્રી

  •  એક કપ મેંદો
  •  અડધો કપ બારીક સમારેલી ફણસી
  •  એક ગાજર ઝીણું સમારેલું
  •  ૪-૫ ઝીણા સમારેલા મશરૂમ
  •  બે ઝીણા સમારેલા લીલા કાંદા
  •  અડધો કપ ફણગાવેલા મગ
  •  ૮-૧૦ કાજુના ટુકડા
  •  અડધી ચમચી ઝીણું સમારેલું આદું
  •  ૮-૧૦ કાળા મરીનો અધકચરો ભૂકો
  •  એક ઝીણું સમારેલું લીલું મરચું
  •  અડધી ચમચી સોયા સોસ
  •  એક ચમચી તલનું તેલ
  •  મીઠું સ્વાદ પ્રમાણે

રીત

મેંદામાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. ભીના કપડાથી ઢાંકી અલગ રાખો. ફીલિંગ બનાવવા માટે એક બાઉલમાં ફણસી, ગાજર, મશરૂમ, કાંદા, ફણગાવેલા મગ, કાજુ, આદું અને મરચાં લઈ મિક્સ કરો. હવે એમાં કાળા મરી, સોયા સોસ, તલનું તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે મેંદાના લોટમાંથી નાના-નાના લુઆ કરો. એક લુઓ લઈ એની પાતળી પૂરી જવું વણો. પૂરીની વચ્ચેના ભાગમાં એક ચમચી તૈયાર કરેલું વેજિટેબલનું ફીલિંગ મૂકો. હવે કિનારીઓને એકસાથે વાળી મોમોઝનો શેપ આપો. બધા જ મોમોઝ આ રીતે તૈયાર કરી લો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરી એના પર એક ચાળણીમાં મોમોઝને ગોઠવો અને વરાળે બાફી લો. લોટ બફાય ત્યાં સુધી મોમોઝને બાફવા. ચઢી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી શેઝવાન સોસ સાથે ગરમ પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK