Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સીતાફળ રબડી

10 October, 2012 06:15 AM IST |

સીતાફળ રબડી

સીતાફળ રબડી







સામગ્રી


  •  એક કપ સીતાફળનો પલ્પ
  •  એક લિટર મલાઈવાળું દૂધ
  •  પોણો કપ સાકર
  •  ચાર બદામની કાતરી
  •  ચાર પિસ્તાની કાતરી
  •  થોડા તાંતણા કેસર
  •  પા ચમચી એલચીનો પાઉડર
  •  એક ચમચી બારીક સમારેલી ગુલાબની પાંખડીઓ


રીત


જાડા તળિયાવાળી એક કડાઈમાં દૂધ ગરમ કરો. એને સતત હલાવતા રહો અને દસ મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ એમાં સાકર ઉમેરો અને એ પીગળે ત્યાં સુધી ઉકાળો. એ ઘાટ્ટુ થાય એટલે ગૅસ પરથી ઉતારી એમાં કેસર, એલચીનો ભૂકો તેમ જ બદામ અને પિસ્તાની કાતરી ઉમેરી મિક્સ કરો. હવે એમાં સીતાફળનો પલ્પ ઉમેરીને ત્રણથી ચાર કલાક સુધી ફ્રિજમાં ઠંડું કરવા મૂકો. ત્યાર બાદ બહાર કાઢી સર્વિંગ બાઉલમાં ભરો. એને ઉપરથી ગુલાબની પાંખડીઓથી સજાવી પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2012 06:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK