Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મારે અને મારાં બાળકોએ શું ખાવું એ આજ સુધી મારી મમ્મી જ ડિસાઇડ કરે છે

મારે અને મારાં બાળકોએ શું ખાવું એ આજ સુધી મારી મમ્મી જ ડિસાઇડ કરે છે

16 September, 2013 06:00 AM IST |

મારે અને મારાં બાળકોએ શું ખાવું એ આજ સુધી મારી મમ્મી જ ડિસાઇડ કરે છે

મારે અને મારાં બાળકોએ શું ખાવું એ આજ સુધી મારી મમ્મી જ ડિસાઇડ કરે છે





ફિટનેસ Funda


હું અને મારા પરિવારના બધા જ સભ્યો હેલ્થને લઈને ખૂબ જ કૉન્શિયસ રહ્યા છીએ. મારા પિતા નિયમિત એક્સરસાઇઝ કરતા, વેલ-બૅલૅન્સ્ડ ફૂડ ખાતા હતા. મારાં મમ્મી છેલ્લાં ૨૫ વર્ષથી નિયમિત યોગ કરે છે. બાળપણથી જ આ માહોલમાં મોટી થઈ હોવાથી હેલ્થને લઈને પહેલેથી જ ખૂબ સિરિયસ છું. નાનપણથી જ હું સ્પોર્ટ્સ સાથે કનેક્ટેડ હતી. જોકે હવે તો મારી પ્રોફેશનલ જવાબદારીઓ અને મારાં બે બાળકોને હૅન્ડલ કરવામાં જ સમય નીકળી જાય છે.

હું મરાઠી બ્રાહ્મણ ફૅમિલીમાંથી બિલોન્ગ કરું છું એટલે વેજિટેરિયન છું. અમારા ઘરમાં વષોર્થી નિયમ છે કે સમય પર જમો. અમારે ત્યાં બનતી વાનગીઓમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે.

શેડ્યુલ ફિક્સ નથી

હું છ-સાડાછએ ઊઠી જાઉં છું. મારી પાસે કોઈ શેડ્યુલ નથી, કારણ કે હું એ લાઇફમાં નથી જ્યાં કોઈ પર્ટિક્યુલર શેડ્યુલમાં રહી શકાય. હું પુષ્કળ ટ્રાવેલિંગ કરું છું. દેશભરના અલગ-અલગ ભાગમાં મારે સતત ફરતા રહેવું પડે છે. ઇલેક્શન નજીક આવી ગયું હોવાથી મારા પદ અનુસાર મને પણ પાર્ટીએ કેટલીક મહત્વની જવાબદારીઓ સોંપી દીધી છે. હું એ ટીમમાં છું જેમાં મારે વોટર સાથે કનેક્ટ થવાનું છે. એને કારણે એક નિયત શેડ્યુલ પ્રમાણે ચાલવું મારા માટે શક્ય નથી.

ડાયટમાં ખાસ

મારી મમ્મીએ અમુક આદતો મને નાનપણથી પાડી છે; જેમ કે ઊઠીને સૌપ્રથમ હૂંફાળું પાણી પીવું, સવારે બ્રેકફાસ્ટમાં ફ્રૂટ્સ ખાવાં વગેરે. અમારા ઘરમાં સમય પર ખાવાની વાત પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે.

મારા પપ્પા હતા ત્યારથી મારા ઘરે બધા સાંજે સાત-સાડાસાતે ડિનર કરી લેતા હતા. ટ્રાવેલિંગમાં પણ ફૂડ-હૅબિટ્સ કન્ટ્રોલ કરું છું. મારે શું ખાવું એ આજ સુધી મારી મમ્મી ડિસાઇડ કરે છે.

સીઝનલ ફ્રૂટ્સ બહુ હેલ્ધી હોય છે. જન્ક ફૂડ અને સ્ટ્રીટ-ફૂડ પણ ખાઉં છું, પણ ક્યારેક-ક્યારેક. દરેક ચીજનો એક સમય હોય છે. મેં હમણાં જ એક બેબીને જન્મ આપ્યો છે. તે છ મહિનાની છે. પ્રેગ્નન્સીમાં વજન વધી જતું હોય છે એટલે મારે ખાવામાં થોડો વધુ કન્ટ્રોલ રાખવો પડે છે.

થેપલાંનો ક્રેઝ

હું જ્યાં પણ જાઉં ત્યાં મારી સાથે એક ડબ્બામાં થેપલાં અને થોડું અથાણું હોય જ. મને લાગે છે કે બધાએ જ આ નિયમ ફૉલો કરવો જોઈએ અને બને ત્યાં સુધી ઘરનું ખાવાનું જ ખાવું જોઈએ. થેપલાં ઇઝ માય ઑલટાઇમ ફેવરિટ ફૂડ. હું થેપલાં અને પૌંઆ પર તો જીવું જ છું. હું મુંબઈની છું અને ગુજરાતીઓની વચ્ચે મોટી થઈ છું. હું અબ્રૉડ હોઉં, હૉલિડે પર હોઉં તો પણ વેજિટેરિયન હોવાથી થેપલાં મારી પાસે હોય. થેપલાં મારી મમ્મી ઑલિવ ઑઇલમાં બનાવે છે જેથી એ ડબલ હેલ્ધી હોય છે.

હું ઘીને સપોર્ટ કરું છું. ઘીથી ચરબી વધે એ હું નથી માનતી. મારું માનવું છે કે કાચું ઘી હેલ્થ માટે ખૂબ સારું ગણાય. ઘીને ગરમ કરીને ખાવાનું બનાવો તો કૉલેસ્ટરોલ વધે. દરેકે કાચું ઘી ખાવું જોઈએ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં શાકાહારી ભોજનમાં જે-જે ખાવાની પરંપરા બતાવી છે એ બધું જ બહુ હેલ્ધી છે એનું પાલન કરવું જોઈએ.

ફેવરિટ ફૂડ

ગોલગપ્પા અને દિલ્હી ચાટ મારાં મોસ્ટ ફેવરિટ છે. એ સામે હોય તો હું મારી જાતને રેઝિસ્ટ નથી કરી શકતી. હમણાં ત્રણ દિવસ પહેલાં હું મારા મિત્રના ઘરે ગણપતિ દર્શન માટે ગઈ હતી. અને ત્યાં તે લોકોએ પાણીપૂરીનો સ્ટૉલ રાખ્યો હતો. હું એક પછી એક પાણીપૂરી ખાતી જ જતી હતી. છેલ્લે તો બધા ફ્રેન્ડ્સે કહ્યું કે અબ બસ કર. એમ કહી શકું કે પાણીપૂરી સામે રાખીને મારી પાસે જે વાત મનાવવી હોય એ મનાવી શકાય.

એક્સરસાઇઝમાં ખાસ

હેલ્ધી લાઇફ-સ્ટાઇલમાં એક્સરસાઇઝ કરવી જરૂરી છે. હું વષોર્થી યોગ કરું છું. મોટે ભાગે અઠવાડિયામાં ત્રણ વાર યોગ હોય અને ક્યારેક મન ઊપડે તો વૉક પર કે રનિંગ માટે પણ નીકળી જાઉં છું. રાજનીતિમાં સતત કામનો બોજો હોય, દુનિયાભરના લોકોને મળવાનું હોય, દરેકની ફરિયાદ સાંભળવાની હોય અને આ બધાને લીધે ખૂબ થાકી ગઈ હોઉં ત્યારે મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં વૉક પર નીકળી પડું છું. હું વરલીમાં જ રહું છું એટલે વરલી સી ફેસ પર રનિંગ માટે જાઉં છું. પૉલિટિક્સમાં શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ સતત ભાગતા રહેવું પડે છે. મેન્ટલ ઍબિલિટી માટે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ હું એ જ્યારે યોગનાં કપડાં પહેયાર઼્ હોય ત્યારે જ કરું છું એવું નથી. કોઈ પણ ક્ષણે ખૂબ સ્ટ્રેસ અનુભવતી હોઉં ત્યારે આંખ બંધ કરીને ઊંડા શ્વાસ લઈને મેડિટેશન કરી લઉં છું. મારી મમ્મીએ મને યોગગુરુ પાસે આ બધાની પ્રૉપર ટ્રેઇનિંગ આપી છે. એટલે યોગની સાથે સૂર્યનમસ્કાર પણ કરું છું.

સ્ત્રીઓની હેલ્થ

સ્ત્રીઓનું તો બધું જ હૉમોર્ન પર નિર્ભર કરે છે. હૉમોર્નલ ઇમ્બૅલૅન્સને કારણે વજન ઘટવું, વજન વધવું જેવું થાય છે. એની બૉડી અને માઇન્ડ બન્ને પર અસર થાય છે. ઘણી વાર આપણે ડિપ્રેશનમાં આવીને રડતા રહીએ છીએ, પણ ખબર નથી પડતી કે શેને કારણે આવું થાય છે. એ બધું જ હૉમોર્નને કારણે, પરંતુ એક વાર જો આપણો હૉમોર્ન પર કન્ટ્રોલ આવી ગયો ને તો આપણી જીત છે. ક્યારેય ડલ ફીલ થાય કે કારણ વિના ગુસ્સો આવે તો એક્સરસાઇઝ કરો. તમારો ગુસ્સો એક્સરસાઇઝમાં ઠાલવી દો. એનાથી તમારું વજન ઘટશે, માઇન્ડ અને બૉડી મજબૂત થશે. આજકાલ ૧૮-૧૮ વર્ષની છોકરીઓ પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની સમસ્યાથી પીડાય છે. ૩૦ની ઉંમરે મેનોપૉઝ આવે છે. આ કોઈ ઉંમર છે આ બધાની? એનું કારણ છે કે આપણી લાઇફસ્ટાઇલમાં સ્ટ્રેસ બહુ વધી ગયું છે અને એને મૅનેજ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2013 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK