(મીતા ભરવાડા)
સામગ્રી
રીત
પાલકનાં પાનને ધોઈને સૂકાં કરો. એક બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ મિક્સ કરો. એમાં કસૂરી મેથી, લાલ મરચું, હળદર, ખાવાનો સોડા અને મીઠું નાખી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો. હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. પાલકનાં પાનને ખીરામાં બોળી કડક થાય ત્યાં સુધી તળો. એને પ્લેટમાં ગોઠવી એના પર મીઠી અને તીખી ચટણી પાથરો. પછી ચાટ મસાલો ભભરાવીને પીરસો.