નાસા લૉન્ચ કરશે તોફાનોની આગાહી કરી શકતી સૅટેલાઇટ

Published: 14th October, 2011 19:46 IST

નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એજન્સી) તોફાનોની આગાહી કરવામાં તથા હવામાનને બહેતર રીતે સમજી શકવામાં મદદરૂપ બને એવી સૅટેલાઇટ લૉન્ચ કરશે. નૅશનલ પોલાર-ઑર્બિટિંગ ઑપરેશનલ એન્વાયર્નમેન્ટલ સૅટેલાઇટ ૨૭ ઑક્ટોબરે લૉન્ચ કરવામાં આવશે.

આ સૅટેલાઇટના પ્રોજેક્ટ પાછળ ૧.૫ અબજ ડૉલર (અંદાજે ૭૫ અબજ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવ્યો છે. વાતાવરણમાં ટૂંકા અને લાંબા ગાળાના એમ બન્ને પ્રકારના ફેરફારોની આગાહી કરી શકે એવી આ પ્રથમ સૅટેલાઇટ હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK