મારી કામેચ્છા ભરપૂર છે, પણ શીઘ્રસ્ખલન થઈ જાય છે

Published: 7th January, 2021 07:51 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સંબંધોમાં પરસ્પર પ્રેમ અને સમજણ હોય તો સેક્સલાઇફમાં પણ અન્ડરસ્ટૅન્ડિંગ આવી જાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૫૮ વર્ષની છે. પહેલેથી જ મારે પરિવારજનો સાથે તંગ સંબંધ રહ્યા છે. પત્ની સાથે પણ લગ્નની શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં તકલીફો જ તકલીફો છે. લગ્નજીવન જેમતેમ ચાલે છે. મગજ બહુ જ ખરાબ રહે છે. ડિપ્રેશન, ડાયાબિટીઝ બન્ને છે. બીજા બાળકના જન્મ પછીથી સતત તાણ અને પત્નીના અસહકારને કારણે કામક્ષમતાનું પતન થવા લાગ્યું. અઢી વરસ પહેલાં વાઇફે ગર્ભાશયનું ઑપરેશન કરાવ્યું છે. ત્યારથી તે એકેય વાર સંભોગ માટે તૈયાર નથી થઈ. સિત્તેર વર્ષથી વધુના લોકો કામતૃપ્તિ કરી શકે છે તો મારે આટલી વહેલી નિવૃત્તિ લઈ લેવાની? મેં પર્યાય ગોતી લીધો છે, પણ પારિવારિક ક્લેશને લીધે ત્યાં પણ લિંગોત્થાનમાં ઊણપ છે અને શીઘ્રસ્ખલન થઈ જાય છે. મિત્રના ડાયાબિટીઝને કારણે મકરધ્વજ અને બીજી કોઈ વાજીકર દવાઓ લઈ શકતો નથી. વસંતકુસુમાકર દવા લઉં છું, પણ ખાસ અસર નથી. ડાયાબિટીઝ અને વજન વધતું જ જઈ રહ્નાં છે. મારી કામેચ્છા ભરપૂર છે, પણ શીઘ્રસ્ખલન થઈ જાય છે. કોઈ યોગાસન કામ આવે?

જવાબ: અંગત સંબંધોની અસર સેક્સલાઇફ પર ચોક્કસપણે પડે છે. સંબંધોમાં પરસ્પર પ્રેમ અને સમજણ હોય તો સેક્સલાઇફમાં પણ અન્ડરસ્ટૅન્ડિંગ આવી જાય છે. તમે પોતે જ સમજી શકશો કે માનસિક તાણમાં વ્યક્તિ આનંદની ક્રિયા માણી શકે ખરી? તાણ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, પણ એની સાથે સમજણપૂર્વક ડીલ કરવું જરૂરી છે. તમે એ સમસ્યા સૉલ્વ કરવાને બદલે ભાગો છો જેને કારણે વધુ મુસીબતમાં મુકાઓ છો.

ડાયાબિટીઝને કારણે ઇન્દ્રિય-ઉત્થાનમાં ચોક્કસપણે તકલીફ પડી શકે છે. મકરધ્વજ અને વસંતકુસુમાકર જેવી આયુર્વેદિક દવાઓમાં મેટલ, પારો અને ગંધક હોય છે. આ બધાં દ્રવ્યો આજકાલ સ્વચ્છ અને સાચાં મળવાં ખૂબ મુશ્કેલ છે એટલું જ નહીં, આ ચીજો પચવામાં પણ ભારે હોય છે. આ દવાઓની અસર લાંબા ગાળે દેખાશે ને ત્યાં સુધીમાં શરીરમાં બીજે એની આડઅસરો પણ શરૂ થઈ ચૂકી હશે. એની સરખામણીમાં સેક્સ્યુઅલ ફંક્શન માટે એલોપથીમાં મળતી સિલ્ડેનાફિલ કે ટાડાલાફિલની ગોળીની ઓછી આડઅસરો જણાઈ છે. તમે એનો પ્રયોગ કરી શકો છો. યોગાસનમાં અશ્વિની અને વજ્રાલી મુદ્રા કરી શકાય.વજન અને ડાયાબિટીઝ માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. જો એમાં કાળજી નહીં રાખો તો ઓવરઑલ સ્વાસ્થ્ય જોખમમાં મુકાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK