Lockdown Tips: કોરોનાના સમયમાં આ રીતે કરો ત્વચાની સંભાળ

Published: 19th May, 2020 21:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘરમાં છીએ ત્યારે ત્વચાની સંભાળ રાખવાનો સમય આરમાથી મળી જશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હવે આપણે લૉકડાઉન 4.0મા પ્રવેશી ગયા છે અને લગભગ છેલલ્ બે મહિનાથી આપણે જેમ ઘરે છીએ એમ હજી થોડાક વધારે દિવસ ઘરમાં જ કેદ રહેવાનું છે. આપણા રોજીંદા બિઝી શેડયુલમાંથી આપણને આ જે સમય મળ્યો ત્યારે આપણે પોતાની થોડીક વધારે કાળજી રાખી શકીએ છીએ. આ સમય ઉત્તમ છે જ્યારે આપણે આપણી ત્વચાની થોડીક વધારે સંભાળ રાખી શકીએ.

ક્લાઉડનાઈન ગ્રુપ ઓફ હૉસ્પિટલના ડર્મટોલોજીસ્ટ અને કન્સલટન્ટ ડૉ. સમીપા એસ મુર્ખજીએ કહ્યું હતું કે, તમારી જે ત્વચા છે તેને ધ્યાનમાં રાખીને તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તે માટે તમે ત્વચારોગ નિષ્ણાતની વિડિયો દ્વારા સલાહ લઈ શકો છો.

સ્કિન કૅર રૂટીન:

ત્વચાની સંભાળના ત્રણ મુખ્ય પગથિયા તો કાયમ જ રહે છે. લાંબા સમય સુધી માસ્કના ઉપયોગથી ત્વચા પર ઉઝરડા પડી શકે છે, પિગમેન્ટેશન, દબાણ વગેરેને લીધે ત્વચામાં ફેરફાર થઈ શકે છે. ક્લિનિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીનએ ત્વચા માટે ઉત્તમ છે. ક્લીનઝર / ફેસવોશ / સાબુની પસંદગી ત્વચાના પ્રકાર પર આધારિત છે. શુષ્ક અથવા સંવેદનશીલ ત્વચા હોય તેવા લોકોએ જેમા ફીણ ન થતા હોય તેવા ક્લિનઝિંગ લોશનની પસંદગી કરવી જોઈએ. કારણકે તે નમ્ર શુષ્કતામાં વધારો કરતા નથી તેલયુક્ત ત્વચાવાળા માટે નરમ ફોમિંગ ફેસવોશ અથવા મોઇશ્ચરાઇઝિંગ સાબુ દિવસમાં બે વાર ઉપયોગમાં લેવો યોગ્ય રહેશે. બજારમાં અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે તેમાંથી પસંદગી કરી શકાય છે. તમે પરંપરાગત મોઇશ્ચરાઈઝર્સ અથવા તો નવા મેટ ફિનિશમાંથી પસંદ કરી શકો છો. મોઇશ્ચરાઈઝર્સ ઘટકોને શક્ય તેટલી ઓછી માત્રામાં રાખવાનું ભૂલશો નહીં તેમજ સુગંધ મુક્ત અને પીએચ સંતુલિત મોઇશ્ચરાઈઝર્સને પ્રાધાન્ય આપો.

તમે ઘરે હોવ ત્યારે પણ સનસ્ક્રિન લગાડવી આવશ્યક છે. દર ત્રણ-ચાર કલાકલે સનસ્ક્રિનની અસર પુરી થઈ જાય છે એટલે ઘરે હોવ ત્યારે દિવસમાં બે થી ત્રણ વાર લગાડો. અત્યારે બજારમાં ઉપલબ્ધ મોટાભાગની સનસ્ક્રિન મેટ ફિનિશ જ હોય છે. જો તમે ઘરે છો ત્યારે પણ કદાચ મેકઅપનો ઉપયોગ કરતા હોવ તો મેકઅપ દૂર કરવા માટે માઈસેલર પાણીનો ઉપયોગ કરો.

હાથની કાળજી:

કોરોનાને કારણે વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો બહુ સામાન્ય બની ગયું છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે હાથ શુષ્ક થવા લાગ્યા છે, ચામડી બળતી હોય તેવું લાગે છે, હાથ પરની ચામડી ઉખળે છે અને હાથમાં તિરાડો પણ પડવા લાગી છે, વગેરે. આ બધાથી બચવા માટે મોઇશ્ચરાઇઝિંગ સાબુનો હાથ ધોવા ઉપયોગ કરવો. પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો. વારંવાર હાથમાં નાળિયેરનું તેલ લગાડવાથી પણ રાહત મળે છે. ઘરના કામકાજ કરતી વખતે ગ્લવ્સનો ઉપયોગ કરો જેથી હાથ ઓછા ધોવા પડે. નખ લાંબા કરવાનું ટાળો વગેરે કાળજી રાખો.

વાળની સંભાળ:

વાળની સંભાળ નિયમિત કરતા વધુ જુદી નથી હોતી. દરેક બે દિવસે સ્કાલપને ધોવાથી પરસેવો કે માથામાં ચોંટેલી ધૂળ સાફ થઈ જશે. ત્વચાને સ્મુથ બનાવવા માટે શેમ્પૂ કર્યા બાદ કંડિશનર કરવું ઉપયોગી નીવડે છે. બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, સફરજન, દાડમ અને કઠોળ વગેરે વાળને પોષણ અને જરૂરી વિટામિન આપવા માટે પુરતા છે.

આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન:

દરરોજનની જીવનશૈલીમાં કેટલીક સરળ બાબતો પર ધ્યાન આપવામાં આવે તો ફક્ત વાળ અને ત્વચાની જાળવણીમાં જ નહીં પણ શરીર અને મનને પણ સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. લાઈફસ્ટાઈલમાં કેટલાક બદલાવ લાવવાથી દૈનિક દીનચર્યા સાથે ત્વચા પણ સુંદર બને છે અને મન પણ મજબુત થાય છે. દરરોજ એક્સરસાઈઝ અને યોગ કરવો એ સૌથી ઉત્તમ છે. લીબું, હળદર, ટમેટાં વગેરે ભરપૂર પ્રમાણમાં લો અને પાણીનું સેવન કરો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK