જાણો કેવું રહેશે આપનું આવતું અઠવાડિયું...

Updated: Nov 10, 2019, 11:45 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય: જાણો આપનું આગામી અઠવાડિયું કેવું રહેશે, નિષ્ણાંતો પાસેથી...

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય
સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય

મેષ (અ,લ,ઈ) : કાયદાકીય બાબતોમાં નીવેડો આવશે. નવસર્જન કરવા માટે સતત વિચારો આવે. વ્યાપાર ક્ષેત્રે નવી-નવી તકોનું નિર્માણ થાય. નજીકના માણસો દ્વારા વિશ્વાસઘાત થઈ શકે, સાવચેતી રાખવી.
વૃષભ (બ,વ,ઊ) : જૂના રોગોનું નિદાન થાય. મહત્ત્વની વ્યક્તિ સાથે પરિચય થાય. પારિવારિક જરૂરિયાતની અવગણના કરવી નહીં. નાના-નાના પ્રવાસ સંભવ બને. રોકાણ ફસાઈ શકે, યોગ્ય વ્યક્તિની સલાહ લઈને રોકાણ કરવું.
મિથુન (ક,છ,ઘ) : કાર્યક્ષેત્ર બદલાવવાનું મન થાય. માનસિક ચિંતા હળવી થતી લાગે. અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે. માથાના વાળને લગતી તકલીફો થાય. એ માટે અસામાન્ય દર્દ ન ગણવું.
કર્ક (હ,ડ) : એકાએક આવી પડેલા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે. મનની બેચેનીનો અંત આવે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. અકસ્માત સર્જાઈ શકે.
સિંહ (મ,ટ) : અંગત માણસો સાથે ભૂતકાળના વાદવિવાદો વધુ વકરે. અણધાર્યા ખર્ચનું પ્રમાણ વધે. નકામી વાતોમાં સમયશક્તિનો વ્યય થાય. દરરોજ જમતા પહેલાં ગોળો ખાવો.
કન્યા (પ,ઢ,ણ) : આર્થિક ગૂંચવણ ઉકેલાઈ જાય. ખાનપાનના વ્યવહારમાં તબિયત બગડે. ઘરની ઘડિયાળ બગડવાથી અશુભ સંકેત મળે. વામકુક્ષિ ન કરવી.
તુલા (ર,ત) : આગામી સપ્તાહમાં સારા સમાચાર મળે. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ વધારે સારું બને. આપની બેચેની દૂર થતી જણાય. માછલીને લોટ અવશ્ય ખવડાવો.
વૃશ્ચિક (ન,ય) : આકસ્મિક ધન મળતું અટકે. નવી-નવી ઈજાઓ વારંવાર થાય. અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. નાની-નાની બાળકીઓને ભેટ-સોગાદ સાથે મીઠાઈ ખવડાવવી.
ધન (ભ,ધ,ફ,ઢ) : આપના પ્રયત્નોનાં ફળ ખાટાં જણાય. સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ થાય. ભાગીદારી કાર્યમાં સફળતા મળતી જણાય. ગાયનાં દર્શન દરરોજ કરવા.
મકર (ખ,જ) : કાર્યક્ષેત્રમાં ઉતાવળિયા નિર્ણયો લેવાઈ જાય. વિદેશમાંથી આવક થાય. જૂની બીમારી સાથે નવી બીમારી લાગુ પડે. વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો.
કુંભ (ગ,સ,શ) : કારણ વગરની ઉપાધિઓ આવી ચડે. દાંપત્યજીવનમાં મધુરતા આવે. આર્થિક બાબતોમાં બકરું કાઢતાં ઊંટ પેઠું જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. દરેક કામ કળથી જ કરવું.
મીન (દ,ચ,ઝ,થ) : નવી તક ઝડપવામાં નુકસાન થાય. ખાનપાનમાં ઝેરી પદાર્થ આવવાની સંભાવના. જૂના પાડોશી સાથે મુલાકાત બની રહે. બપોરે જમતા પહેલાં અગ્નિ દેવતાને જમાડશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK