સાપ્તાહિક રાશિભવિષ્ય: સિંહ રાશિને મળશે નોકરીમાં નવી તક

Published: Jun 02, 2019, 07:44 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

નવા મકાન-વાહન. યાદશક્તિ ભૂલવાની ઘટનાઓ વધે. ગુરુ મંત્ર કરવાથી લાભ.

રાશિભવિષ્ય
રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : સાહસ, પરાક્રમથી આર્થિક ઉન્નતિ. મોટા-મોટા મહાનુભાવ સાથે મુલાકાત. મિત્રો દ્વારા આર્થિક ધનલાભ. પ્રત્યક્ષ દેવતા સૂર્યને જળ પિત્તળના કળશમાં અર્પણ કરવાથી વધારે હિતકારી બની રહેશે.

વૃષભ (બ,વ,ઊ) : વાણીમાં વિરામ રાખવો. ગળાને લગતી તકલીફ વારંવાર થાય. નવા મકાન-વાહન યોગ શુભ બને. કુળદેવીની ઉપાસના વધારે સુખમય નિવડે.

મિથુન (ક,છ,ઘ) : સ્વભાવમાં ઉગ્રતા વધે. લગ્નજીવનમાં પ્રશ્નો પેચીદા બને. નોકરિયાત વર્ગને શુભ સમય. પાણીજન્ય વસ્તુમાં પીવાથી કાળજી રાખવી. પશુ-પંખીને નિયમિત ચણ નાખવું.

કર્ક (હ,ડ) : આગ-અકસ્માત, શૉર્ટ-સર્કિટના બનાવોથી કાળજી રાખવી. માનસિક ચિંતા ઘટે. પત્ની કે પાર્ટનરથી લાભ. સાકર નાખેલું દૂધ રાત્રે અવશ્ય પીવાથી આર્થિક લાભ.

સિંહ (મ,ટ) : નવી નોકરી-ધંધાની તકો મળે. ઉતાવળ કરવી નહીં. નજીકના સ્વજનના અશુભ સમાચાર મળે. આર્થિક રીતે ગોલ્ડન સમય બને.

કન્યા (પ,ઢ,ણ) : નોકરી-ધંધામાં શુભ પરિવર્તન. પેસીવ ઇન્કમ ક્રીએટ થાય. જૂના બગડેલા સંબંધો સુધરે. લાંબી મુસાફરી થાય જે યાદગાર બની રહે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વધારે હિતકારી બની રહે.

તુલા (ર,ત) : સંતો-મહંતો દ્વારા માન-સન્માન મળે. લાઇફ પાર્ટનર દ્વારા શુભ સમાચાર. વાતાવરણથી માંદગી આવી શકે. નિત્યપૂજા ચાલુ રાખવી. અસત્ય ન બોલવું.

વૃશ્ચિક (ન,ય) : શત્રુ પર વિજય. પદ-પ્રતિષ્ઠા સાથે આશીવર્‍ચન પ્રાપ્ત થાય. નજીકના માણસ ઉપર કે અંગરક્ષક ઉપર ભરોસો રાખવો નહીં. પગે નાની-મોટી ઈજા થઈ શકે. ગુપ્ત મંત્ર અવિરત જપ કરવાથી વધુ સારી સફળતા મળે.

ધન (ભ,ધ,ફ,ઢ) : પેટને લગતી તકલીફ થાય. નોકરીમાં શુભ પરિવર્તન. ડાયાબિટીઝની બીમારી આવી શકે. ઊંઘ વધારે આવે. લોખંડની ચીજવસ્તુઓનું દાન આપવાથી સાડાસાતીમાં માનસિક શાંતિ રહે.

મકર (ખ,જ) : પગે ચામડીને લગતી તકલીફ થાય. આંખે તકલીફ વધે. આવક કરતાં ખર્ચ વધે. સગાંવહાલાંમાં દોષારોપણનો ટોપલો આવી પડે. શનિદેવના મંદિરે દર્શન નિયમિત કરવાથી માનસિક શાંતિ લાગે.

કુંભ (ગ,સ,શ) : જૂની મિલકતો વેચવાથી લાભ. લગ્નોઉત્સુક યુવક-યુવતી માટે લગ્નયોગ પ્રબળ. માંગલિક કાર્ય સરળતાથી ન થાય. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વધારે સારો સમય બની રહે.

મીન (દ,ચ,ઝ,થ) : નવા મકાન-વાહન. યાદશક્તિ ભૂલવાની ઘટનાઓ વધે. ગુરુ મંત્ર કરવાથી લાભ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK