Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

26 April, 2020 08:11 AM IST | Mumbai
Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઈ) : રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓ આવી શકે. મકાન-મિલકતના પ્રશ્નો હલ થવા માટે સામૂહિક સંમતી મળી શકે! નજીકનાં સગાં-સંબંધીઓમાં વાતોથી અંગત સંબંધોમાં મતભેદ વધી શકે. ગણેશજીની ઉપાસના સાથે ઈષ્ટ ઉપાસના નિયમિત કરવાથી ફળદાયી નીવડશે.

વૃષભ (બ,વ,ઊ) : સાત્વિક અને કલાત્મક કામોને આગળ વધારવા શુભ સમય. મનમાં કરેલી યોજનાઓ વહેલી તકે અમલમાં મૂકી દેશો, નહીંતર લાભ મળશે નહીં. ઋતુગત બીમારીઓ આવી શકે. ઘરેબેઠાં મનોમન કુળદેવીના માનસિક જાપ હરતા-ફરતા કરશો.



મિથુન (ક,છ,ઘ) : વ્યવસાયિક પ્રશ્નોનું નિરાકરણ ઓચિંતાનું આવે. નવા સંબંધો સરખી રીતે ન સચવાય. કાર્યક્ષેત્રમાં પણ અણબનાવ સાથે ઝઘડાઓ વધી શકે. ઘરેબેઠાં માતાજીની સેવા-સ્મરણ દરરોજ કરવું.


કર્ક (હ,ડ) : પોતાના વિચારોનો અમલ કરવામાં વિલંબ જણાય. પોતાના કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ. સ્નેહીજનોની મદદથી આપની નાવ કિનારે આવતી લાગે. આરોગ્ય અંગે વધુ સભાન રહેવું. યજ્ઞાદિ કાર્યો ઘરેબેઠાં કરી ઈશ્વર-ઉપાસનામાં સમય પસાર કરી શકો.

સિંહ (મ,ટ) : પોતાના કાર્યક્ષેત્રે વધુ સભાન રહેવું. અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવે. કાર્યક્ષેત્રમાં માન-પ્રતિષ્ઠા બતાવવાનો મોકો છીનવાઈ જાય. જીવન જીવવામાં વૈરાગ્ય આવે. અનુકૂળ સમયે તબિયત માટે મહામૃત્યુંજયના જાપ કરવા.


કન્યા (પ,ઢ,ણ) : અગત્યના કામમાં સારી સફળતા મળે. પરિવારની અંદર ખુશીનું વાતાવરણ સર્જાય. વિલંબમાં પડેલાં કાર્યો વધુ ગૂંચવાડામાં પડે. ઘરેબેઠાં મહાદેવના લિંગ પર મગ ચડાવીને પૂજા-અર્ચના કરવી.

તુલા (ર,ત) : આપણા જીવનની હતાશા વધતી જણાય. વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે. તમારા કાર્યક્ષેત્રમાં વધુ ચડાવ-ઉતાર સંભવ. તમારાથી નજીકના સ્ત્રીવર્ગની યેનકેન પ્રકારે મદદ કરવી આપને આશીર્વાદરૂપ બનશે.

વૃશ્ચિક (ન,ય) : મનની ચિંતા વધતી જણાય. આગામી સપ્તાહ સત્કાર્યો કરવાથી પસાર થઈ જાય. સ્વાસ્થ્યની બદલાવાની અવગણના ન કરવી. મનની ચિંતા દિનપ્રતિદિન વધતી જણાય. આગામી મંગળવારે મસૂરની દાળ ભિક્ષુકને આપવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : આવક વધે એમ આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય. સ્વાસ્થ્યની સમસ્યા બેચેન કરી શકે. પોતાની વાતની રજૂઆત બૉસને યોગ્ય સમયે કરવી. રાત્રે સૂતી વખતે ૧૫ મિનિટ ગુરુમંત્રનો જાપ કરવો.

મકર (ખ,જ) : લોભામણી લાલચમાં ફસાઈ જવાય. કાર્યથી મનનો ભાર વધતો જણાય. અંગત પ્રશ્નોથી ચિંતાઓ વધે. આગામી સપ્તાહ દરમિયાન શનિ ચાલીસાનો પાઠ ૨૧ વખત અનુકૂળતા મુજબ કરવો.

કુંભ (ગ,સ,શ) : અકારણની ચિંતા, ઉદ્વેગ, અશાંતિ વધતી જણાય. વિદેશના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. મહત્વના કામમાં પ્રગતિ થાય. નાણાકીય વ્યવહાર સાચવીને કરવો. શનિદેવના મંત્ર નિયમિત મનપસંદ સમયે કરવા.

મીન (દ,ચ,ઝ,થ) : આગામી સપ્તાહમાં મનગમતા કાર્યથી શરૂઆત થાય. પર્સનલ અને પ્રોફેશનલ જીવન સાથે જોડવાથી વ્યક્તિગત સંબંધો બગડે. રાત્રે ઊંઘ મોડી આવે. વજન ન વધે એની કાળજી રાખવી. નિત્ય ઉપાસના સાથે શાસ્ત્ર અધ્યયન નિયમિત રાત્રે કરવું.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 08:11 AM IST | Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK