રાશિ ભવિષ્ય: જાણો જ્યોતિષાચાર્ય મુજબ કેવું રહેશે તમારું આગામી સપ્તાહ

Published: Feb 16, 2020, 08:11 IST | Jyotishacharya Ashish Rawal And Pradyuman Bhatt | Mumbai

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આગામી સપ્તાહ ખૂબ જ આનંદ, ઉલ્લાસ, ઉત્સાહથી પસાર થાય. નોકરી-ધંધાના મહત્ત્વનાં કામ ફટાફટ પૂર્ણ થાય. પારિવારિક કામકાજમાં રાહત જણાશે. નિત્ય ગણેશજીને દીપ પ્રગટાવીને દર્શન કરવાં.

વૃષભ (બ,વ,ઉ): નોકરી-ધંધાના કામકાજમાં વિશેષ જાગરૂકતા રાખવી પડે. પુત્ર-પૌત્રાદિના કામમાં પ્રગતિ જણાય. જૂના સ્વજનની મિલન-મુલાકાત મુસીબત નોતરે. દૈવી કવચના પાઠ કરવાથી મહત્ત્વનાં બાકી કામ તાત્કાલિક ઉકેલાતાં જણાશે.

મિથુન (ક,છ,ઘ): સંબંધ-વ્યવહારમાં તમારી પીછેહઠ થાય. વાદ-વિવાદના અપમાનથી સાચવવું. બૅન્કનાં બાકી કામકાજ ઉકેલાય. જીવદયાની વધુ સેવા કરવાનો નિયમ રાખવાથી વધુ યશસ્વી બનશો.

કર્ક (ડ,હ): શરીરમાં સુસ્તી, કળતરના લીધે સમયસર ધાર્યું કામ થાય નહીં. પરિવારના કામકાજથી જવાબદારીમાં વધારો જણાય. તમારી વાણી-વર્તણૂકના વ્યવહારથી માન-સન્માન વધે. દરરોજ ગુલાબ સૂંઘીને કાર્યરંભ કરવાથી સારી પ્રગતિ, સફળતા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ): ઉઘરાણી આવવાથી ધંધાકીય વ્યવહારો સચવાઈ જશે. સરકારી, રાજકીય, ખાતાકીય કામની જવાબદારીમાં વધારો થાય. વિચારોની દ્ધિધાભરી પરિસ્થિતિને કારણે કોઈ પણ કામકાજમાં મન ન લાગે. જાહેરમાં મહત્ત્વની મીટિંગ, મુલાકાત અવશ્ય ટાળવી.

કન્યા (પ,ઠ,ણ) : એક ચિંતા, ઉપાધિ હોય ત્યાં બીજી ચિંતાઓ વધી જવાને કારણે તબિયત બગડી શકે. લાંબા સમયના વિલંબમાં પડેલાં કાર્યો તાત્કાલિક ઉકેલવા માટે દોડધામ ચાલુ કરવી પડે. વિદેશ પ્રવાસમાં તબિયત બગડે. વધુ પડતા કઠોળ ખાવામાં ન લેવા.

તુલા (ર,ત): વાદ-વિવાદથી અંતર અવશ્ય જાળવવું. ગૃહજીવનની બાબતો વધુ ગૂંચવાતી જણાય. ફસાયેલાં નાણાં ચતુરાઈથી કઢાવી લેવા. નિત્ય ગૌસેવા કરવી.

વૃશ્ચિક (ન,ય): નોકરી-ધંધાના કામમાં ચિંતા, ઉદ્વેગ રહ્યા કરે. નવા-નવા કામમાં ઉતાવળ થઇ જાય. તમારા રોજિંદા કામ સરળતાથી ન થાય. મહત્ત્વના કામ અન્યના ભરોસે મૂકવા નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ): આકસ્મિક અકસ્માત થઈ શકે. નોકરીમાં ધનલાભ થાય. સગાં-સંબંધી, સ્વજનો દ્વારા અશુભ સમાચાર મળે.

મકર (ખ,જ): તમારા સહયોગી સાથે બહાર જવાનું આયોજન થાય. અણધારી સહાય આપની નાવને કિનારે લાવવામાં મદદરૂપ થશે. અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. અધૂરી માનતા તાત્કાલિક પરિપૂર્ણ કરવી.

કુંભ (ગ,સ,શ) : તમારી સફળતા મળતી જણાય. પારિવારિક સાનુકૂળતા જળવાઈ રહેશે. અંગત જીવનમાં મતભેદ સર્જાતા જણાય. બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાની કરી શકે છે.

મીન (દ,ચ,ઝ,થ): મહત્વની લખેલી ડાયરી ગુમ થઈ જાય. દાંતને લગતી તકલીફ દૂર થાય. ઇન્કમ ટૅકસ વધુ ભરવાનો થાય. વારંવાર જૂની વાતો યાદ ન કરશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK